Book Title: Swadhyaya Sudha
Author(s): Rasikbhai T Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 214
________________ સ્વાધ્યાય સુધા ૨૦૫ જેમ સાચા વૈદ્યની પ્રાપ્તિ થાય તો શરીરની સુખાકારી જલ્દી મેળવી શકાય છે, તેમ જો સદ્ગુરુની પ્રાપ્તિ થઈ જાય તો આત્માની શાંતદશાને ઘણી જ સુગમપણે અને સહજ રીતે પ્રાપ્ત કરી શકાય છે. માટે આવો જોગ પ્રાપ્ત થયો હોય તો સાધના કરવામાં પ્રસાદી ન થઈ જવું. શૂરવીરતાને ગ્રહણ કરવી. સાધના માટેના કાયરપણાને તિલાંજલિ આપી દેવી. (૯) સામાયિક = સંયમ. સમભાવ વડે આત્મા સાથેનું જોડાણ. (૧૦) પ્રતિક્રમણ = આત્માની ક્ષમાપના, આરાધના. (૧૧) પૂજા = ભક્તિ. વીતરાગદેવ કે જ્ઞાની ગુરુની કરવાથી ફાયદો થાય. (૧૨) જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ આદિ કેવાં અનુક્રમે કરવાં તે કહેતાં એક પછી એક પ્રશ્ન ઉઠે; અને તેનો કેમે પાર આવે તેમ નથી. પણ જો જ્ઞાનીની આજ્ઞાથી તે જીવ ગમે તેમ (જ્ઞાનીએ બતાવ્યા પ્રમાણે) વર્તે તોપણ તે મોક્ષના માર્ગમાં છે. (૧૩) અમારી આજ્ઞાએ વર્તતાં જો પાપ લાગે તો તે અમે અમારે શિર ઓઢી લઈએ છીએ; કારણ કે જેમ રસ્તા ઉપર કાંટા પડ્યા હોય તે કોઈને વાગશે એમ જાણી માર્ગે ચાલતાં ત્યાંથી ઉપાડી લઈ કોઈને જ્યાં ન લાગે તેવી બીજી એકાંત જગ્યાએ કોઈ મૂકે તો કાંઈ તેણે રાજ્યનો ગુનો કર્યો કહેવાય નહીં; તેમ રાજા તેનો દંડ કરે નહીં; તેમ મોક્ષનો શાંત માર્ગ બતાવતાં પાપ કેમ સંભવે ? (૧૪) જ્ઞાનીની આજ્ઞાએ ચાલતાં જ્ઞાની ગુરુએ ક્રિયાઆશ્રયી યોગ્યતાનુસાર કોઈને કાંઈ બતાવ્યું હોય અને કોઈને કાંઈ બતાવ્યું હોય તેથી મોક્ષ (શાંતિ)નો માર્ગ અટકતો નથી. (૧૫) યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના અથવા પોતે જે બોલે છે તે પરમાર્થે યથાર્થ છે કે કેમ તે જાણ્યા વિના, સમજ્યા વિના, જે વક્તા થાય છે તે અનંત સંસારને વધારે છે. માટે જ્યાં સુધી આ સમજવાની શક્તિ થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું સારું છે. (૧૬) વક્તા થઈ એક પણ જીવને યથાર્થ માર્ગ પમાડવાથી તીર્થકરગોત્ર બંધાય છે અને તેથી ઊલટું કરવાથી મહામોહનીય કર્મ બંધાય છે. (૧૭) જોકે હમણાં જ તમો સર્વને માર્ગે ચઢાવીએ, પણ ભાજનના પ્રમાણમાં વસ્તુ મુકાય છે. નહીં તો જેમ હલકા વાસણમાં ભારે વસ્તુ મૂકવાથી વાસણનો નાશ થાય, તેમ થાય. ક્ષયોપશમ પ્રમાણે સમજી શકાય છે. (૧૮) તમારે કોઈ પ્રકારે ડરવા જેવું નથી; કારણ કે તમારે માથે અમારા જેવા છે; તો હવે તમારા પુરુષાર્થને આધીન છે. જો તમે પુરુષાર્થ કરશો તો મોક્ષ થવો દૂર નથી. મોક્ષ પ્રાપ્ત કર્યો તે બધા મહાત્મા પ્રથમ આપણા જેવા મનુષ્ય હતા; અને કેવળજ્ઞાન પામ્યા પછી પણ (સિદ્ધ થયા પહેલાં) દેહ તો તે ને તે જ રહે છે, તો પછી હવે તે દેહમાંથી તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242