________________
સ્વાધ્યાય સુધા
૨૦૩
“આનંદઘન ચોવીસીના સ્તવનોનો ભાવાર્થ અને વિશ્લેષણ કર્યા પછી અંતમાં મૂકેલી આ ગાથા “જ્ઞાન વિમળ સૂરિની રચેલી છે.' આ ગાથાથી તેઓ એમ કહેવા માગે છે કે :- ‘મહાત્મા આનંદઘનજી'એ તીર્થકરની સ્તવના કરતાં જે ભાવો ચૌવીસીમાં ભર્યા છે. તે અતિ ગંભીર છે તેમજ ઉદાર પણ છે. એટલે કે ગંભીર હોવા છતાં જે તેને સમજી શકે તો મોક્ષમાર્ગ શું છે તેની જાણ થઈ શકે તેમ છે. વારંવાર તેઓએ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની જરૂરીયાત “આધ્યાત્મિક સાધક માટે જરૂરી છે તેમ જણાવેલ છે. પણ મેં જે સ્તવનો ઉપર ભાષ્ય કર્યું છે તે મારું કાર્ય, નાનો બાળક સમુદ્રનું માપ પોતાના બે હાથ પસારીને કરી બતાવે છે, તેના જેવું છે. એટલે સ્તવનોમાં ભરેલો આધ્યાત્મિક આશય મહાસમુદ્રની જેમ વિશાળ છે. તેને મેં બાળકની જેમ સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મારી આ ચેષ્ટા બાળક જેવી છે. અહીં તેઓએ પોતાના લઘુતાભાવને બતાવવાનો જ પ્રયત્ન કર્યો જણાય છે.
(૧૭) ત્રણ પ્રકારે ઈશ્વરપણું જણાય છે :- (૧) જડ તે જડાત્મકપણે વર્તે છે. (૨) ચેતન્ય-સંસારી જીવો વિભાવાત્મકપણે વર્તે છે. (૩) સિદ્ધ-શુદ્ધ ચેતન્યાત્મકપણે વર્તે છે. સમજાય તેમ હોવાથી સમજાવેલ નથી.
૧૦. મોરબી, અષાડ સુદ-૧૩, ભોમ, ૧૯૫૬ (૧) “ભગવતી આરાધના' જેવાં પુસ્તકો મધ્યમ અને ઉત્કૃષ્ટભાવના મહાત્માઓને તથા મુનિરાજોને જ યોગ્ય છે. એવા ગ્રંથો તેથી ઓછી પદવી, યોગ્યતાવાળા સાધુ, શ્રાવકને આપવાથી તેઓ કૃતની થાય છે, તેઓને તેથી ઊલટો અલાભ થાય છે, ખરા મુમુક્ષુઓને જ એ લાભકારી છે.
(૨) મોક્ષમાર્ગ એ અગમ્ય તેમ જ સરળ છે.
અગમ્યઃ- માત્ર વિભાવદશાને લીધે મતભેદો પડવાથી કોઈ પણ સ્થળે મોક્ષમાર્ગ સમજાય તેવું રહ્યું નથી, અને તેને લીધે વર્તમાનમાં અગમ્ય છે. માણસ મરી ગયા પછી અજ્ઞાન વડે નાડ ઝાલીને વૈદાં કરવાનાં ફળની બરાબર મતભેદ પડવાનું ફળ થયું છે, અને તેથી મોક્ષમાર્ગ સમજાય તેમ નથી.
સરળ - મતભેદની કડાકૂટ જવા દઈ, આત્મા અને પુદ્ગલ વચ્ચે વહેંચણી કરી, શાંતપણે આત્મા અનુભવવામાં આવે તો મોક્ષમાર્ગ સરળ છે; અને દૂર નથી. જેમ કે એક ગ્રંથ વાંચતાં કેટલોક વખત જાય ને તેને સમજતાં વધારે વખત જવો જોઈએ; તે પ્રમાણે અનેક શાસ્ત્રો છે, તે એકેક વાંચ્યા પછી તેનો નિર્ણય કરવા માટે બેસવામાં આવે તો તે હિસાબે પૂર્વાદિકનું જ્ઞાન અને કેવળજ્ઞાન કેમે પ્રાપ્ત થાય નહીં; અર્થાત્ તેમ ભણવામાં આવતાં હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org