________________
સ્વાધ્યાય સુધા
(૨) હેમચંદ્રાચાર્ય એ ધંધકાના મોઢ વાણિયા હતા. તે મહાત્માએ કુમારપાલ રાજા પાસે પોતાના કુટુંબને માટે એક ક્ષેત્ર પણ માગ્યું નહોતું, તેમ પોતે પણ રાજઅન્નનો કોળિયો લીધો નહોતો એમ શ્રી કુમારપાલે તે મહાત્માના અગ્નિદાહ વખતે કહ્યું હતું. તેઓના ગુરુ દેવચંદ્રસૂરિ હતા.
મોરબી, અષાડ સુદ ૧૧, વિ ૧૯૫૬
૮.
(૧) સરસ્વતી = જિનવાણીની ધારા.
(૨) (૧) બાંધનાર. (૨) બાંધવાના હેતુ. (૩) બંધન અને (૪) બંધનના ફળથી આખા સંસારનો પ્રપંચ રહ્યો છે એમ શ્રી જિનેન્દ્રે કહ્યું છે.
૨૦૦
બાંધનાર-જીવના પોતાના ઔદિયકભાવ. બાંધવાના હેતુ-રાગદ્વેષ, અજ્ઞાન. બંધનકર્મરૂપી બંધન-જેના કારણે સંસાર પરિભ્રમણ રૂપ બંધનની પ્રાપ્તિ. બંધનનું ફળ-આખા સંસારનો પ્રપંચ કરે છે તે એટલે કે સંસારનો પ્રપંચ ભોગવવો પડે છે એમ જિનેન્દ્રે કહ્યું છે.
૯. મોરબી, અષાડ સુદ-૧૨, સોમ, ૧૯૫૬
(૧) શ્રી યશોવિજયજીએ ‘યોગદૃષ્ટિ' ગ્રંથમા છઠ્ઠી ‘કાન્તાદૃષ્ટિ'ને વિષે બતાવ્યું છે કે વીતરાગસ્વરૂપ સિવાય બીજે ક્યાંય સ્થિરતા થઈ શકે નહીં; વીતરાગસુખ સિવાય બીજું સુખ નિઃસત્ત્વ લાગે છે, આડંબરરૂપ લાગે છે. પાંચમી ‘સ્થિરાદૅષ્ટિ'માં બતાવ્યું છે કે વીતરાગસુખ પ્રિયકારી લાગે. આઠમી ‘પરાર્દષ્ટિ’માં બતાવ્યું છે કે ‘પરમાવગાઢ સમ્યક્ત્વ’ સંભવે, જ્યાં કેવળજ્ઞાન હોય.
(૨) ‘પાતંજલયોગ'ના કર્તાને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું નહોતું, પણ હરિભદ્રસૂરિએ તેમને માર્ગાનુસારી ગણેલ છે.
૧,૨
સરળતાથી સમજાય તેમ છે તેથી વિશ્લેષણ કરેલ નથી.
(૩) “હરિભદ્રસૂરિએ તે દૃષ્ટિઓ અધ્યાત્મપણે સંસ્કૃતમાં વર્ણવી છે, અને તે ઉપરથી યશોવિજયજી મહારાજે ઢાળ રૂપે ગુજરાતીમાં કરેલ છે.’
હરિભદ્રસૂરિ જન્મે બ્રાહ્મણ હતા અને ષટદર્શનના પ્રકાંડ પંડિત હતા. તેઓએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી હતી. ત્યારબાદ પ્રાયશ્ચિતરૂપે આશરે ૧૪૪૪ ગ્રંથો લખ્યાં છે. તેઓ ષટ્કર્શનના પંડિત હોવાને કારણે ‘પાતંજલ યોગના' કર્તાને માર્ગાનુસારી કહ્યા છે. પાતંજલ યોગના આધારે તેઓએ ‘યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રંથની રચના કરીને તે અષ્ટાંગ યોગ. જૈનદર્શનના આધારે કેમ સમજવા તેની વિસ્તૃતપણે છણાવટ કરી છે. જે સંસ્કૃતમાં છે. તેના આધારે મહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ ‘આઠ દૃષ્ટિની સજઝાય' રૂપે ઉપરોક્તનો સાર ગુજરાતીમાં આપ્યો છે. પ.કૃ.દેવે આ ‘આઠ દૃષ્ટિની સજઝાય’ ને આત્મદશાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org