________________
૧૯૦
સ્વાધ્યાય સુધા
- જિન એટલે જેમણે આત્માના આંતરિક શત્રુઓનો નાશ કર્યો છે તેવો આત્મા અને શુદ્ધ આત્મદશારૂપ જિન છે. તે શાંતદશા પામવા સારૂ જે પરિણતિ-પરિણામ અથવા અનુકરણ કે માર્ગ તેનું નામ જૈન. એટલે કે દરેકના હૃયમાં જિન જેવો જ આત્મા હોવા છતાં ધર્મના મતપંથરૂપી દારૂ પીધો હોવાથી મતાગ્રહીઓ સમજતા નથી અને યથાર્થ આચરણ પણ કરતા નથી.
(૧૮) સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે; આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. તે પદર્શનમાં સમાય છે, અને તે પદર્શન જૈનમાં સમાય છે. - સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે. પણ આ વાત સમજાય તો કામ થાય. જેમ છે તેમ આત્મસ્વરૂપ જણાય તે સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પોથી રહિત થાય તે સમાઈ જવું છે. દ્વાદશાંગી પણ આ જ વાત સમજાવવા માટે ઉપદેશેલી છે. એમાં જ્ઞાનીઓને વિકલ્પ નથી. પણ આપણને જ્ઞાનીઓની વાતો સમજાતી નથી કે આપણે તેને સમજવાનો પુરુષાર્થ કરતા નથી. એ જ મુશ્કેલી છે. તેથી સંસારનું પરિભ્રમણ અટકતું નથી. તે પર્દર્શન જૈન દર્શનમાં સમાયેલ છે.
(૧૯) વીતરાગનાં વચનો વિષયનું વિરેચન કરાવનારાં છે.
વીતરાગના વચનો છે. તેના પર સુવિચારણા કરીએ તો આપણામાં રહેલા-વિષય સેવનના ભાવો મનમાંથી હટવા માંડે છે, નીકળવા માંડે છે. એટલે વિરેચન કરાવનાર છે તેમ કહ્યું.
(૨૦) જૈનધર્મનો આશય, દિગંબર તેમ જ શ્વેતાંબર આચાર્યોનો આશય, ને દ્વાદશાંગીનો આશય માત્ર આત્માનો સનાતન ધર્મ પમાડવાનો છે, અને તે જ સારરૂપ છે. આ વાતમાં કોઈ પ્રકારે જ્ઞાનીઓનો વિકલ્પ નથી. તે જ ત્રણે કાળના જ્ઞાનીઓનું કહેવું છે, હતું અને થશે; પણ તે નથી સમજાતું એ જ મોટી આંટી છે.
(૨૧) બાહ્ય વિષયોથી મુક્ત થઈ જેમ જેમ તેનો વિચાર કરવામાં આવે તેમ તેમ આત્મા અવિરોધી થતો જાય; નિર્મળ થાય. ૨૦, ૨૧–સરળતાથી સમજાય તેમ છે, તેથી વિશ્લેષણ કરેલ નથી. (૨૨) ભંગજાળમાં પડવું નહીં. માત્ર આત્માની શાંતિનો વિચાર કરવો ઘટે છે.
ભેદ-પ્રભેદમાં ગૂંચવાઈ ન જતાં જે ભાવોને ધારણ કરવાથી આત્મા શાંત પરિણામને પામે, પામતો જાય, શાંતિને અનુભવતો જાય તેનો જ વિચાર કરવો અને આત્માની શાંતિને પ્રાપ્ત કરવા તરફ આગળ વધવું.
(૨૩) જ્ઞાનીઓ જોકે વાણિયા જેવા હિસાબી (સૂમપણે શોધન કરી તત્ત્વો સ્વીકારનારા) | છે, તોપણ છેવટે લોક જેવા લોક (એક સારભૂત વાત પકડી રાખનાર) થાય છે, અર્થાત્ છેવટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org