________________
૧૮૦
સ્વાધ્યાય સુધા
(૧૧) “આમના પ્રરૂપ્યાં શાસ્ત્રાનુસાર આચરણ કરવાવાળા, આપ્તના દર્શાવેલા માર્ગે ચાલનારા તે સદ્ગુરુ.”
(૧૨) “સમ્યફદર્શન એટલે સત્ય આપ્ત, શાસ્ત્ર અને ગુરુનું શ્રદ્ધાન.”
(૧૩) સમ્યફદર્શન ત્રણ મૂઢતા એ કરી રહિત, નિઃશંકાદિ આઠ અંગ સહિત આઠ મદ અને છ અનાયતનથી રહિત છે.
ત્રણ મૂઢતા-દેવમૂઢતા-ગુરુમૂઢતા, શાસ્ત્ર મૂઢતા-આ હેય છે.
આઠ અંગ-નિઃશંક્તિ અંગ, નિઃકાંક્ષિત અંગ, નિર્વિચિકિત્સા અંગ, અમૂઢ દૃષ્ટિઅંગ, ઉપબૃહન અંગ, સ્થિતિકરણ અંગ, પ્રભાવના અંગ, વાત્સલ્ય અંગ-ઉપાદેય છે.
આઠ મદ-જ્ઞાન મદ, પૂજા-પ્રતિષ્ઠાનો મદ, કુળ મદ, જાતિ મદ, બલ મદ, ઋદ્ધિ મદ, તપ મદ અને શારીરિક ઐશ્વર્યનો મદ-જાણીને છોડવા યોગ્ય છે.
છે અનાયતન :- સદેવ,-ગુરુ, ધર્મને ન માનવા, તથા કુદેવ, કુગુરુ-કુધર્મને માનવા તે છ અનાયતન-છોડવા યોગ્ય છે.
(૧૪) સાત તત્ત્વ અથવા નવ પદાર્થના શ્રદ્ધાનને શાસ્ત્રમાં સમ્યગ્દર્શન કર્યું છે. પરંતુ દોષરહિત શાસ્ત્રના ઉપદેશ વિના સાત તત્ત્વનું શ્રદ્ધાન કેવી રીતે થાય ? નિર્દોષ આપ્ત વિના સત્યાર્થ આગમ શી રીતે પ્રગટ થાય ? તેથી સમ્યકદર્શનનું મૂળ કારણ સત્યાર્થ આપ્ત જ છે.
અહીંયા આગમ સત્ય થવાનું કારણ નિર્દોષ આપ્ત કહ્યા છે. તેની હયાતી અત્યારે આ ક્ષેત્રમાં નથી. તેથી સાત કે નવ તત્ત્વનું યથાર્થ શ્રદ્ધાન કેવી રીતે થાય ? તેમના માર્ગે ચાલનારા નિગ્રંથ સપુરુષ પાસેથી માર્ગદર્શન મેળવી શકાય.
(૧૫) “આપ્તપુરુષ ક્ષુધા, તૃષાદિ, અઢાર દોષ રહિત હોય છે.'-તે અઢાર દોષ આ પ્રમાણે છે. (૧) આશા-તૃષ્ણા. (૨) અવિરતિ, (૩) રાગદ્વેષ. (૪) અજ્ઞાન. (૫) નિંદ્રા. (૬) મિથ્યાત્વ. (૭) હાસ્ય. (૮) અરતિ. (૯) રતિ. (૧૦) શોક. (૧૧) ભય (૧૨) દુગંછાજુગુપ્સા. (૧૩) કામવાસનાનો ત્યાગ. (૧૪) દાનાંતરાય. (૧૫) લાભાંતરાય. (૧૬) ભોગાંતરાય. (૧૭) ઉપભોગાંતરાય. (૧૮) વીર્યંતરાય. (મલ્લિનાથ ભગવાનના આનંદઘનજી કૃત સ્તવનમાં આપેલા દોષો લખ્યા છે.
(૧૬) ધર્મનું મૂળ આપ્ત ભગવાન છે.-આત ભગવાનમાં આત્મધર્મ સંપૂર્ણ પરિણમેલો છે, તેથી તેઓ જ સત્ય ધર્મનું દાન કરી શકે તેમ છે. તેથી તેમને “ધર્મનું મૂળ કહેલું છે.’ આત પુરુષની હાલમાં ગેરહાજરી હોવાથી તેમના માર્ગે ચાલીને નિગ્રંથ દશાને પ્રાપ્ત થયેલા પુરુષો ધર્મના મૂળ તરીકે હાલમાં લઈ શકાય.
(૧૭) “આત ભગવાન નિર્દોષ, સર્વજ્ઞ અને હિતોપદેશક છે.'-અઢાર દોષ રહિત હોવાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org