________________
૧૭ર
સ્વાધ્યાય સુધા ત્રીજામાંથી પડવાઈ થતાં બીજે ગુણ સ્થાનકે આવે છે. તેથી હજી અનુભવનો સ્વાદ રહ્યો છે. તેથી મૂંગાને ગોળની મીઠાશ જેમ રહે છે તેમ સાધકને અનુભવનો આસ્વાદ રહે છે. તેથી સાસ્વાદન ગુણસ્થાનક કહેલ છે. ' (૧૮૯) આવરણ છે એ વાત નિઃસંદેહ છે; જે શ્વેતાંબર તથા દિગંબર બન્ને કહે છે; પરંતુ આવરણને સાથે લઈ કહેવામાં થોડું એકબીજાથી તફાવતવાળું છે.
(૧૯૦) દિગંબર કહે છે કે કેવળજ્ઞાન સત્તારૂપે નહીં, પરંતુ શક્તિરૂપે રહ્યું છે.
(૧૯૧) જોકે સત્તા અને શક્તિનો સામાન્ય અર્થ એક છે; પરંતુ વિશેષાર્થ પ્રમાણે કંઈક ફેર રહે છે. ' (૧૯૨) દઢપણે ઓઘ આસ્થાથી, વિચારપૂર્વક અભ્યાસથી વિચારસહિત આસ્થા' થાય છે. - મિથ્યાત્વ ગુણસ્થાનકની સમજણ, તેમજ ગુણસ્થાન ક્રમારોહણ કેવી રીતે છે ? તેની સમજણ આપી છે. દઢપણે ઓઘ આસ્થા (બીજાના કહેવાથી થતી આસ્થા) થાય છે, પણ પછી વિચારપૂર્વક અભ્યાસ કરતાં કરતાં પોતાના આત્માની સાક્ષીએ આસ્થા-શ્રદ્ધા થાય છે તેને વિચાર સહિત આસ્થા કહે છે. જે ફળવાન થાય જ છે. ' (૧૯૩) તીર્થકર જેવા પણ સંસારપક્ષે વિશેષ વિશેષ સમૃદ્ધિના ધણી હતા છતાં તેમને પણ ત્યાગ કરવાની જરૂર પડી હતી, તો પછી અન્ય જીવોને તેમ કરવા સિવાય છૂટકો નથી. ' (૧૯૪) ત્યાગના બે પ્રકાર છે એક બાહ્ય અને બીજો અત્યંતર. તેમાંનો બાહ્ય ત્યાગ તે અત્યંતર ત્યાગને સહાયકારી છે. ત્યાગ સાથે વેરાગ્ય જોડાય છે, કારણ કે વૈરાગ્ય થયે જ ત્યાગ થાય છે.
તે જ ભવમાં જે મોક્ષે જવાના છે અને તીર્થકર થવાના છે, તેઓ વિશેષ વિશેષ સમૃદ્ધિવાળા હતા છતાં તેમણે પણ સર્વસંગ પરિત્યાગ કર્યો હતો, તો પછી તેનાથી નીચેની સ્થિતિવાળાને તો સર્વસંગ પરિત્યાગી થવું પડશે એમ કહેવાની પણ જરૂર રહેતી નથી; તેમણે તો અવશ્ય ત્યાગ કરવો જ જોઈએ. - ત્યાગ બે પ્રકારે કરવાનો છે. બાહ્યથી એટલે ૯ પ્રકારની બાહ્ય ગ્રંથિઓ છે તેનો ત્યાગ અને અભ્યતર ૧૪ર પ્રકારની ગ્રંથિઓ છે, તેનો પણ ત્યાગ કરવાનો છે. બાહ્ય ત્યાગ અત્યંતર ત્યાગને તીવ્ર કરવા માટે ઉપયોગી થાય છે. આ સ્થિતિ આંતરિક વૈરાગ્યએટલે આસક્તિ ભાવ તોડવાથી આવે છે. એટલે કે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જ જીવને હિતકારી બને છે.
(૧૫) જીવ એમ માને છે કે હું કાંઈક સમજું , અને જ્યારે ત્યાગ કરવા ધારીશ ત્યારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org