________________
૧૯૪
સ્વાધ્યાય સુધા
(૫) જ્ઞાનીએ નિરૂપણ કરેલાં તત્ત્વોનો યથાર્થ બોધ થવો તે “સમ્યજ્ઞાન.'
નવ તત્ત્વોનો જ્ઞાની પાસેથી યથાર્થ બોધ થવો તે “સમ્યકજ્ઞાન.' એટલે કે જેમ છે તેમ સમજાવા અને તે રૂપ પરિણમન કરવું. તેમનું હેય રૂપે, ઉપાદેયને ઉપાદેયરૂપે.
(૬) જીવ, અજીવ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ એ તત્ત્વો છે. અત્રે પુણ્ય, પાપ આસ્રવમાં ગણેલાં છે.
અહીંયા સાત તત્ત્વો કહ્યા છે. પુણ્ય-પાપને આસ્રવમાં ભેગા ગણેલા છે માટે, તે તત્ત્વોની વ્યાખ્યા : વ.પત્રાંક-૭૬૬ (૨)માંથી સમજવા પુરુષાર્થ કરવો.
(૭) જીવના બે ભેદ :- સિદ્ધ અને સંસારી.
સિદ્ધ : સિદ્ધને અનંતજ્ઞાન, દર્શન, વીર્ય, સુખ એ સ્વભાવ સમાન છે; છતાં અનંતર પરંપર થવારૂપે પંદર ભેદ આ પ્રમાણે કહ્યાં છે :- (૧) તીર્થ. (૨) અતીર્થ. (૩) તીર્થકર. (૪) અતીર્થકર. (૫) સ્વયંબુદ્ધ. (૬) પ્રત્યેકબુદ્ધ. (૭) બુદ્ધબોધિત. (૮) સ્ત્રીલિંગ. (૯) પુરુષલિંગ. (૧૦) નપુંસકલિંગ. (૧૧) અન્યલિંગ. (૧૨) જૈનલિંગ. (૧૩) ગૃહસ્થલિંગ. (૧૪) એક. (૧૫) અનેક.
સંસારી : સંસારી જીવો એક પ્રકારે, બે પ્રકારે ઈત્યાદિ અનેક પ્રકારે કહ્યા છે. એક પ્રકારે : સામાન્યપણે “ઉપયોગ' લક્ષણે સર્વ સંસારી જીવો છે.
બે પ્રકારે : ત્રસ, સ્થાવર અથવા વ્યવહારરાશિ, અવ્યવહારરાશિ. સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી એક વખત ત્રયપણું પામ્યા છે તે વ્યવહારરાશિ.” પાછા તે સૂક્ષ્મ નિગોદમાં જાય તોપણ તે “વ્યવહારરાશિ'. અનાદિકાળથી સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી કોઈ દિવસ ત્રપણું પામ્યા નથી તે “અવ્યવહારરાશિ.'
ત્રણ પ્રકારે સંયત, અસંયત અને સંયતાસંયત અથવા સ્ત્રી, પુરુષ અને નપુસંક. ચાર પ્રકારે : ગતિ અપેક્ષાએ–નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ. પાંચ પ્રકારે ઈન્દ્રિય અપેક્ષાએ-એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધી એમ પાંચ પ્રકારે. છ પ્રકારે : પૃથ્વી, અમ્, તેજસુ, વાયુ, વનસ્પતિ અને ત્રસ.
સાત પ્રકારે : કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પધ, શુક્લ અને અલેશી. (ચૌદમા ગુણસ્થાનકવાળા લેવા પણ સિદ્ધ ન લેવા, કેમકે સંસારી જીવની વ્યાખ્યા છે.)
આઠ પ્રકારે : અંડજ, પોતજ, જરાયુજ, સ્વેદજ, રસજ, સંમૂછન, ઉભિજ અને ઉપપાદ. (ઉત્પન્ન થવાના પ્રકારો)
અંડજ : ઇંડાથી જેનો જન્મ થાય છે તે – પક્ષીઓ આદિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org