________________
સ્વાધ્યાય સુધા
૧૮૫ (૪) ઉત્કર્ષ, અપકર્ષ અને સંક્રમણ એ સત્તામાં રહેલી કર્મપ્રકૃતિનાં થઈ શકે છે; ઉદયમાં આવેલી પ્રકૃતિનાં થઈ શકે નહીં.
જે કર્મો સત્તામાં પડેલા છે તેમાં આ પ્રકારનો ફેરફાર કરી શકાય છે. વિગત માટે જાઓ વ્યા.સા. ૧૧૬૯નું વિશ્લેષણ.
(૫) આયુષ્કર્મનો જે પ્રકારે બંધ હોય તે પ્રકારે દેહસ્થિતિ પૂર્ણ થાય.
આયુષ્ય બંધના બે પ્રકાર છે. (૧) સોપક્રમ. (૨) નિરુપક્રમ-જેવો બંધ હોય તે પ્રમાણે આયુષ્ય પૂરું થાય. વિગત માટે જુઓ. વ્યા.સા. ૧૬૩-૬૪માં “આયુષ્ય' કર્મ વિષેનું વિશ્લેષણ.
(૬) અંધારામાં ન દેખવું એ એકાંત દર્શનાવરણીય કર્મ ન કહેવાય, પણ મંદ દર્શનાવરણીય કહેવાય. તમસનું નિમિત્ત અને તેજસનો અભાવ તેને લઈને તેમ બને છે.
અંધારામાં જોઈ શકાતું નથી, તે એકાંતે દર્શનાવરણીય કર્મ નથી, પણ મંદ દર્શનાવરણીય કર્મ કહી શકાય. તેમનું નિમિત્ત એટલે તેજસ (પ્રકાશ)ની ગેરહાજરીને કારણે આમ બને છે.
(૭) દર્શન રોકાયે જ્ઞાન રોકાય.
સમ્યગદર્શન જયાં સુધી ન થાય ત્યાં સુધી જ્ઞાન પણ સમ્યફ થતું નથી માટે જ્ઞાન રોકાય તેમ કહ્યું છે.
(૮) જોય જાણવા માટે જ્ઞાનને વધારવું જોઈએ. વજન તેવાં કાટલાં.
જે પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ હોય તે પ્રમાણે શેયનું જાણવાપણું તેટલા અંશે થાય. શેયને સંપૂર્ણ જાણવા માટે સંપૂર્ણ જ્ઞાન પ્રગટવું જોઈએ. એટલે કે કેવળજ્ઞાન પ્રગટવું જોઈએ.
(૯) જેમ પરમાણુની શક્તિ પર્યાયને પામવાથી વધતી જાય છે, તેમ ચૈતન્યદ્રવ્યની શક્તિ વિશુદ્ધતાને પામવાથી વધતી જાય છે. કાચ, ચશ્માં, દૂરબીન આદિ પહેલા (પરમાણુ)નાં પ્રમાણ છે; અને અવધિ, મન:પર્યવ, કેવળજ્ઞાન, લબ્ધિ, ઋદ્ધિ વગેરે બીજા (ચૈતન્યદ્રવ્ય)નાં પ્રમાણ છે.
પરમાણુની શક્તિમાં, પુદ્ગલ સ્કંધમાં ફેરફાર થવાથી, વધ-ઘટ થયા કરે છે. એટલે પરમાણુની ગોઠવણી જુદા જુદા સ્કંધોમાં જુદી જુદી રીતે થવાથી તેની શક્તિમાં ફેરફાર થયા કરે છે. તેવી જ રીતે ચૈતન્ય દ્રવ્યની શક્તિ અનંત છે, પણ આવરણમાં હોવાથી જણાતી નથી. જેમ જેમ પરિણામોની વિશુદ્ધતા થતી જાય છે તેમ તેમ ચૈતન્યની શક્તિ પ્રગટપણે વધતી જણાય છે. કષાયની મંદતા થતી જાય તેમ તેમ આત્મિક શક્તિ વધતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org