Book Title: Swadhyaya Sudha
Author(s): Rasikbhai T Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 222
________________ સ્વાધ્યાય સુધા ૨૧૩ (૧) સંઘયણ. (૨) ધીરજ. (૩) શ્રત. (૪) વીર્ય. (૫) અસંગતા. જિનકલ્પી સાધુના ગુણો : (૧) મજબૂત સંઘયણવાળો. (૨) ધૈર્યવાન, (૩) શ્રતનો જાણ કાર. (૪) યથાર્થપણે પુરુષાર્થ કરનાર. (૫) અસંગપણે કેળવનાર. જિનકલ્પી સાધુ અપ્રમત્ત ગુણસ્થાનકવાળો હોય છે તેથી અસંગતા પ્રગટેલી હોય છે. જિનકલ્પ એકાકી વિચારનારા સાધુઓને માટે નિશ્ચિત કરેલો, બાંધેલો કે મુકરર કરેલો જિનમાર્ગ અથવા નિયમ. જિનકલ્પને સાધનાર અપ્રમત્તગુણસ્થાનવર્તી હોય છે. (૨૩) દિગંબર દૃષ્ટિમાં આ દશા સાતમા ગુણસ્થાનકવર્તીની છે. દિગંબર દૃષ્ટિ પ્રમાણે વિકલ્પી અને જિનકલ્પી એ નગ્ન હોય; અને શ્વેતાંબર પ્રમાણે પહેલા એટલે સ્થવિર નગ્ન ન હોય. એ કલ્પ સાધનારને શ્રુતજ્ઞાન એટલું બધું બળવાન હોવું જોઈએ કે વૃત્તિ શ્રુતજ્ઞાનાકારે હોવી જોઈએ, વિષયાકારે વૃત્તિ થવી ન જોઈએ. દિગંબર કહે છે કે નાગાનો એટલે નગ્ન સ્થિતિવાળાનો મોક્ષમાર્ગ છે, બાકી તો ઉન્મત્તમાર્ગ છે. “ો વિમોરૂમો, સેસા ય ૩મી સળે. વળી ‘નાગો એ બાદશાહથી આઘો એટલે તેથી વધારે ચઢિયાતો એ કહેવત પ્રમાણે એ સ્થિતિ બાદશાહને પૂજ્ય છે. દિગંબર આમ્નાય પ્રમાણે જિનકલ્પ અને સ્થવિરકલ્પ શું છે તે સમજાવ્યું છે. અને નગ્નો મોકખો' એમ કહ્યું છે એટલે આત્મપ્રદેશો સંપૂર્ણ કર્મમળથી રહિત થાય ત્યારે મોક્ષ-નિર્વાણને મેળવે છે. (૨૪) ચેતના ત્રણ પ્રકારની : (૧) કર્મફળચેતના - એકેન્દ્રિય જીવ અનુભવે છે. (૨) કર્મચેતના - વિકસેન્દ્રિય તથા પંચેન્દ્રિય અનુભવે છે. (૩) જ્ઞાનચેતના - સિદ્ધપર્યાય અનુભવે છે. (૧) કર્મફળ ચેતના : એકેન્દ્રિય જીવ અનુભવે છે અથવા કર્મફળ ચેતના એટલે જુના ઉદય આવી રહેલા કર્મનું ફળ ભોગવનાર અને નવા ન બાંધનાર. (૨) કર્મ ચેતના : ત્રસ તથા પંચેન્દ્રિય જીવો અનુભવે છે એટલે કે કર્મના ઉદયને ભોગવે છે. અને સાથે વિભાવભાવમાં હોવાથી નવા કર્મ પણ બાંધે છે. તેથી કર્મચેતના કહી. (૩) જ્ઞાન ચેતના : સંપૂર્ણપણે તો સિદ્ધ પર્યાયમાં અનુભવાય છે પણ તેથી નીચે સમ્યગદષ્ટિ જીવો જયારે સ્વરૂપ રમણતામાં હોય ત્યારે તેની ચેતના જ્ઞાનચેતના પણ કહેવાય છે. બહાર આવી જાય તો કર્મચેતના કે કર્મફળ ચેતના પણ આવી જાય. (૨૫) મુનિઓની વૃત્તિ અલૌકિક હોવી જોઈએ; તેને બદલે હાલ લૌકિક જોવામાં આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242