________________
સ્વાધ્યાય સુધા
૧૭૯
(૨) “આત્માનો સ્વભાવ તે ધર્મ'-આત્માની શાંત-સ્વભાવ દશા તેમાં રહેવું તે ધર્મ.
(૩) “સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે તે ધર્મ-ઉદયને અનુલક્ષીને પરભાવ તરફ ખેંચાણ થાય, ખેંચાઈ જવાય તો કર્મબંધન થાય, પણ તે ઉદય સમયે “સ્વભાવમાં જ ધરી રાખે તે ધર્મ.
(૪) “પરભાવ વડે કરીને આત્માને દુર્ગતિએ જવું પડે તે ન જવા દેતાં સ્વભાવમાં ધારી રાખે તે ધર્મ-કર્મના ઉદય વખતે જે પરિણામો ઊભા થાય તે ભાવો કયાં તો ઊભા જ ન થાય અથવા ન થવા દેતાં સ્વભાવમાં ધરી રાખે તેનું નામ ધર્મ
(૫) “સમ્યક શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ; ત્યાં બંધનો અભાવ છે.' સદેવગુરુ-ધર્મનું શ્રદ્ધાન, તેનું યથાવત જાણપણું અને તે પ્રકારે વિચારણા કરતાં કરતાં સ્વરૂપમાં રહેવું તેને ધર્મ કહ્યો છે. જ્યાં સુધી જીવ આ ભાવમાં રહે ત્યાં સુધી સ્વભાવમાં રહેલો કહેવાય અને વિભાવરૂપ ઉદયને કારણે નવા કર્મનું બંધન ન થાય કારણ કે સ્વભાવને કારણે કષાયની ગેરહાજરી છે.
(૬) સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યફચારિત્ર એ રત્નત્રયીને શ્રી તીર્થંકરદેવ ધર્મ કહે છે.”-રત્નત્રયી રૂપ સ્થિતિ હોય તે સ્વભાવમાં રહેલો છે. અને જ્યાં સુધી સ્વભાવમાં રહેલો હોય ત્યાં સુધી વિભાવરૂપ ઉદયની સામે આત્માની જાગૃતિરૂપ દશા હોય તેથી નવા કર્મનું બંધન ન થાય. આ સ્થિતિ ધર્મ ધર્મરૂપે પરિણમ્યો છે તેની ખાતરી આપે છે. રત્નત્રયીમય રહેવું તેને શ્રી તીર્થંકરદેવ ધર્મ કહે છે.
(૭) “પદ્રવ્યનું શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ.”-જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ. આ છ દ્રવ્યનું શ્રદ્ધાન તે સમ્યત્વ અને તેનું યથાર્થ જ્ઞાન તે સમ્યકજ્ઞાન અને હેય-ઉપાદેયનો વિવેક કરી આત્મદ્રવ્યના સ્વરૂપનું શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણ કરવું તે ધર્મ. જે જીવને મોક્ષમાર્ગમાં આગળ વધારે.
(૮) “જે સંસારપરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે તે ધર્મ.”-જેના વડે સંસાર પરિભ્રમણમાંથી છૂટી શકાય અને આત્મિક સુખમાં ટકાવી રાખે તે ધર્મ. નવા કર્મનું બંધન ન થવા દે તે ધર્મ કહેવાય.
(૯) “આત એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર.”-આપ્ત એટલે સર્વજ્ઞ-સર્વદર્શી, પૂર્ણ વીતરાગ અથવા વાણી દ્વારા દરેક પદાર્થના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર તે આત.
(૧૦) “આગમ એટલે આતે કહેલા પદાર્થની શબ્દ દ્વારા એ કરી રચનારૂપ શાસ્ત્ર.”આતના વચનો જેમાં સંગ્રહિત છે તેને આગમ કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org