________________
સ્વાધ્યાય સુધા
રહ્યા છે. તે દૃષ્ટિથી અનિર્મળ-મલિન છે. જો તે આત્મા સ્વ-સમયને પ્રાપ્ત થાય તો કર્મબંધથી રહિત થાય. (૧૫૫) જે પરદ્રવ્યને વિષે શુભાશુભ રાગ કરે છે તે જીવ સ્વચારિત્રથી ભ્રષ્ટ છે. અને પરચારિત્ર આચરે છે એમ જાણવું કે સમજવું (૧૫૬). જે સર્વસંગથી મુક્ત થઈ અનન્યપણે આત્મસ્વભાવમાં સ્થિત છે, નિર્મળ જ્ઞાતા દ્રષ્ટા છે તે ‘સ્વચરિત્ર’ આચરનાર જીવ છે (૧૫૮). ૫૨ દ્રવ્ય પ્રત્યેના ભાવથી રહિત, નિર્વિકલ્પ જ્ઞાનદર્શનમય પરિણામી આત્મા છે. તે સ્વ-સમયનો ઉત્પાદ છે. અને પ૨-સમયનો વ્યય છે. તથા આત્મા તો ધ્રુવપણે રહેલો છે.
(૨૧૨) દરેક પદાર્થમાં સમય સમય ખટચક્ર ઊઠે છે; તે એ કે સંખ્યાતગુણવૃદ્ધિ, અસંખ્યાતગુણવૃદ્ધિ, અનંતગુણવૃદ્ધિ, સંખ્યાતગુણહાનિ અને અનંતગુણહાનિ; જેનું સ્વરૂપ શ્રી વીતરાગદેવ અવાસ્ગોચર કહે છે.
દરેક પદાર્થમાં આ ષટચક્ર સતતપણે ચાલ્યા જ કરતું હોય છે. તે પર્યાયમાં પરિવર્તન થાય છે, તેને દર્શાવે છે. આ વાત વાણીથી કહી શકાય તેમ નથી તે તો અનુભવી શકાય, અનુભવથી સમજી શકાય.
૧૭૭
(૨૧૩) આકાશના પ્રદેશની શ્રેણી સમ છે. વિષમમાત્ર એક પ્રદેશની વિદિશાની શ્રેણી છે. સમશ્રેણિ છ છે, અને તે બે પ્રદેશી છે. પદાર્થમાત્રનું ગમન સમશ્રેણિએ થાય છે. વિષમ શ્રેણિએ થતું નથી. કારણ કે આકાશના પ્રદેશની સમશ્રેણિ છે. તેમ જ પદાર્થમાત્રમાં અગુરુલઘુ ધર્મ છે. તે ધર્મે કરીને પદાર્થ વિષમશ્રેણિએ ગમન નથી કરી શકતા.
(૨૧૪) ચક્ષુઈન્દ્રિય સિવાય બીજી ઈન્દ્રિયોથી જે જાણી શકાય તેનો જાણવામાં સમાવેશ થાય છે.
(૨૧૫) ચક્ષુન્દ્રિયથી જે દેખાય છે તે પણ જાણવું છે. જ્યાં સુધી સંપૂર્ણ જાણવા દેખવામાં ના આવે ત્યાં સુધી જાણવાપણું અધૂરું ગણાય; કેવળજ્ઞાન ન ગણાય.
(૨૧૬) ત્રિકાળ અવબોધ ત્યાં સંપૂર્ણ જાણવાનું થાય છે.
(૨૧૭) ભાસન શબ્દમાં જાણવા અને દેખવા બન્નેનો સમાવેશ થાય છે.
(૨૧૮) કેવળજ્ઞાન છે તે આત્મપ્રત્યક્ષ છે અથવા અતીદ્રિય છે. અંધપણું છે તે ઈન્દ્રિય વડે દેખવાનો વ્યાઘાત છે. તે વ્યાઘાત અતીદ્રિયને નડવા સંભવ નથી.
ચાર ઘનઘાતી કર્મ નાશ પામે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. તે ચાર ઘનઘાતીમાં એક દર્શનાવરણીય છે. તેની ઉત્તર પ્રકૃતિમાં એક ચક્ષુદર્શનાવરણીય છે. તે ક્ષય થયા બાદ કેવળજ્ઞાન ઊપજે. અથવા જન્માંધપણાનું કે અંધપણાનું આવરણ ક્ષય થયેથી કેવળજ્ઞાન ઊપજે.
અચક્ષુદર્શન આંખ સિવાયની બીજી ઈન્દ્રિયો અને મનથી થાય છે. તેનું પણ જ્યાં સુધી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org