________________
૨૦૪
સ્વાધ્યાય સુધા તો કોઈ દિવસ પાર આવે નહીં પણ તેની સંકલના છે, ને તે શ્રીગુરુદેવ બતાવે છે કે અંતર્મુહૂર્તમાં મહાત્માઓ તે પ્રાપ્ત કરે છે.
(૩) આ જીવે નવપૂર્વ સુધી જ્ઞાન મેળવ્યું તોપણ કાંઈ સિદ્ધિ થઈ નહીં, તેનું કારણ વિમુખ દશાએ પરિણમવાનું છે. જો સન્મુખદશાએ પરિણમ્યા હોય તો તલ્લણ મુક્ત થાય.
(૪) પરમશાંત રસમય “ભગવતી આરાધના' જેવા એક જ શાસ્ત્રનું સારી રીતે પરિણમન થયું હોય તો બસ છે. કારણ કે આ આરા, કાળમાં તે સહેલું, સરલ છે.
(૫) આ આરા (કાળ)માં સંઘયણ સારાં નહીં, આયુષ્ય ઓછાં, દુભિક્ષ, મરકી જેવાં સંજોગો વારંવાર બને, તેથી આયુષ્યની કાંઈ નિશ્ચયપૂર્વક સ્થિતિ નથી, માટે જેમ બને તેમ આત્મહિતની વાત તરત જ કરવી. મુલતવી રાખવાથી ભૂલથાપ ખાઈ બેસાય છે. આવા સાંકડા સમયમાં તો છેક જ સાંકડો માર્ગ, પરમશાંત થવું તે ગ્રહણ કરવો. તેથી જ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવ થાય છે.
૧-૫ માં સરળતાથી સમજી શકાય તેમ હોવાથી વિશ્લેષણ કર્યું નથી.
(૬) કામાદિ કોઈક જ વાર આપણાથી હારી જાય છે; નહીં તો ઘણી વાર આપણને થાપ મારી દે છે. એટલા માટે બનતાં સુધી જેમ બને તેમ ત્વરાથી તેને તજવાને અપ્રમાદી થવું, જેમ વહેલું થવાય તેમ થવું. શૂરવીરપણાથી તેમ તરત થવાય છે.
કામ ક્રોધાદિ આપણી જાગૃતિ હોય તો પાછાં પડે છે, નહિંતર આપણને ભૂલથાપ ખવરાવી દે છે. માટે તેનો ત્યાગ કરવા માટે અપ્રમત્તપણે પુરુષાર્થ કરતા રહીને હઠાવવાનો પુરુષાર્થ કરતા રહેવાનું છે. પરમ શાંતિની પ્રાપ્તિના માર્ગનું ગ્રહણ શૂરવીરપણે કરવું અને શૂરવીરપણે આદરવો. જેથી ક્ષાયિકભાવને પ્રગટ કરી શકાય. તેમ થાય તો પછી કામાદિ પરેશાન કરી શકે નહીં.
(૭) વર્તમાનમાં દૃષ્ટિરાગાનુસારી માણસો વિશેષપણે છે.
આ કાળનો પ્રભાવ છે. પ્રશસ્તભાવ અને આસક્તિભાવ વચ્ચે પાતળી રેખા છે. એટલે સાધક જો જાગૃનિ ન રાખે તો પ્રશસ્ત ભાવમાંથી ક્યારે દૃષ્ટિરાગમાં-આસક્તિમાં ખેંચાઈ જશે તેની જાણ પણ નહીં થાય. અને જીવ એમ માનતો રહે છે કે હું તો પ્રશસ્તરાગવાળો જ છું.
(૮) જો ખરા વૈદ્યની પ્રાપ્તિ થાય તો દેહનો વિધર્મ સહેજે ઔષધિ વડે વિધર્મમાંથી નીકળી સ્વધર્મ પકડે છે. તેવી રીતે જો ખરા ગુરુની પ્રાપ્તિ થાય, તો આત્માની શાંતિ ઘણી જ સુગમતાથી અને સહેજમાં થાય છે. તેથી તેવી ક્રિયા કરવામાં પોતે તત્પર એટલે અપ્રમાદી થવું, પ્રમાદ કરીને ઊલટા કાયર થવું નહીં.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org