________________
૧૭૫
સ્વાધ્યાય સુધા
કવિચત્ રિત-અરિત, કચિત ભય અને કવિચત્ જુગુપ્સારૂપે તે જણાય છે. કંઈ અંશે તેનો જ્ઞાનાવરણીયમાં પણ સમાસ થાય છે. સ્વપ્રમાં વિશેષપણે જ્ઞાનાવરણીયના પર્યાય જણાય છે. ૨૦૩. ‘સંજ્ઞા’ એ જ્ઞાનનો ભાગ છે. પણ પરિગ્રહસંજ્ઞા’ ‘લોભપ્રકૃતિમાં’ સમાય છે; ‘મૈથુન સંજ્ઞા’, ‘વેદપ્રકૃતિ’માં સમાય છે; ‘આહારસંજ્ઞા’ ‘વેદનીય’માં સમાય છે; અને ‘ભયસંજ્ઞા’ ‘ભયપ્રકૃતિ’માં સમાય છે.
આઠેય કર્મ કેમ બંધાય ? કેમ તેનાથી છુટાય તેની સમજણ વિસ્તારથી આપવામાં આવી છે.
૨૦૪. અનંત પ્રકારના કર્મો મુખ્ય આઠ પ્રકારે અને ઉત્તર એકસો અઠ્ઠાવન પ્રકારે ‘પ્રકૃતિ’ના નામથી ઓળખાય છે. તે એવી રીતે કે અમુક અમુક પ્રકૃતિ અમુક અમુક ‘ગુણસ્થાનક’ સુધી હોય છે. આવું માપ તોળીને જ્ઞાનીદેવે બીજાઓને સમજાવવા સારુ સ્થૂલ સ્વરૂપે તેનું વિવેચન કર્યું છે; તેમાં બીજાં કેટલી એક જાતનાં કર્મ અર્થાત્ ‘કર્મપ્રકૃતિ’ સમાય છે. અર્થાત્ જે પ્રકૃતિનાં નામ ‘કર્મગ્રંથ’માં નથી આવતાં, તે તે પ્રકૃતિ ઉપર બતાવેલી પ્રકૃતિના વિશેષ પર્યાય છે; અથવા તે ઉપર બતાવેલી પ્રકૃતિમાં સમાય છે.
આની સમજણ વ્યા.સા.૧/૬૪-૬૫માં વિસ્તારથી આપવામાં આવી છે ત્યાંથી જોવું. (૨૦૫) ‘વિભાવ’ એટલે ‘વિરુદ્ધભાવ’ નહીં, પરંતુ ‘વિશેષભાવ’. આત્મા આત્મારૂપે પરિણમે તે ‘ભાવ’ છે. અથવા ‘સ્વભાવ’ છે. જ્યારે આત્મા તથા જડનો સંયોગ થવાથી આત્મા સ્વભાવ કરતાં આગળ જઈ ‘વિશેષભાવે’ પરિણમે તે ‘વિભાવ' છે. આ જ રીતે જડને માટે પણ સમજવું.
(૨૦૬) ‘કાળ’ના ‘અણુ’ લોકપ્રમાણ અસંખ્યાત છે. તે ‘અણુ’માં ‘રુક્ષ’ અથવા ‘સ્નિગ્ધ’ ગુણ નથી; તેથી તે દરેક અણુ એકબીજામાં મળતા નથી, અને દરેક પૃથક્ પૃથક્ રહે છે. પરમાણુ પુદ્ગલમાં તે ગુણ હોવાથી મૂળ સત્તા કાયમ રહ્યા છતાં તેનો (પરમાણુપુદ્ગલનો) ‘સ્કંધ' થાય છે.
(૨૦૭) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, (લોક) આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય તેના પણ અસંખ્યાતા પ્રદેશ છે. અને તેના પ્રદેશમાં રુક્ષ અથવા સ્નિગ્ધ ગુણ નથી, છતાં તે કાળની માફક દરેક અણુ જુદા જુદા રહેવાને બદલે એક સમૂહ થઈ રહે છે. તેનું કારણ એ છે કે કાળ છે તે પ્રદેશાત્મક નથી, પણ અણુ હોઈને પૃથક્ પૃથક્ છે, અને ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્ય પ્રદેશાત્મક છે.
(૨૦૮) વસ્તુને સમજાવવા માટે અમુક નયથી ભેદરૂપે વર્ણન કરવામાં આવ્યું છે. વાસ્તવિક રીતે વસ્તુ, તેના ગુણ અને પર્યાય એમ ત્રણ જુદા જુદા નથી, એક જ છે. ગુણ અને પર્યાયને લઈને વસ્તુનું સ્વરૂપ સમજાય છે. જેમ સાકર એ વસ્તુ, મીઠાશ એ ગુણ, ખડબચડો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org