________________
૧૮૪
સ્વાધ્યાય સુધા
અન્યત્વ', ભાવના ના ચિંતનમાં ચડડ્યા અને તેમાંથી ક્ષપક શ્રેણી શરૂ થઈ જતાં ! કેવળજ્ઞાન-દર્શન પામી ગયા. તેથી તેઓએ ચક્રવર્તી પણાને છોડી સર્વસંગ પરિત્યાગ કર્યો અને આયુષ્ય ક્ષય થતાં મોક્ષે પધાર્યા.
(૧૧) સગર ચક્રવર્તીની કથા. (૬૦,૦૦૦ પુત્રોના મૃત્યુના શ્રવણથી વૈરાગ્ય)
સગર ચક્રવર્તી આ અવસર્પિણી કાળમાં થઈ ગયા. તેઓને ૬૦,000 પુત્રો હતાં. એકવાર બધા પુત્રો જંગલમાં રમવા-ફરવા નીકળ્યા હતા. ત્યાં તેમણે એક ઋષિને ધ્યાન મગ્ન જોયા. તેઓને ઋષિની મશ્કરી કરવાનું સૂઝયું. જેના કારણે ઋષિના ધ્યાનમાં વિક્ષેપ પડ્યો અને ધ્યાનભંગ થતાં બહાર આવતાં એકાએક ક્રોધ ભભૂકી ઊઠ્યો અને મુખમાંથી અગ્નિની જવાળા (તેજાલેશ્યા) બહાર આવી અને સગર ચક્રવર્તીના બધા પુત્રોને બાળી નાખ્યા. આ સમાચાર સગર ચક્રવર્તીને મળતાં સંસાર પ્રત્યે વૈરાગ્ય પ્રગટ થયો અને ચક્રવર્તીપણું છોડીને સર્વસંગ પરિત્યાગ કરીને સાધનામાં લાગી ગયા. તેના ફળ સ્વરૂપ કેવળજ્ઞાન-દર્શન પ્રાપ્ત કરી સિદ્ધગતિએ પહોંચ્યા.
(૧૨) નમિરાજર્ષિની કથા. (મિથિલા બળતી દેખાડી વગેરે.)
આ કથા ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૯માં આપવામાં આવી છે. નમિ રાજર્ષિ અને દેવના સંવાદ દ્વારા તેઓની નિર્લેપતા કેવી હતી, સંસારભાવ પ્રત્યે કેવા ઉદાસીન હતા તેનું વર્ણન છે. તેઓ કેવા સંસારભાવથી અસંગ થયેલા હતા તે પણ જણાવ્યું છે. અંતે તેઓ નિર્વાણને પામ્યા હતા. ૫.કૃ.દેવે પણ આ કથા “એકત્વ ભવના'માં દર્શાવીને કેવું એકત્વપણું સાધ્યું હતું તે જણાવ્યું છે. આધ્યાત્મિક સાધક માટે આ ત્રણે કથાઓ- પ્રેરણારૂપ બનવી જોઈએ.
મોરબી, અષાડ સુદ-૫, સોમ, ૧૯૫૬ (૧) જેન એ આત્માનું સ્વરૂપ છે. તે સ્વરૂપ (ધર્મ)ને પ્રવર્તાવનાર પણ મનુષ્ય હતા. જેમ કે, વર્તમાન અવસર્પિણીકાળમાં ઋષભાદિ પુરુષો તે ધર્મ પ્રવર્તાવનાર હતા. બુદ્ધાદિક પુરુષો પણ તે તે ધર્મના પ્રવર્તાવનાર જાણવા. આથી કરી કંઈ અનાદિ આત્મધર્મનો વિચાર નહોતો એમ નહોતું.
(૨) આશરે બે હજાર વર્ષ ઉપર જૈન યતિ શેખરસૂરિ આચાર્યો વેશ્યને ક્ષત્રિય સાથે ભેળવ્યા.
(૩) “ઓસવાળ' તે “ઓરપાક' જાતના રજપૂત છે.
(૧), (૨), (૩)ની સમજણ યથાર્થ સમજાય તેમ હોવાથી વિશ્લેષણની જરૂરીયાત નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org