________________
૨૦૨
સ્વાધ્યાય સુધા છે. ભાવથી સંસારી આત્મા તે વૃક્ષરૂપ છે. આત્મા પરમાર્થે, તે અધ્યવસાય વર્જતાં, નંદનવન સમાન છે. - શાલ્મલિ વૃક્ષ એ ખીજડાને મળતું એટલે કાંટાવાળું ઝાડ છે. ખીજડાના વૃક્ષનો કાંટો વાગ્યો હોય તો તીવ્રપણે વેદના કરાવનાર છે. તેમ “શાલ્મલિ વૃક્ષ નરકના જીવોને દુઃખદાયી છે. અત્યારે આપણો આત્મા સંસારમાં ડૂબેલો હોઇ, ગળાડૂબ રહેતો હોઇ તેને ભાવથી “શાલ્મલિ વૃક્ષ' જેવો ગણ્યો છે, પણ પરમાર્થને સમજીને પરમાર્થ સિદ્ધ કરવા માટે ‘શાલ્મલિ વૃક્ષ' જેવા ભાવોને છોડી દે તો તે જ આત્મા “નંદનવન' જેવો બની જાય. આ “નંદનવન' મેરૂ પર્વત ઉપર આવેલું છે અને હંમેશાં એક જ સરખું રહે છે. એટલે જો જીવ નંદનવન જેવો બની જાય તો પારમાર્થિક રીતે સુખી બની જાય. માટે અશુભ અધ્યવસાયને તજીને ચાલવાનો પુરુષાર્થ કરવો જરૂરી છે.
(૧૦) જિનમુદ્રા બે પ્રકારે છે :- કાયોત્સર્ગ અને પદ્માસન, પ્રમાદ ટાળવાને બીજાં ઘણાં આસનો કર્યા છે, પણ મુખ્યત્વ આ બે આસનો છે.
સરળ, સમજાય તેમ છે માટે વિશ્લેષણ કરેલ નથી. (૧૧) પ્રશમરનિમનું દૃષ્ટિયુમં પ્રસન્ન, વનમતમં: wifમની સંપશ્િચઃ |
करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव ।। હે વીતરાગ ! તારાં બે ચક્ષુ પ્રશમ રસમાં ડૂબેલાં છે. પરમશાંત રસને ઝીલી રહ્યાં છે, તારું મુખકમળ પ્રસન્ન છે; તેમાં પ્રસન્નતા વ્યાપી રહી છે, તારો ખોળો સ્ત્રીના સંગથી રહિત છે. તારા બે હાથ શસ્ત્ર સંબંધ વિનાના છે, તારા હાથમાં શસ્ત્ર નથી. આમ તું જ હે વીતરાગ ! જગતમાં દેવ છું. (ઉ..રર)
(૧૨) ચૈતન્યનો લક્ષ કરનારની બલિહારી છે !
જે ચૈતન્યનો લક્ષ કરીને રહેલ છે તેની બલિહારી છે. એ જ ઉત્કૃષ્ટ જીવાત્મા કહેવાય.
(૧૩) તીર્થ = તરવાનો માર્ગ. (ચાર પ્રકારે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ)
(૧૪) અરનાથ પ્રભુની સ્તુતિ મહાત્મા આનંદઘનજીએ કરેલ છે. શ્રી આનંદઘનજીનું બીજું નામ લાભાનંદજી' હતું. તેઓ તપગચ્છમાં થયા છે.
(૧૫) વર્તમાનમાં લોકોને જ્ઞાન તથા શાંતિ સાથે સંબંધ રહ્યો નથી; મતાચાર્યે મારી નાખ્યા છે.
સરળતાથી સમજાય તેમ છે તેથી વિશ્લેષણ કરેલ નથી. (૧૬) “આશય આનંદઘન તણો, અતિ ગંભીર ઉદાર;
બાલક બાંય પસારીને, કહે ઉદધિવિસ્તાર.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org