________________
સ્વાધ્યાય સુધા
૧૬૫
જન્મમાં કરેલાં કર્મોના ફળની તથા તે પહેલાં અનેક જન્મોમાં કરેલા કર્મોના શુભાશુભ ફળની વ્યવસ્થા બની શકતી નથી. તેથી પૂર્વજન્મ અને પુનર્જન્મ કર્મના અસ્તિત્વને સિદ્ધ કરવાવાળો સૌથી મોટો મહત્વપૂર્ણ આધાર છે. “નાભક્ત ક્ષીયતે કર્મ કોટિશર્તરપિ” અર્થાત્ પોતાના કરેલા કર્મોનું ફળ ભોગવ્યા વિના કરોડો કલ્પો સુધી પણ તેનો ક્ષય થતો નથી. કેટલાંક કર્મ એવા પ્રકારનાં છે કે જેનું ફળ આ જન્મમાં નથી મળી શકતું તે આગળના જન્મમાં અથવા અનેક જન્મો પછી મળે છે.
સંસારમાં ઘણીવાર જોવામાં આવે છે કે-એક સજ્જન, નીતિમાન તેમજ ધર્મનિષ્ઠ વ્યક્તિ સત્કાર્ય કરવા છતાં પણ આ જન્મમાં સુખ પામતો નથી. જયારે એક દુર્જન અને અધર્મી વ્યક્તિ દુષ્કૃત્ય કરવા છતાં પણ આ જન્મમાં સુખ અને સંપન્નતાને પ્રાપ્ત કરી લે છે. એના ઉપરથી એમ ચોક્કસપણે નક્કી થાય છે કે-કોઈપણ પ્રાણીની જીવનયાત્રા આ જન્મ પહેલાંથી અનેક જન્મોથી ચાલી આવી છે. અને આગળ પણ અનેક જન્મો સુધી ચાલવાની છે. ‘ભગવદ્ ગીતા'માં આ તથ્યને સ્પષ્ટ રૂપથી જણાવવામાં આવ્યું છે કે :- “જેમ વસ્ત્ર ફાટી જવાથી અથવા જીર્ણ થઈ જવાથી દેહધારી જીવ એનો ત્યાગ કરીને નવા વસ્ત્રને ધારણ કરે છે, તે જ પ્રકારે શરીર જીર્ણ થવાથી પ્રાણી તેનો ત્યાગ કરી નવા શરીરને ધારણ કરે છે.
એક વાત નિશ્ચિત છે કે-પૂર્વજન્મ અને પુનર્જન્મ વખતે આત્મા નાશ નથી પામતો, તે તો કેવળ પોતાનો પર્યાય જ બદલાવે છે. અને તેની સાથે સંબંધિત સજીવ-નિર્જીવ પદાર્થોનો સંયોગ બદલાય છે. આત્માનો ક્યારેય નાશ થતો નથી, ફક્ત તેની પર્યાયોમાં પરિવર્તન થાય છે. આમ આત્માની નિત્યતા જ પૂર્વજન્મ અને પુનર્જન્મને સિદ્ધ કરે છે. - સૂફી સંત મૌલાના રૂમીએ લખ્યું છે કે, “હું ઝાડ, છોડ, જંતુ, પતંગિયા, પશુપક્ષીની યોનિયોમાંથી પસાર થઈને મનુષ્ય તરીકે ઉત્પન્ન થયો છું, અને હવે દેવ વર્ગમાં
સ્થાન મેળવવાની તૈયારી કરી રહ્યો છું. પ્લેટોએ કહ્યું છે કે “જીવાત્માઓની સંખ્યા નિશ્ચિત છે. જન્મ સમયે જીવાત્માનું સર્જન થતું નથી. પણ એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રત્યાવર્તન થતું રહે છે.” પૂર્વજન્મના સંસ્કાર આત્માથી કાર્પણ શરીરના રૂપે જોડાયેલા રહે છે. જે અવસર અને નિમિત્ત પામીને જાગૃત થાય છે. એટલે પૂર્વ જન્મની મૃતિ એક સાથે થતી નથી. પરંતુ આ પ્રકારનું કોઈ પ્રબળ નિમિત્ત મળી જવાથી તથા મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી અને તથારૂપ મતિની નિર્મળતા થવાથી કોઈને પૂર્વજન્મની સ્મૃતિ-જાતિસ્મરણ જ્ઞાન થઈ જાય છે.
ઉત્તરધ્યયન સૂત્રોના નવમાં અધ્યયનમાં નમિરાજર્ષિના જીવનનો ઉલ્લેખ છે. નમિરાજાએ ‘જયાં એક છે ત્યાં શાંતિ છે. અને જયાં અનેક છે ત્યાં અશાંતિ છે.'-આના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org