________________
૧૮૬
સ્વાધ્યાય સુધા જાય છે. બન્નેના દષ્ટાંત આપ્યા છે. જે પરમાણુ શક્તિ અને ચૈતન્યની શક્તિમાં વધારો થતો જણાવનાર છે.
મોરબી, અષાડ સુદ-૬, ભોમ, ૧૯૫૬ (૧) ક્ષયોપશમસમ્યકત્વને વેદકસમ્યકત્વ પણ કહેવામાં આવે છે. પરંતુ ક્ષયોપશમમાંથી ક્ષાયિક થવાના સંધિના વખતનું જે સમ્યકત્વ તે વાસ્તવિક રીતે વેદકસભ્યત્વ છે.
(૨) પાંચ સ્થાવર એકેન્દ્રિય બાદર છે, તેમ જ સૂક્ષ્મ પણ છે. નિગોદ બાદર છે તેમ સૂક્ષ્મ છે. વનસ્પતિ સિવાય બાકીના ચારમાં અસંખ્યાત સૂક્ષ્મ કહેવામાં આવે છે. નિગોદ સૂક્ષ્મ અનંત છે; અને વનસ્પતિના સૂક્ષ્મ અનંત છે; ત્યાં નિગોદમાં સૂક્ષ્મ વનસ્પતિ ઘટે છે.
(૧), (૨)ની સમજણ સરળતાથી સમજી શકાય તેમ છે તેથી વિશ્લેષણ કરવાની જરૂર જણાતી નથી.
(૩) શ્રી તીર્થકર અગિયારમું ગુણસ્થાનક સ્પર્શે નહીં; તેમ જ પહેલું, બીજું તથા ત્રીજું પણ ન સ્પર્શે.
તીર્થકરના જીવને જન્મ સાથે જ ક્ષાયિક સમ્યક્ત્વ છે. મતિ, શ્રુત અને અવધિજ્ઞાન પણ પ્રગટ રહેલું છે. તેથી તેઓ જન્મતાંની સાથે ચોથા ગુણસ્થાનકે હોય છે. તેથી પ્રથમ, બીજું અને ત્રીજું ગુણસ્થાનક સ્પર્શે નહીં તેમજ ક્ષાયિક સમ્યક્દર્શન હોવાથી જ્યારે તેઓ શ્રેણી માંડે ત્યારે ક્ષેપક શ્રેણી જ હોય. અને ક્ષેપક શ્રેણીમાં ૧૧મું ગુણસ્થાનક સ્પર્શવાનું આવતું નથી. કારણ કે તે તો ઉપશમ શ્રેણીવાળાને સ્પર્શવાનું આવે છે અને પડવાઈ થાય છે. જ્યારે તીર્થકરનો જીવ તો ક્ષાયિક સમ્યકત્વવાળો હોવાથી શ્રેણી પણ “ક્ષપક' જ હોય છે.
(૪) વર્ધમાન, હીયમાન અને સ્થિતિ એવી જે ત્રણ પરિણામની ધારા છે તેમાં હીયમાન પરિણામની ધારા સમ્યકત્વઆશ્રયી (દર્શનઆશ્રયી) શ્રી તીર્થંકરદેવને ન હોય; અને ચારિત્રઆશ્રયી ભજના.
શ્રી તીર્થકરના આત્માને જન્મતાંની સાથે ક્ષાયિક સમ્યકત્વ હોય છે અને મતિ, શ્રુત, અવધિજ્ઞાન પણ પ્રગટપણે રહેલાં છે. ક્ષાયિક સમ્યક્ત્વ હોવાથી આત્યંતર તો સમ્યક ચારિત્ર છે, પણ બાહ્યથી ગૃહવાસમાં છે ત્યાં સુધી બાહ્ય ચારિત્ર એટલે બાહ્યથી સર્વસંગ પરિત્યાગ નથી એ અપેક્ષાએ ચારિત્ર આશ્રયી ભજના કહેવામાં આવી છે.
(૫) ક્ષાયિકચારિત્ર છે ત્યાં મોહનીયનો અભાવ છે; અને જ્યાં મોહનીયનો અભાવ છે ત્યાં પહેલું, બીજું, ત્રીજુ અને અગિયારમું એ ચાર ગુણસ્થાનકના સ્પર્શપણાનો અભાવ છે.
(૬) ઉદય બે પ્રકારનો છે. એક પ્રદેશોદય; અને બીજો વિપાકોદય. વિપાકોદય બાહ્ય (દેખીતી) રીતે વેચાય છે; અને પ્રદેશોદય અંદરથી વેદાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org