________________
૧૯૯
સ્વાધ્યાય સુધા
(ઉ) પ્રદેશોદય = પ્રદેશને મોઢા આગળ લઈ વેદવું તે પ્રદેશોદય.” પ્રદેશોદયથી જ્ઞાનીઓ કર્મનો ક્ષય અંતર્મુહૂર્તમાં કરે છે.
() “અનપવર્તન’ અને ‘અનુદીરણા એ બેનો અર્થ મળતો છે; તથાપિ તફાવત એ છે કે “ઉદીરણા'માં આત્માની શક્તિ છે અને “અપવર્તન'માં કર્મની શક્તિ છે.
(એ) આયુષ્ય ઘટે છે, એટલે થોડા કાળમાં ભોગવાય છે.
આયુષ્યકર્મ સંબંધી :- (અ) અપવર્તન એટલે કર્મનો ઉદય લાંબા કાળ સુધી ચાલે તેવો હોય તેને થોડા સમયમાં વેદી શકાય તેવો બનાવવો. (આ) આયુષ્ય ગુઢ્યું એટલે | આયુષ્ય પૂર્ણ થયું. (ઈ) સોપક્રમ-એકદમ-ત્વરાથી ભોગવી શકાય તેવું. (ઇ) નિરુપક્રમ| નિકાચિત આયુષ્ય કોઈપણ સંજોગોમાં તૂટી શકે નહીં તેવું આયુષ્ય, દેવ, નારકી,
જુગલિયાં, ત્રેસઠ શલાકા પુરુષ અને ચરમશરીરીને હોય છે. (ઉ) તેને માટે વ્યા.સા. ૧૬૫માં પ્રદેશોદય વિષે જુઓ. (ઉ) તેને માટે વ્યા.સા. ૧/૧૬૯-૧૭૮માં જુઓ. (એ) આને માટે આયુષ્ય કર્મ વિષે વ્યા.સા.૧૬૩, ૬૪ માં જુઓ.
(૧૫) અશાતાના ઉદયમાં જ્ઞાનની કસોટી થાય છે.
શાતાનો ઉદય હોય ત્યારે તો પોતાનામાં જ્ઞાન પ્રગટ્યું છે તેમ માની લે તો પણ તેની ખબર તે વખતે પડતી નથી, પણ જયારે અશાતાનો ઉદય આવે ત્યારે પરિણામ શરીરને અનુલક્ષી થઈ જાય તો સમજવું કે “જ્ઞાન” પ્રગટ્યાની જે દશા માનતા હતા તે તેમ નથી. પણ અશાતાના ઉદય વખતે શોક પરિણામ ન થાય તો એમ કહી શકીએ કે જ્ઞાન પરિણમ્યું છે. જ્ઞાન તે કે જે હર્ષ-શોકના પ્રસંગે હાજર થાય એટલે કે હર્ષ-શોક ન થવા દે.
(૧૬) પરિણામની ધારા એ “થરમોમીટર’ સમાન છે.
થર્મોમીટર જેમ શરીરના ઉષ્ણતામાનની (તાવની) વધ-ઘટ બતાવવાનું સાધન છે તેમ આપણા પરિણામો થઈ રહ્યા છે, તે પરિણામ આપણી આંતરિક સ્વસ્થતા કેટલી છે ? | સ્થિરતા કેટલી છે તે બતાવે છે. અથવા જ્ઞાનનું પરિણમન કેટલું છે તે બતાવે છે.
મોરબી, અષાડ સુદ-૧૦, શનિ, ૧૯૫૬ (૧) મોક્ષમાળામાંથી :- અસંમજસતા = અમળતાપણું, અસ્પષ્ટતા.
વિષમ-જેમ તેમ. આર્ય–ઉત્તમ. આર્ય' શબ્દ શ્રી જિનેશ્વરને, મુમુક્ષુને તથા આર્યદેશના રહેનારને માટે વપરાય. નિક્ષેપ=પ્રકાર, ભેદ, વિભાગ. ભયંત્રાણ=ભયથી તારનાર, શરણ આપનાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org