________________
સ્વાધ્યાય સુધા
૧૮૩ દોષ (૧૮ દોષ) રહિત વીતરાગે કહ્યું છે. (પ.-૭૧૮) સર્વદુઃખનો આત્યંતિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે અને તે જ પરમહિત છે. (૭૬૨) જે સંવર યુક્ત સર્વ કર્મની નિર્જરા કરતો છતો વેદનીય અને આયુષ્ય રહિત થાય તે મહાત્મા તે જ ભવે મોક્ષ પામે. (પ-૭૬૬) દર્શનમોહ ઉપશાંત અથવા ક્ષીણ થયો છે જેનો એવો ધીરપુરુષ વીતરાગોએ દર્શાવેલા માર્ગને અંગીકાર કરીને શુદ્ધ ચૈતન્યસ્વભાવ પરિણામી થઈ મોક્ષપુર પ્રત્યે જાય છે. (૮૬૫) જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ એ ચાર કારણ મોક્ષના કહ્યા છે, તે એક બીજાં અવિરોધપણે પ્રાપ્ત થયે મોક્ષ થાય. (પ.-૯૧૮) - તથારૂપ સ્વભાવદશા સંપૂર્ણ હોય તો મોક્ષ થાય. વીતરાગની આજ્ઞાથી પોરસીનો સ્વાધ્યાય તથારૂપ હોય તો મોક્ષ થાય. વીતરાગની આજ્ઞાથી પોરસીનું ધ્યાન તથારૂપ હોય તો મોક્ષ થાય. (૫.-૯૧૮ના આધારે) જ્ઞાનીના હાથે ચારિત્ર આવે તો મોક્ષ થાય. (ઉ.છા.-૬) આમ જુદી જુદી રીતે મોક્ષ વિષે સમજણ આપી છે. તેના પર વિચારણા કરવાથી તે રૂપ પ્રવર્તન કરવાથી મોક્ષ થાય.
(૯) આત્માનો ઊર્ધ્વ સ્વભાવ છે તે પ્રમાણે પ્રથમ ઊંચો જાય અને વખતે સિદ્ધશિલાએ ભટકાય; પણ કર્મરૂપી બોજો હોવાથી નીચે આવે. જેમ ડૂબેલો માણસ ઉછાળાથી એક વખત ઉપર આવે છે તેમ.
આત્મ દ્રવ્યનો ઉપર તરફ જવાનો સ્વભાવ રહેલો છે. તેથી જ્યારે તે શરીરમાંથી બહાર નીકળે છે ત્યારે ઊર્ધ્વ દિશા તરફ ગતિ કરે છે, પણ પોતાની સાથે કાર્પણ અને તૈજસ સૂક્ષ્મ શરીરો રહેલા હોવાથી તે ઊર્ધ્વ ગતિ કરતો અટકી જાય છે અને પછી તેને જયાં જન્મ ધારણ કરવાનો હોય ત્યાં જે ગતિ પ્રાપ્ત થવાની છે, તેને અનુરૂપ અનુપૂર્વી ગતિ નામકર્મ ત્યાં લઈ જવાનું કાર્ય કરે છે.
(૧૦) ભરતેશ્વરની કથા. (ભરત ચેત, કાળ ઝપાટા દેત.)
ભરત ચક્રવર્તી, જે ઋષભદેવના પુત્ર હતા અને ચક્રવર્તી પણ હતા, પોતે સંસાર ભાવમાં ખેંચી ન જાય તે માટે પોતાના શયનખંડની બહાર એક માણસને સતત ઊભો રાખતા અને તેને ભરતજી શયનખંડમાંથી બહાર નીકળે કે અંદર જાય ત્યારે તે માણસે બોલવાનું કે “ભરત ચેત કાળ ઝપાટા દેત'. એટલે કે હે ભરતજી ! કાળ આપના આયુષ્યને ખાઈ રહ્યો છે માટે સંસાર ભાવમાંથી ત્વરાથી બહાર નીકળવા પ્રયત્ન કરો. તેમજ સતત અન્યત્વ' ભાવનાનું સ્મરણ કરતા રહેતા અને આમ ચક્રવર્તીપણામાં પણ નિર્લેપ ભાવે રહેતા હતા. આ ચિંતવનને કારણે એકદા આરીસા ભવનમાં શણગાર સજી રહ્યા હતા ત્યારે એક વીંટી આંગળીમાંથી નીકળી ગઈ. તેનાથી તે આંગળી અડવી લાગી. તેથી એક પછી એક ઘરેણાં ઉતારતા શરીર પણ એવું જ લાગ્યું અને એથી તેઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org