________________
સ્વાધ્યાય સુધા
૧૬૭
અદત્તાદાન વ્રતમાં દોષ ક્યારે લાગે અને ક્યારે દોષ ન લાગે તેની સમજણ અહીંયા આપવામાં આવી છે.
(૧૭૩) ઉપદેશના ચાર મુખ્ય પ્રકાર છે: (૧) દ્રવ્યાનુયોગ. (૨) ચરણાનુયોગ. (૩) | ગણિતાનુયોગ. (૪) ધર્મકથાનુયોગ.
(૧) લોકને વિષે રહેલાં દ્રવ્યો, તેનાં સ્વરૂપ, તેના ગુણ, ધર્મ, હેતુ, અહેતુ, પર્યાયાદિ અનંત અનંત પ્રકારે છે, તેનું જેમાં વર્ણન છે તે દ્રવ્યાનુયોગ'.
(૨) આ દ્રવ્યાનુયોગનું સ્વરૂપ સમજાયા પછી કેમ ચાલવું તે સંબંધીનું વર્ણન તે “ચરણાનુયોગ’.
(૩) દ્રવ્યાનુયોગ તથા ચરણાનુયોગથી તેની ગણતરીનું પ્રમાણ, તથા લોકને વિષે રહેલા પદાર્થ, ભાવો, ક્ષેત્ર, કાળાદિની ગણતરીના પ્રમાણની જે વાત તે ગણિતાનુયોગ'.
(૪) સપુરુષોના ધર્મચરિત્રની કથાઓ કે જેનો ધડો લઈ જીવને પડતાં અવલંબનકારી થઈ પરિણમે તે “ધર્મકથાનુયોગ'.
ઉપદેશના ચાર મુખ્ય પ્રકારની વાત કરવામાં આવી છે તેને યથાર્થપણે સમજીને જે વખતે જેની જરૂર જણાય ત્યારે તેનો ઉપયોગ કરવો. પાક.દેવે આ માટે પત્રાંક-રપમાં કહ્યું છે કે : (૧) મન જો શંકાશીલ થઈ ગયું હોય તો “દ્રવ્યાનુયોગ' વિચારવા યોગ્ય છે, કારણ કે દ્રવ્યાનુયોગમાં પદાર્થનું સિદ્ધ થયેલું સ્વરૂપ જ બતાવવામાં આવ્યું છે. (૨) પ્રમાદી થઈ ગયું હોય તો “ચરણાનુ યોગ' વિચારવા યોગ્ય છે, કારણ કે તેમાં સાધના માટેના આચરણની વાત છે. (૩) કષાયી થઈ ગયું હોય તો “ધર્મકથાનુયોગ વિચારવા યોગ્ય છે, કારણ કે તેમાં મહાપુરુષોએ કષાયને કેવી રીતે કાબુમાં લીધા છે તેનું વર્ણન છે, જેથી આપણે પણ કષાય ઉપર કાબુ મેળવવા પ્રયત્નશીલ બની શકીએ અન (૪) જડ થઈ ગયું હોય તો ગણિતાનુયોગ' વિચારવા યોગ્ય છે, કારણ કે જડતા દૂર કરવા ગણિતના દાખલા જેવા ગણિતાનુયોગ પર વિચાર કરવાથી ફાયદો થાય છે.
(૧૭૪) પરમાણુમાં રહેલા ગુણ સ્વભાવાદિ કાયમ રહે છે, અને પર્યાય તે ફરે છે. દષ્ટાંત તરીકે: પાણીમાં રહેલો શીતગુણ એ ફરતો નથી, પણ પાણીમાં જે તરંગો ઊઠે છે તે ફરે છે, અર્થાત્ તે એક પછી એક ઉઠી તેમાં સમાઈ જાય છે. આ પ્રમાણે પર્યાય, અવસ્થા અવસ્થાંતર થયા કરે છે, તેથી કરી પાણીને વિષે રહેલ જે શીતલતા અથવા પાણીપણું તે ફરી જતાં નથી, પણ કાયમ રહે છે; અને પર્યાયરૂપ તરંગ તે ફર્યા કરે છે. તેમજ તે ગુણની હાનિવૃદ્ધિરૂપ ફેરફાર તે પણ પર્યાય છે. તેના વિચારથી પ્રતીતિ અને પ્રતીતિથી ત્યાગ અને ત્યાગથી જ્ઞાન થાય છે.
(૧૭૫) તેજસ અને કામણ શરીર સ્કૂલદેહ પ્રમાણ છે. તેજસ શરીર ગરમી કરે છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org