________________
૧૮૮
સ્વાધ્યાય સુધા આયુષ્ય વિષે વધારે વાંચો વ્યા.સા. ૧/૬૩-૬૪ના વિશ્લેષણમાંથી
(૧૫) ઉપશમ સમ્યકત્વ ક્ષયોપશમ થઈ ક્ષાયિક થાય; કારણ કે ઉપશમમાં જે પ્રકૃતિઓ સત્તામાં છે તે ઉદય આવી ક્ષય થાય.
સમજાય તેમ છે, વિચારો.
(૧૬) ચક્ષુ બે પ્રકારે : (૧) જ્ઞાનચક્ષુ અને (૨) ચર્મચક્ષુ. જેમ ચર્મચક્ષુ વડે એક વસ્તુ જે સ્વરૂપે દેખાય છે તે વસ્તુ દૂરબીન તથા સૂક્ષ્મદર્શકાદિ યંત્રોથી જુદા જ સ્વરૂપે દેખાય છે; તેમ ચર્મચક્ષુ વડે જે સ્વરૂપ દેખાય છે તે જ્ઞાનચક્ષુ વડે કોઈ જુદા જ સ્વરૂપે દેખાય; ને તેમ કહેવામાં આવે તે આપણે પોતાના ડહાપણે, અહંપણે ન માનવું તે યોગ્ય નથી. સરળ હોવાથી સમજાવવાની જરૂર જણાતી નથી.
૪.
મોરબી, અષાડ સુદ-૭, બુધ ૧૫૬ (૧) શ્રીમાન કુંદકુંદાચાર્યે અષ્ટપાહુડ (અષ્ટપ્રાકૃત) રચેલ છે. પ્રાભૃતભેદ : દર્શનપ્રાભૃત, જ્ઞાનપ્રામૃત, ચારિત્રપ્રાભૃત, ભાવપ્રાભૃત, ઈત્યાદિ. દર્શનપ્રાભૃતમાં જિનભાવનું સ્વરૂપ બતાવ્યું છે.
શાસ્ત્રકર્તા કહે છે કે અન્ય ભાવો અમે, તમે અને દેવાધિદેવ સુધ્ધાંએ પૂર્વે ભાવ્યા છે, અને તેથી કાર્ય સર્યું નથી, એટલા માટે જિનભાવ ભાવવાની જરૂર છે. જે જિનભાવ શાંત છે, આત્માનો ધર્મ છે, અને તે ભાબેથી જ મુક્તિ થાય છે.
(૨) ચારિત્રપ્રાભૃત.
(૩) દ્રવ્ય અને તેના પર્યાય માનવામાં નથી આવતાં ત્યાં વિકલ્પ થવાથી ગૂંચવાઈ જવું થાય છે. પર્યાય નથી માનેલા તેનું કારણ તેટલે અંશે નહીં પહોંચવાનું છે.
(૪) દ્રવ્યના પર્યાય છે એમ સ્વીકારવામાં આવે છે ત્યાં દ્રવ્યનું સ્વરૂપ સમજવામાં વિકલ્પ રહેતો હોવાથી ગૂંચવાઈ જવું થાય છે, અને તેથી જ રખડવું થાય છે.
| (૫) સિદ્ધપદ એ દ્રવ્ય નથી, પણ આત્માનો એક શુદ્ધ પર્યાય છે. તે પહેલાં મનુષ્ય વા દેવ હતો ત્યારે તે પર્યાય હતો, એમ દ્રવ્ય શાશ્વત રહી પર્યાયાંતર થાય છે.
૧,૨,૩,૪,૫–સરળપણે સમજાય તેમ છે તેથી વિશ્લેષણ કર્યું નથી. (૬) શાન્તપણું પ્રાપ્ત કરવાથી જ્ઞાન વધે છે.
(૭) આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગીનું જ્ઞાન જાણતાં ઘણો વખત જાય. જ્યારે એક માત્ર શાંતપણું સેવ્યાથી તરત પ્રાપ્ત થાય છે.
૬,૭ શાંતપણું-શાંતદશા એ આત્માની શુદ્ધ અવસ્થા છે. જેમ જેમ આત્મા શાંતદશાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org