________________
સ્વાધ્યાય સુધા
૨૦૧
થર્મોમીટર કહેલ છે. તેને કંઠસ્થ કરી સુવિચારણા કરવાથી દોષો જાય અને ગુણો પ્રગટે એવી એ આઠ દૃષ્ટિની સજઝાય છે. માટે તેના પર વિચાર કરવાથી આપણી આધ્યાત્મિક સ્થિતિ કેવી છે, તેનો ખ્યાલ આપણને પોતાને જ આવી શકે તેમ છે.
(૪) ‘યોગદૃષ્ટિ’માં છયે ભાવ-ઔયિક, ઔપમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક, પારિણામિક, અને સાન્નિપાતિક-નો સમાવેશ થાય છે. એ છ ભાવ જીવના સ્વતત્ત્વભૂત છે.
શરીરને અનુલક્ષીને ભાવ ઉદય અનુસાર થવા ઔદિયક ભાવ. કર્મના ઉદયને ઉપશમાવવા રૂપ ભાવ થવા તે ઔપમિક ભાવ. આત્માને અનુભવવારૂપ ભાવો તેમાં ચાર ઘાતી કર્મની મંદતા અને તેમાં પણ મોહની કર્મની ૭ પ્રકૃતિની જે ગ્રંથિ છે તેમાંથી ‘સમક્તિ મોહનીય’ ઉદયમાં હોય અને બાકીની છ ઉદયમાં ન આવી શકે તેવી હોય તે ભાવને ક્ષાયોપશમિક ભાવ કહે છે. સંપૂર્ણપણે આત્મલક્ષી ભાવરૂપ પરિણમન, ઉદયને અનુસરીને પરિણામોમાં ચંચળતા ન આવે તેવી સ્થિરતા તે ક્ષાયિકભાવ. આત્મલક્ષી ભાવો ગુણો-લક્ષણોમાં રહેવું તે પારિણામિક ભાવ. આગળ કહેલા પાંચેય ભાવોમાંથી એકસાથે એકથી વધારે ભાવો રૂપ પરિણમન થતું રહે તેને સન્નિપાતિક ભાવ કહ્યો છે. દા.ત. જેમ કોઈપણ માણસને ન્યુમોનિયા થયો હોય તો તે શું બોલે છે તેનું ભાન ન રહે, તેમ એકથી વધારે ભાવો એક સાથે ચાલતા હોય તેથી યથાતથ્ય નિર્ણય ન થઈ શકે. આ છયે ભાવો જીવના પોતાનામાં રહેલા છે એટલે સ્વતત્ત્વભૂત કહ્યા છે.
(૫) જ્યાં સુધી યથાર્થ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું ઠીક છે. નહીં તો અનાચાર દોષ લાગે છે. આ વિષય પરત્વે ‘ઉત્તરાધ્યનનસૂત્ર'માં ‘અનાચાર' નામે અધિકાર છે. (અધ્યયન ૬ )
ઉ.સૂ.માં અ.-૬માંથી આ લેવામાં આવેલ છે. અનાચાર એટલે પાપરૂપ, આચરણ, દૂરાચાર રૂપ આચરણ, વ્રતના ભંગરૂપ આચરણ, જેનાથી જીવ ઘણા પ્રકારે અશુભ કર્મનો બંધ કરે છે. માટે જ્યાં સુધી યથાર્થ જ્ઞાનનું પરિણમન થયું ન હોય ત્યાં સુધી મૌન રહેવું વધારે સારું છે, જેથી અનાચાર દોષ ન લાગે અને એ પ્રમાણેનું કર્મ પણ ન લાગે.
(૬) જ્ઞાનીના સિદ્ધાંતમાં ફેર હોઈ શકે નહીં.
(૭) સૂત્રો આત્માનો સ્વધર્મ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવ્યાં છે; પણ તેનું રહસ્ય, યથાર્થ સમજવામાં આવતું નથી તેથી ફેર લાગે છે.
(૮) દિગંબરના તીવ્ર વચનોને લીધે કંઈ રહસ્ય સમજી શકાય છે. શ્વેતાંબરની મોળાશને લીધે રસ ઠંડાતો ગયો.
સરળતાથી સમજી શકાય તેમ છે તેથી વિશ્લેષણ કરેલ નથી.
(૯) ‘શાલ્મલિ વૃક્ષ’ નરકને વિષે નિત્ય અશાતારૂપે છે, ખીજડાને મળતું તે વૃક્ષ થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainellbrary.org