________________
સ્વાધ્યાય સુધા
૧૮૯
પ્રગટ કરતો જાય છે તેમ તેમ જ્ઞાનની તારભ્યતા વધતી જાય છે. માટે આત્માની શાંતદશા પ્રગટાવવાનો પુરુષાર્થ કરવો એ જ શ્રેયનું કારણ છે. જેમ જેમ શાંતદશા પ્રગટ થતી જશે તેમ તેમ જ્ઞાનની તારતમ્સ વધતી જશે અને યથાર્થપણે આગળ વધવાનો માર્ગ મોકળો થતો જશે.
(૮) પર્યાયનું સ્વરૂપ સમજાવવા અર્થે શ્રી તીર્થંકરદેવે ત્રિપદ (ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય) સમજાવ્યાં છે.
(૯) દ્રવ્ય ધ્રુવ, સનાતન છે. (૧૦) પર્યાય ઉત્પાદવ્યયવંત છે. ૮,૯, ૧૦-ત્રિપદી ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સમજાવેલ છે.
(૧૧) છયે દર્શન એક જૈનદર્શનમાં સમાય છે. તેમાં પણ જૈન એક દર્શન છે. બૌદ્ધક્ષણિકવાદી=પર્યાયરૂપે “સ” છે. વેદાંત સનાતન=દ્રવ્યરૂપે “સત્ છે. ચાર્વાક નિરીશ્વરવાદી જ્યાં સુધી આત્માની પ્રતીતિ થઈ નથી ત્યાં સુધી તેને ઓળખવારૂપે “સત્ છે.
છ દર્શનની સમજણ સંક્ષેપમાં જણાવી છે.
(૧૨) જીવ પર્યાયના બે ભેદ છે - સંસારપર્યાય અને સિદ્ધપર્યાય. સિદ્ધપર્યાય સો ટચના સોના તુલ્ય છે અને સંસારપર્યાય કથીરસહિત સોનાતુલ્ય છે.
જીવના પર્યાય સમજાવી સિદ્ધ પર્યાય એ ઉપાદેય છે તેમ જણાવે છે. (૧૩) વ્યંજનપર્યાય. “વ્યંજનપર્યાય”-વસ્તુના પ્રદેશત્વગુણની અવસ્થાઓ. (૧૪) અર્થપર્યાય. “અર્થપર્યાય”-વસ્તુના પ્રદેશત્વ સિવાયના ગુણની અવસ્થાઓ.
(૧૫) વિષયનો નાશ (વેદનો અભાવ) ક્ષાયિકચારિત્રથી થાય છે. ચોથે ગુણસ્થાનકે વિષયની મંદતા હોય છે; ને નવમા ગુણસ્થાનક સુધી વેદનો ઉદય હોય છે.
(૧૬) જે ગુણ પોતાને વિષે નથી તે ગુણ પોતાને વિષે છે એમ જે કહે અથવા મનાવે તે મિથ્યાદેષ્ટિ જાણવા.
૧૫,૧૬-સરળપણે સમજાય તેમ છે તેથી વિશ્લેષણ કરેલ નથી. (૧૭) જિન અને જૈન શબ્દનો અર્થ :
“ઘટ ઘટ અંતર્ જિન બસે, ઘટ ઘટ અંતર્ જૈન; મત મદિરાકે પાનસે, મતવારા સમજૈ ન.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org