________________
સ્વાધ્યાય સુધા
૨૧ ૧
વર્ણન વિવેચન સાથે કરવામાં આવ્યું છે. આમ એટલે કેવળજ્ઞાની ભગવત.
(૩) મોક્ષપદ બધા ચૈતન્યને સામાન્ય જોઈએ, એક જીવઆશ્રયી નહી; એટલે એ ચૈતન્યનો સામાન્ય ધર્મ છે. એક જીવને હોય અને બીજા જીવને ન હોય એમ બને નહીં.
(૪) ભગવતી આરાધના” ઉપર શ્વેતાંબર આચાર્યોએ ટીકા કરેલ છે તે પણ તે જ નામે કહેવાય છે.
(૫) કરણાનુયોગ કે દ્રવ્યાનુયોગમાં દિગંબર અને શ્વેતાંબર વચ્ચે તફાવત નથી. માત્ર બાહ્ય વ્યવહારમાં તફાવત છે.
(૬) કરણાનુયોગમાં ગણિતાકારે સિદ્ધાંતો મેળવેલા છે. તેમાં તફાવત હોવાનો સંભવ નથી.
(૭) કર્મગ્રંથ મુખ્યપણે કરણાનુયોગમાં સમાય. (૮) પરમાત્મપ્રકાશ’ દિગંબર આચાર્યનો બનાવેલો છે. તે ઉપર ટીકા થઈ છે. ૩ થી ૮ - સરળપણે સમજાવેલ છે તેથી વિશ્લેષણ કરેલ નથી. (૯) નિરાકુળતા એ સુખ છે. સંકલ્પ એ દુઃખ છે.
નિરાકુળતા એટલે આકુળતા રહિતપણું. તેથી સુખ કહ્યું અને સંકલ્પ એ કર્મના ઉદયરૂપ થઈ જવાથી તે નવા કર્મબંધ રૂપે દુ:ખરૂપ થાય છે.
(૧૦) કાયકલેશ તપ કરતાં છતાં મહામુનિને નિરાકુળતા અર્થાત્ સ્વસ્થતા જોવામાં આવે છે. મતલબ જેને તપાદિકની આવશ્યકતા છે અને તેથી તપાદિક કાયક્લેશ કરે છે, છતાં સ્વાશ્મદશા અનુભવે છે; તો પછી કાયક્લેશ કરવાનું રહ્યું નથી એવા સિદ્ધભગવાનને નિરાકુળતા કેમ ન સંભવે ?
મહામુનિઓ પોતાના પૂર્વના કર્મની નિર્જરા માટે બાહ્ય તેમજ આત્યંતર તપ કરે છે. છતાં તેઓ આંતરિક રીતે તો “સ્વસ્થદશામાં જ રહેલા હોય છે. તો પછી જેને હવે કાયાને તપાવવાની જરૂરીયાત જ રહેલ નથી તેવા સિદ્ધભગવાનને નિરાકુળતા સંપૂર્ણ પણે હોય જ. આકુળતા કે વ્યાકુળતા થવાનું કોઈ કારણ જ બાકી રહ્યું નથી તેને નિરાકુળતા જ હોય.
(૧૧) દેહ કરતાં ચેતન્ય સાવ સ્પષ્ટ છે. દેહગુણધર્મ જેમ જોવામાં આવે છે, તેમ આત્મગુણધર્મ જોવામાં આવે તો દેહ ઉપરનો રાગ નષ્ટ થઈ જાય. આત્મવૃત્તિ વિશુદ્ધ થતાં બીજા દ્રવ્યને સંયોગે આત્મા દેહાણે, વિભાવે પરિણમ્યાનું જણાઈ રહે.
(૧૨) અત્યંત ચૈતન્યનું સ્થિર થવું તે “મુક્તિ'.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org