________________
૧૮૨
સ્વાધ્યાય સુધા
છબી એટલે જેને કેવળજ્ઞાન પ્રગટ નથી થયું છે. એટલે કે ઘાતકર્મો અને અઘાતી કર્મોના આવરણ સહિતનો જીવાત્મા. એટલે છબીને આવરણયુક્ત કહ્યો છે.
(૬) શૈલેશીકરણ=શૈલ=પર્વત-ઈશ=મોટા; એટલે પર્વતોમાં મોટા મેરુ જેવા અકંપ ગુણવાળા.
જે જીવના યોગના પરિણામ વર્ધમાન હીયમાન ન થયા કરે, તેમજ સંપૂર્ણ સ્થિરઅચળ રહે અને તે પણ મેરુપર્વતની જેમ અચળપણે-કોઈપણ પ્રકારની યોગની ચંચળતા વગરની સ્થિતિ. જે જીવ નિર્માણ પામવાનો હોય, તે જીવને આ સ્થિતિ પ્રગટે છે અને પછી સિદ્ધ બની જાય છે.
(૭) અકંપ ગુણવાળા મન, વચન, કાયાના યોગની સ્થિરતાવાળા.
અકંપ ગુણવાળા એટલે કે યોગના પરિણામ એકસરખા કંપનરહિત રહે તેવા જ્ઞાનીઓ કે જેમણે સંસારભાવને તોડ્યો છે અને આત્મિક સંપત્તિને પ્રગટ કરીને સંપૂર્ણતા તરફ આગળ વધી રહ્યા છે તેવા. .
(૮) મોક્ષમાં આત્માના અનુભવનો જો નાશ થતો હોય તો તે મોક્ષ શા કામનો ?
મોક્ષ એટલે આત્મા પોતે વિભાવભાવથી રહિત અને સંપૂર્ણ સ્વભાવના પરિણામવાળો-(સ્થિર પરિણામવાળો). પોતાનો અનુભવ એટલે શુદ્ધ આત્માની અપરોક્ષપણે સ્થિતિ પ્રગટ થવી તે. અનુભવમાં આત્મા પોતાની મૂળ શાંતદશાને-તેના સુખનું વેદન કરતો રહે છે, અવ્યાબાધ આનંદનું વદન રહ્યા કરે છે. પ.કૃ.દેવ. મોક્ષની વ્યાખ્યા કરતા કહે છે કે : સર્વ બંધનથી મુક્ત થવું અથવા સર્વબંધનથી મુક્તિ-તે મોક્ષ. (૫.-૯૭) પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ રૂપ સમસ્ત કર્મોના સંબંધના સર્વથા નાશરૂપ લક્ષણવાળો તથા જે સંસારનો પ્રતિપક્ષી છે તે મોક્ષ છે. આ વ્યતિરેક પ્રઘાનતાથી મોક્ષનું સ્વરૂપ અને વીર્યાદિ ગુણ સહિત તથા સંસારનાં કલેશો રહિત ચિદાનંદમયી આત્યંતિક અવસ્થાને સાક્ષાત્ મોક્ષ કહે છે. આ અન્વયે પ્રઘાનતાથી મોક્ષનું સ્વરૂપ કહ્ય, (પ.-૧૦૨). રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી (૫.-૧૪૬). જે ક્રોધાદિ અજ્ઞાનભાવમાં, દેહાદિમાં, આત્માને પ્રતિબંધ છે તેથી સર્વથા નિવૃત્તિ થવી, મુક્તિ થવી તેને મોક્ષપદ જ્ઞાનીઓએ કહ્યું છે (પ.-પ૩૦). સહજ સ્વરૂપે સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે. (પ.-૬૦૯)
રોકે જીવ સ્વચ્છેદ તો, પામે અવશ્ય મોક્ષ;
પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ (આ.સિ.-૧૫) જીવ અનાદિકાળથી પોતાના ડહાપણે અને પોતાની ઈચ્છાએ ચાલ્યો છે, એનું નામ સ્વચ્છેદ' છે. જો તે સ્વચ્છંદને રોકે તો જરૂર તે મોક્ષને પામે; અને એ રીતે ભૂતકાળ અનંત જીવ મોક્ષ પામ્યા છે. એમ રાગ, દ્વેષ અને અજ્ઞાન-એમાંનો એકકે દોષ જેને વિષે નથી એવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org