________________
૧૭૮
સ્વાધ્યાય સુધા આવરણ હોય ત્યાં સુધી કેવળજ્ઞાન ઊપજતું નથી. તેથી જેમ ચક્ષુને માટે છે તેમ બીજી ઈન્દ્રિયોને માટે પણ જણાય છે.
(૨૧૯) જ્ઞાન બે પ્રકારે બતાવવામાં આવ્યું છે. આત્મા ઈન્દ્રિયોની સહાય વિના સ્વતંત્રપણે જાણે દેખે તે આત્મપ્રત્યક્ષ. આત્મા ઈન્દ્રિયોની સહાય વડે કરી એટલે આંખ, કાન, જીહાદિક વડે જાણે દેખે તે ઈન્દ્રિયપ્રત્યક્ષ છે. વ્યાઘાત અને આવરણના કારણને લઈને ઈન્દ્રિયપ્રત્યક્ષ ન હોય તેથી આત્મપ્રત્યક્ષને બાધ નથી. જ્યારે આત્માને પ્રત્યક્ષ થાય છે ત્યારે ઈન્દ્રિયપ્રત્યક્ષ સ્વયમેવ થાય છે, અર્થાત્ ઈન્દ્રિયપ્રત્યક્ષનું જે આવરણ તે દૂર થયે જ આત્મપ્રત્યક્ષ છે.
(૨૨૦) આજ સુધી અસ્તિત્વ ભાસ્યું નથી. અસ્તિત્વ ભાસ થવાથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્વ એ સમ્યત્ત્વનું અંગ છે. અસ્તિત્વ જો એક વખત પણ ભાસે તો દૃષ્ટિની માફક નજરાય છે, અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. જો આગળ વધે તોપણ પગ પાછા પડે છે, અર્થાત્ પ્રકૃતિ જોર આપતી નથી. એક વખત સમ્યકત્વ આવ્યા પછી તે પડે તો પાછો ઠેકાણે આવે છે. એમ થવાનું મૂળ કારણ અસ્તિત્વ ભાસ્યું છે તે છે.
જો કદાચ અસ્તિત્વની વાત કહેવામાં આવતી હોય તો પણ તે બોલવા માત્ર છે, કારણ કે ખરેખર અસ્તિત્વ ભાસ્યું નથી.
(રર૧) જેણે વડનું વૃક્ષ જોયું ના હોય તેવાને જો એમ કહેવામાં આવે કે આ રાઈના દાણા જેવડા વડના બીજમાંથી આશરે એક માઈલના વિસ્તારમાં સમાય એવું મોટું ઝાડ થઈ શકે છે તો તે વાત તેના માનવામાં ન આવતાં કહેનારને ઊલટા રૂપમાં લઈ જાય છે. પણ જેણે વડનું વૃક્ષ જોયું છે અને આ વાતનો અનુભવ છે તેને વડના બીજમાં ડાળ, મૂળ, પાન, શાખા, ફળ, ફૂલાદિવાળુ મોટું વૃક્ષ સમાયું છે એ વાત માનવામાં આવે છે, પ્રતીત થાય છે. પુલ જે રૂપી પદાર્થ છે, મૂર્તિમંત છે તેના એક સ્કંધના એક ભાગમાં અનંતા ભાગ છે એ વાત પ્રત્યક્ષ હોવાથી માનવામાં આવે છે, પણ તેટલા જ ભાગમાં જીવ અરૂપી, અમૂર્તિમંત હોવાથી વધારે સમાઈ શકે છે. પણ ત્યાં અનંતાને બદલે અસંખ્યાતા કહેવામાં આવે તો પણ માનવામાં આવતું નથી, એ આશ્ચર્યકારક વાત છે.
આ પ્રમાણે પ્રતીત થવા માટે અનેક નય, રસ્તા બતાવવામાં આવ્યા છે, જેથી કોઈ રીતે જો પ્રતીતિ થઈ તો વડના બીજની પ્રતીતિ માફક મોક્ષના બીજની સમ્યકત્વરૂપે પ્રતીતિ થાય છે; મોક્ષ છે એ નિશ્ચય થાય છે, એમાં કશો શક નથી.
આંક-૨૧૩ થી રર૧માં વિચારવાથી સમજી શકાય તેમ છે. (૨૨) ધર્મ સંબંધી :
(૧) “આત્માને સ્વભાવમાં ધારે તે ધર્મ-આત્માનો જે મૂળ શુદ્ધ સ્વભાવ છે તે જેના દ્વારા પ્રગટ કરી શકાય અને જરૂર પડ્યે હાજર થાય તે ધર્મ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org