________________
૧૭૪
સ્વાધ્યાય સુધા
થયા કરતું હોય છે. જીવ જાગૃત બની જાય તો જ તેમાંથી બચી શકે. માટે નવા કર્મબંધ અટકવાનો પુરુષાર્થ કરવા જરૂરી છે.
(૨૦૦) આ કષાયના અસંખ્યાત ભેદ છે. જેવા આકારમાં કષાય તેવા આકારમાં સંસારપરિભ્રમણને માટે કર્મબંધ જીવ પાડે છે. કષાયમાં મોટામાં મોટો બંધ અનંતાનુબંધી કષાયનો છે. જે અંતર્મુહૂર્તમાં ૪૦ કોડાકોડિ સાગરોપમનો બંધ પાડે છે, તે અનંતાનુબંધીનું સ્વરૂપ પણ જબરજસ્ત છે; તે એવી રીતે કે મિથ્યાત્વમોહરૂપી એક રાજાને બરાબર જાળવણીથી સૈન્યના મધ્યભાગમાં રાખી ક્રોધ, માન, માયા, લોભ, એ ચાર તેની રક્ષા કરે છે અને જે વખતે જેની જરૂર પડે છે તે વખતે તે વગર બોલાવ્યા મિથ્યાત્વમોહની સેવા બજાવવા મંડી પડે છે. આ ઉપરાંત નોકષાયરૂપ બીજો પરિવાર છે, તે કષાયના આગળના ભાગમાં રહી મિથ્યાત્વ મોહની ચોકી ભરે છે, પરંતુ એ બીજા સઘળા ચોકિયાતો નહીં જેવા કષાયનું કામ કરે છે. રખડપાટ કરાવનાર કષાય છે અને તે કષાયમાં પણ અનંતાનુબંધી કષાયના ચાર યોદ્ધાઓ બહુ મારી નાંખે છે. આ ચાર યોદ્ધાઓ મળેથી ક્રોધનો સ્વભાવ બીજા ત્રણ કરતાં કાંઈક ભોળો માલૂમ પડે છે; કારણ કે તેનું સ્વરૂપ સર્વ કરતાં વહેલું જણાઈ શકે છે. એ પ્રમાણે જેનું સ્વરૂપ વહેલું જણાય ત્યારે તેની સાથે લડાઈ કરવામાં ખાતરી થયેથી લડવાની હિંમત થાય છે.
આ આંકની સમજણ વ્યા.સા.૧/૧માં ગ્રંથિભેદ સમજાવતાં આપી છે.
૨૦૧. ઘનઘાતી એવાં ચાર કર્મ મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અતંરાય જે આત્માના ગુણને આવરનારાં છે, તે એક પ્રકારે ક્ષય કરવાં સહેલાં પણ છે. વેદનીયાદિ કર્મ જે ઘનઘાતી નથી તોપણ તે એક પ્રકારે ખપાવવાં આકરાં છે. તે એવી રીતે કે વેદનીયાદિ કર્મનો ઉદય પ્રાપ્ત થાય તે ખપાવવાં સારુ ભોગવવા જોઈએ તે ન ભોગવવાં એવી ઈચ્છા થાય તોપણ ત્યાં તે કામ આવતી નથી; ભોગવવા જ જોઈએ; અને જ્ઞાનાવરણીયનો ઉદય હોય તે યત્ન કરવાથી ક્ષય થાય છે. ઉદાહરણ તરીકે-એક શ્લોક જે જ્ઞાનાવરણીયના ઉદયથી યાદ ન રહેતો હોય તે બે, ચાર, આઠ, સોળ, બત્રીસ, ચોસઠ, સો અર્થાત્ વધારે વાર ગોખવાથી જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ અથવા ક્ષય થઈ યાદ રહે છે; અર્થાત્ બળવાન થવાથી તે તે જ ભવમાં અમુક અંશે ખપાવી શકાય છે. તેમજ દર્શનાવરણીય કર્મના સંબંધમાં સમજવું. મોહનીય કર્મ જે મહા જોરાવર તેમ ભોળું પણ છે, તે તરત ખપાવી શકાય છે. જેમ તેની આવણી-વેગ આવવામાં જબ્બર છે, તેમ તે જલદીથી ખસી પણ શકે છે. મોહનીયનો તીવ્ર બંધ હોય છે, તોપણ તે પ્રદેશબંધ ન હોવાથી તરત ખપાવી શકાય છે. નામ, આયુષ્યાદિ કર્મ જેનો પ્રદેશબંધ હોય છે તે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ છેડા સુધી ભોગવવાં પડે છે, જ્યારે મોહનીયાદિ ચાર કર્મ તે પહેલાં ક્ષય થાય છે.
૨૦. ઘેલછા એ ચારિત્ર મોહનીયનો વિશેષ પર્યાય છે. કવચિત્ હાસ્ય, કવચિત્ શોક,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org