________________
૧૮૧
સ્વાધ્યાય સુધા નિર્દોષ, કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત થયેલું હોવાથી સર્વજ્ઞ છે. પોતાનું હિત થયેલું હોવાથી બીજાને હિતનો ઉપદેશ આપનારા છે.
વ્યાખ્યાનમાર-ર
૧. મોરબી, અષાડ સુદ-૪, રવિ, ૧૯૫૬ સં. ૧૯૫૬ના અસાડ-શ્રાવણમા શ્રીમની મોરબીમાં સ્થિતિ હતી તે પ્રસંગે વખતોવખત કરેલ ઉપદેશનો સાર તથા પુછાયેલા પ્રશ્નોના સમાધાનની સંક્ષિપ્ત નોંધ એક મુમુક્ષુ શ્રોતાએ કરેલ તે અત્રે આપીએ છીએ.
(૧) જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હોય છે; એકલા ન હોય.
સમ્યજ્ઞાનની પ્રાપ્તિ માટે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોવો જરૂરી છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય એટલે સમ્યક્ પ્રકારે સાંસારિક પદાર્થો પ્રત્યે અનાસક્તિ ભાવ. તેમજ જ્ઞાન હોય તો જ વૈરાગ્ય હોય. આમ બન્ને એકબીજા સાથે અવિનાભાવી સંબંધવાળા છે. એટલે કે જ્ઞાન હોય તો વૈરાગ્ય હોય જ-આ વિધેયાત્મકપણે વાત કહેવાય.
(૨) વૈરાગ્ય શૃંગાર સાથે ન હોય, અને શૃંગાર સાથે વૈરાગ્ય ન હોય.
વૈરાગ્ય એ અનાસક્તિ તરફનો ભાવ છે, જયારે શૃંગાર એ સાંસારિક ભાવ છે. બન્ને એકબીજાથી વિરુદ્ધ પરિણતિવાળા છે. તેથી વૈરાગ્ય હોય તો શૃંગાર કરવાના ભાવ ન થાય. અને શુંગારનાભાવ-સંસારના ભાવોમાં રાચવાપણું હોય તો વૈરાગ્ય ન હોય. આ નિષેધાત્મકપણે વાત છે.
(૩) વીતરાગવચનની અસરથી ઇંદ્રિયસુખ નીરસ ન લાગ્યાં તો જ્ઞાનીનાં વચનો કાને પડ્યાં જ નથી, એમ સમજવું.
વીતરાગના વચનો સાંભળ્યા પછી ઈન્દ્રિયોના વિષયો પ્રત્યે પણ પહેલાં જેવો જ ભાવ હોય અને તેમાંથી પાછા ફરી ન શકાતું હોય તો એમ સમજવું જોઈએ કે જ્ઞાનીના વચનો કાનમાં પડ્યા જ નથી અથવા સાંભળ્યા છે, પણ સ્વીકાર્યા નથી-એટલે કે પરિણાવવાનો પુરુષાર્થ કર્યો જ નથી.
(૪) જ્ઞાનનાં વચનો વિષયનું વમન, વિરેચન કરાવનારાં છે.
જ્ઞાની પુરુષના વચનો જ્ઞાન અને વૈરાગ્ય વાસિત હોય છે. જેથી તે વચનોને અંતરમાં અવધારવાથી આપણામાં રહેલ વિષયના ઝેરને બહાર કાઢનારાં છે. જેમ પેટમાં અજીર્ણ થઈ ગયું હોય તો ઉલટી કરાવવામાં આવે છે, જેથી પેટ હળવું થઈ જાય. તેમજ જ્ઞાનીના જ્ઞાન અને તેમના વૈરાગ્ય લક્ષી વચનો વિષયભાવનું વિરેચન કરાવનાર છે
(૫) છદ્મસ્થ એટલે આવરણયુક્ત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org