________________
સ્વાધ્યાય સુધા
૧૭૩ એકદમ ત્યાગ કરી શકીશ, પરંતુ તે માનવું ભૂલભરેલું થાય છે. જ્યાં સુધી એવો પ્રસંગ નથી આવ્યો, ત્યાં સુધી પોતાનું જોર રહે છે. જ્યારે એવો વખત આવે છે ત્યારે શિથિલપરિણામી થઈ મોળો પડે છે. માટે આસ્તે આસ્તે તપાસ કરવી તથા ત્યાગનો પરિચય કરવા માંડવો; જેથી ખબર પડે કે ત્યાગતી વખત પરિણામ કેવાં શિથિલ થઈ જાય છે ? ' (૧૯૬) આંખ, જીભાદિ ઈન્દ્રિયોની એકેક આંગળ જેટલી જગો જીતવી જેને મુશ્કેલ થઈ પડે છે, અથવા જીતવું અસંભવિત થઈ પડે છે, તેને મોટું પરાક્રમ કરવાનું અથવા મોટું ક્ષેત્ર જીતવાનું કામ સોંપ્યું હોય તો તે શી રીતે બની શકે? એકદમ ત્યાગ કરવાનો વખત આવે ત્યારની વાત ત્યારે, એ વિચાર તરફ લક્ષ રાખી હાલ તો આસ્તે આસ્તે ત્યાગની કસરત કરવાની જરૂર છે. તેમાં પણ શરીર અને શરીર સાથે સંબંધ રાખતાં સગાંસંબંધીઓના સંબંધમાં પ્રથમ અજમાયશ કરવી; અને શરીરમાં પણ આંખ, જીભ અને ઉપસ્થ એ ત્રણ ઈંન્દ્રિયોના વિષયના દેશે દેશે ત્યાગ તરફ પ્રથમ જોડાણ કરાવવાનું છે, અને તેના અભ્યાસથી એકદમ ત્યાગ સુગમતાવાળો થઈ પડે છે.
(૧૯૭) હાલ તપાસ દાખલ, અંશે અંશે જેટલો જેટલો ત્યાગ કરવો તેમાં પણ મોળાશ ન રાખવી તેમ જ રૂઢિને અનુસરી ત્યાગ કરવો એમ પણ નહીં. જે કાંઈ ત્યાગ કરવો તે શિથિલપણા રહિત તથા બારીબારણાં રહિત કરવો. અથવા બારીબારણાં રાખવાં જરૂર હોય તો તે પણ ચોક્કસ આકારમાં ખુલ્લી રીતે રાખવાં; પણ એવાં ન રાખવાં કે તેનો અર્થ જ્યારે જેવો કરવો હોય તેવો થઈ શકે. જ્યારે જેની જરૂર પડે ત્યારે તેની ઈચ્છાનુસાર અર્થ થઈ શકે, તેવી ગોઠવણ જ ત્યાગને વિષે રાખવી નહીં. જો અચોક્કસપણે એટલે જરૂર પડે ત્યારે મનગમતો અર્થ થઈ શકે એવા આકારમાં ગોઠવણ રાખવામાં આવે તો શિથિલ પરિણામી થઈ ત્યાગેલું બધું બગાડી મૂકે છે.
(૧૯૮) અંશે પણ ત્યાગ કરવો તેની પ્રથમથી જ ચોક્કસપણે વ્યાખ્યા બાંધી, સાક્ષી રાખી ત્યાગ કરવો, તથા ત્યાગ કરવા પછી પોતાને મનગમતો અર્થ કરવો નહીં.
ત્યાગ કરવા માટે શું શું વાતો ધ્યાનમાં લેવી જરૂરી છે, તેનું વિશ્લેષણ યથાર્થપણે કરવામાં આવ્યું છે. તે પ્રમાણે વર્તવાથી આત્મા કર્મબંધનથી હળવો બની જાય છે.
(૧૯૯) સંસારમાં પરિભ્રમણ કરાવનાર ક્રોધ, માન, માયા, લોભની ચોકડીરૂપ કષાય છે, તેનું સ્વરૂપ પણ સમજવા યોગ્ય છે. તેમાં પણ અનંતાનુબંધી જે કષાય છે તે અનંત સંસાર રખડાવનાર છે. તે કષાય ક્ષય થવાનો ક્રમ સામાન્ય રીતે ક્રોધ, માન, માયા લોભ એ પ્રમાણે છે, અને તેનો ઉદય થવાનો ક્રમ સામાન્ય રીતે માન, લોભ, માયા, ક્રોધ એ પ્રમાણે છે.
અનંતાનુબંધી કષાયની સમજણ વ્યા.સ.૧/૧માં આપવામાં આવી છે. ત્યાંથી જોવી. કષાય ક્ષય થવાનો ક્રમ અને ઉદય થવાનો ક્રમ બતાવવામાં આવ્યો છે. તે પ્રમાણે જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org