________________
સ્વાધ્યાય સુધા
૧૭૧ અશુદ્ધ ભાવ અને નિર્ધ્વસ પરિણામ રહેવા એ ગાઢ મિથ્યાત્વ છે. તેને મોળુ પાડવા માટે શુભ ભાવમાં રહેવું, તો મોળું પડે છે એમ કહ્યું. જયારે આમ થાય ત્યારે અશુભ ભાવમાં ઘટાડો થાય છે અને શુભ ભાવમાં વધારો થાય છે, જેથી મિથ્યાત્વ મોળું-મંદ પડે છે અને જીવ પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનકમાં આવે છે. મિથ્યાત્વના વ્યક્ત એટલે કહી શકાય અને અવ્યક્ત એટલે વાણી દ્વારા ન કહી શકાય, અસર અનુભવી શકાય, તેમ બે ભેદ કહ્યા છે. તેના ત્રણ ભેદ પણ કર્યા છે. પણ સત્ય વાત તો એ છે કે મિથ્યાત્વ હોય ત્યાં સુધી જીવાત્મા પ્રથમ ગુણસ્થાનકમાંથી બહાર નીકળી શકતો નથી.
(૧૮૫) ગુણસ્થાનક એ આત્માના ગુણને લઈને છે.
ગુણસ્થાનક ક્રમારોહણ છે તે ક્રમસર આત્માના ગુણોની શુદ્ધતા બતાવે છે અને મોહનીય કર્મ તેમજ બીજા કર્મોની મંદતાનું માપ પણ બતાવે છે. એટલે કે ગુણસ્થાનક આત્માના ગુણોને માપવાનું થર્મોમીટર છે. ' (૧૮૬) મિથ્યાત્વમાંથી સાવ ખસ્યો ન હોય પણ થોડો ખમ્યો હોય તો પણ તેથી મિથ્યાત્વ મોળું પડે છે. આ મિથ્યાત્વ પણ મિથ્યાત્વે કરીને મોળું પડે છે. મિથ્યાત્વગુણસ્થાનકે પણ મિથ્યાત્વનો અંશ કષાય હોય તે અંશથી પણ મિથ્યાત્વમાંથી મિથ્યાત્વગુણસ્થાનક કહેવામાં આવે છે.
મિથ્યાત્વ વડે મિથ્યાત્વ મોળું પડે છે, એટલે શુભભાવ દ્વારા જીવ અશુભ ભાવમાંથી ખસતો જાય છે. એટલે કે અશુભના ઘટવાથી મિથ્યાત્વની તીવ્રતા ઘટતી જાય છે. અંશે કષાય રહેલા હોય છે. એટલે મિથ્યાત્વ પણ (શુભભાવ) વડે મિથ્યાત્વ (અશુભભાવ)ને મોળું પાડવામાં આવે છે. ' (૧૮૭) પ્રયોજનભૂત જ્ઞાનના મૂળમાં, પૂર્ણ પ્રતીતિમાં, તેવા જ આકારમાં મળતા આવતા અન્ય માર્ગની સરખામણીના અંશે સરખામણારૂપ પ્રતીત થવું તે મિશ્રગુણસ્થાનક છે; પરંતુ ફલાણું દર્શન સત્ય છે, અને ફલાણું દર્શન પણ સત્ય છે, એવી બન્ને ઉપર સરખી પ્રતીતિ તે મિશ્ર નહીં પણ મિથ્યાત્વગુણસ્થાનક છે. અમુકથી અમુક દર્શન અમુક અંશે મળતું આવે છે, એમ કહેવામાં સમ્યકત્વને બાધ નથી; કારણ કે ત્યાં તો અમુક દર્શનની બીજા દર્શનની સરખામણીમાં પહેલું દર્શન સર્વાગે પ્રતીતિરૂપ થાય છે.
મિશ્ર ગુણસ્થાનક એટલે સમ્યગદર્શન થયા પછી પડવાઈ થતાં ત્રીજે આવે છે તેને ત્રીજુ ગુણસ્થાનક કહે છે.
(૧૮૮) પહેલેથી જ બીજે જવાતું નથી, પરંતુ ચોથેથી પાછા વળતાં પહેલે આવવામાં રહેતો વચલો અમુક કાળ તે બીજું છે. તેને જો ચોથા પછી પાંચમું ગણવામાં આવે તો ચોથાથી પાંચમું ચડી જાય અને અહીં તો સાસ્વાદન-ચોથાથી પતિત થયેલ માનેલ છે, એટલે તે ઊતરતું છે, તેથી પાંચમા તરીકે ન મૂકી શકાય પણ બીજા તરીકે મૂકવું એ બરાબર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org