Book Title: Swadhyaya Sudha
Author(s): Rasikbhai T Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 219
________________ ૨૧૦ સ્વાધ્યાય સુધા આચાર્યોને પણ માન્ય છે, ત સ્તોત્રમાં પ્રથમ નીચેનો શ્લોક છેઃ 'देवागमन भोयान चामरादि विभूतयः मायाविष्वपि दृश्यंते, नातस्तवमसि नो महान्.' આ શ્લોકનો ભાવાર્થ એવો છે કે દેવાગમ (દેવતાઓનું આવવું થતું હોય), આકાશગમન (આકાશગમન થઈ શકતું હોય), ચામરાદિ વિભૂતિ (ચામર વગેરે વિભૂતિ હોય-સમવસરણ થતું હોય એ આદિ) એ બધાં તો માયાવીઓનામાં પણ જણાય છે, (માયાથી અર્થાત્ યુક્તિથી પણ થઈ શકે) એટલે તેટલાથી જ આપ અમારા મહત્તમ નથી. (તેટલા ઉપરથી કાંઈ તીર્થકર વા જિનેન્દ્રદેવનું અસ્તિત્વ માની શકાય નહીં. એવી વિભૂતિ આદિનું કાંઈ અમારે કામ નથી. અમે તો તેનો ત્યાગ કર્યો છે.) આ આચાર્યે કેમ જાણે ગુફામાંથી નીકળતા તીર્થકરનું કાંડું પકડી ઉપર પ્રમાણે નિરપેક્ષપણે વચનો કહ્યાં હોય એવો આશય આ સ્થળે બતાવવામાં આવ્યો છે. (૨) આતનાં અથવા પરમેશ્વરનાં લક્ષણો કેવા હોવાં જોઈએ તે સંબંધી ‘તત્ત્વાર્થસૂત્ર'ની ટીકામાં (સર્વાર્થસિદ્ધિમાં) પહેલી ગાથા નીચે પ્રમાણે છે : 'मोक्षमार्गस्य नेतारं, भेत्तारं कर्मभूभृताम्, ज्ञातारं विश्वतत्त्वानां, वंदे तद्गुणलब्धये.' સારભૂત અર્થ : “મોક્ષમાર્ગમ્ય નેતાર', (મોક્ષમાર્ગે લઈ જનાર નેતા) એમ કહેવાથી મોક્ષનું અસ્તિત્વ', ‘માર્ગ', અને “લઈ જનાર' એ ત્રણે વાત સ્વીકારી. જો મોક્ષ છે તો તેનો માર્ગ પણ જોઈએ અને જો માર્ગ છે તો તેનો દ્રષ્ટા પણ જોઈએ અને જે દ્રષ્ટા હોય તે જ માર્ગે લઈ જઈ શકે. માર્ગે લઈ જવાનું કાર્ય નિરાકાર ન કરી શકે, પણ સાકાર કરી શકે, અર્થાત્ મોક્ષમાર્ગનો ઉપદેશ સાકાર ઉપદેશ એટલે દેહસ્થિતિએ જેણે મોક્ષ અનુભવ્યો છે એવા કરી શકે. ‘ભેસ્તારં કર્મભૂભૂત' (કર્મરૂપ પર્વતને ભેદવાવાળા) અર્થાત્ કર્મરૂપી પર્વતો તોડ્યાથી મોક્ષ હોઈ શકે; એટલે જેણે દેહસ્થિતિએ કર્મરૂપી પર્વતો તોડ્યા છે તે સાકાર ઉપદેષ્ટા છે. તેવા કોણ? વર્તમાન દેહે જે જીવન્મુક્ત છે તે. જે કર્મરૂપી પર્વતો તોડી મુક્ત થયા છે તેને ફરી કર્મનું હોવાપણું ન હોય; માટે કેટલાક માને છે તેમ મુક્ત થયા પછી દેહ ધારણ કરે એવા જીવન્મુક્ત ન જોઈએ. “જ્ઞાતાર વિશ્વતત્ત્વાનાં, (વિશ્વતત્ત્વના જાણનાર) એમ કહેવાથી એમ દર્શાવ્યું કે આત કેવા જોઈએ કે જે સમસ્ત વિશ્વના જ્ઞાયક હોય. ‘વંદે તણલબ્ધયે' (તેના ગુણની પ્રાપ્તિને અર્થે તેને વંદના કરું છું), અર્થાત્ આવા ગુણવાળા પુરુષ હોય તે જ આપ્ત છે અને તે જ વંદન યોગ્ય છે. ૧ અને ર માં આપનું માહાભ્ય અને તેઓ મોક્ષમાર્ગના નેતા કેવી રીતે છે તેનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242