________________
સ્વાધ્યાય સુધા
૧૮૭ ઉદયના પ્રકાર અને વિશ્લેષણ માટે વ્યા.સા. ૧/૧૬૯માંથી ઉદય વિષેનું વિશ્લેષણ વાંચવું. (૭) આયુષ્યકર્મનો બંધ પ્રકૃતિ વિના થતો નથી; પણ વેદનીયનો થાય છે.
આયુષ્ય કર્મનો બંધ મોહનીય કર્મની પ્રકૃતિની હાજરીમાં થાય છે. જયારે વેદનીયનો તો મોહનીયની પ્રકૃતિની હાજરી ન હોય તો પણ થાય.
(૮) આયુષ્યપ્રકૃતિ એક જ ભવમાં વેદાય છે.બીજી પ્રકૃતિઓ તે ભવમાં વેદાય અને અન્ય ભવમાં પણ વેદાય.
(૯) જીવ જે ભવની આયુષ્યપ્રકૃતિ ભોગવે છે તે આખા ભવની એક જ બંધપ્રકૃતિ છે. તે બંધપ્રકૃતિનો ઉદય આયુષ્યની શરૂઆત થઈ ત્યારથી ગણાય. આ કારણથી તે ભવની આયુષ્યપ્રકૃતિ ઉદયમાં છે તેમાં સંક્રમણ, ઉત્કર્ષ, અપકર્ષાદિ થઈ શકતાં નથી.
(૧૦) આયુષ્યકર્મની પ્રકૃતિ બીજા ભવમાં ભોગવાતી નથી.
૮,૯, ૧૦-ના વિશ્લેષણ માટે આયુષ્યકર્મ વિષે વ્યા.સા.૧/૬૩-૬૪માં આપેલ છે ત્યાંથી જુઓ.
(૧૧) ગતિ, જાતિ, સ્થિતિ, સંબંધ, અવગાહ (શરીરપ્રમાણ) અને રસ અમુક જીવે અમુક પ્રમાણમાં ભોગવવાં તેનો આધાર આયુષ્યકર્મ ઉપર છે. જેમ કે, એક માણસની સો વર્ષની આયુઃકર્મ પ્રકૃતિનો ઉદય વર્તે છે, તેમાંથી તે એંસીમે વર્ષે અધૂરે આયુષ્ય મરણ પામે તો બાકીનાં વશ વર્ષ ક્યાં અને શી રીતે ભોગવાય ? બીજા ભવમાં ગતિ, જાતિ, સ્થિતિ, સંબંધાદિ નવેસરથી છે; એકાશીમા વર્ષથી નથી; તેથી કરીને આયુષ્યની ઉદયપ્રકૃતિ અધવચથી ત્રુટી શકે નહીં. જે જે પ્રકારે બંધ પડ્યો હોય, તે તે પ્રકારે ઉદયમાં આવવાથી કોઈની નજરમાં કદાચ આયુષ્ય તૂટવાનું આવે; પરંતુ તેમ બની શકતું નથી.
આયુષ્યકર્મ માટે વધારે વાંચો વ્યા.સા.૧/૬૩-૬૪ના વિશ્લેષણમાંથી.
(૧૨) સંક્રમણ, અપકર્ષ, ઉત્કર્ષાદિ કરણનો નિયમ આયુકર્મવર્ગણા સત્તામાં હોય ત્યાં સુધી લાગુ થઈ શકે; પણ ઉદયની શરૂઆત થયા પછી લાગુ થઈ શકે નહીં.
આ બધા માટે જુઓ વ્યા.સા.૧/૧૬૯નું વિશ્લેષણ.
(૧૩) આયુકર્મ પૃથ્વી સમાન છે; અને બીજાં કર્મો ઝાડ સમાન છે. (જો પૃથ્વી હોય તો ઝાડ હોય.)
આયુષ્ય કર્મ, ઝાડ માટે પૃથ્વીની જરૂર પડે છે, તેમ શરીર ધારણ કરવા જરૂર પડે છે.
(૧૪) આયુષ્યના બે પ્રકાર છે: (૧) સોપક્રમ અને (૨) નિરુપક્રમ. આમાંથી જે પ્રકારનું બાંધ્યું હોય તે પ્રકારનું ભોગવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org