________________
૧૬૬
સ્વાધ્યાય સુધા ઉપર ચિંતન કરતાં કરતાં મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતાં તેમને પૂર્વજન્મનું જ્ઞાન-જાતિસ્મરણજ્ઞાન થયું તેના ફળસ્વરૂપ તેઓને પૂર્વજન્મની સ્મૃતિના રૂપમાં દેવલોકને જોયો. ઉ.ફૂ.ના ૧૪માં અધ્યયનમાં ભૃગુ પુરોહિતના બન્ને બાળકોને સહસા મુનિવેષધારી સાધુઓને જોયા અને પોતાની બુદ્ધિ વડે ઉહાપોહ, અને ચિંતન કર્યું કે, “આ વેશ અમે પહેલાં પણ ક્યાંય જોયો છે?” તેના ફળ સ્વરૂપ મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતાં તેમને પૂર્વજન્મોની સ્મૃતિ આવી ગઈ.
આચારાંગ સૂત્રમાં પણ ઉલ્લેખ છે કે,- “જસ ત્નિ પુરા પચ્છા મજઝ તસ કુઓ સિયા.” એટલે કે જેને પૂર્વ નથી અને પશ્ચાત પણ નથી તેનો મધ્ય કેવી રીતે હોઈ શકે ? તાત્પર્ય એ છે કે મધ્યનો જન્મ તો પ્રત્યક્ષ છે, તેથી સિદ્ધ થાય છે કે પૂર્વજન્મ પણ છે, અને પાછળનો જન્મ પણ છે. તેથી પૂર્વજન્મથી મૃતિ ન થાય તો નથી તેમ ન કહી શકાય. તેથી પુનર્જન્મમાં વંશ પરંપરાનો સિદ્ધાંત ન માનીને પૂર્વજન્મોનાં કર્મોના ફળ અનુસાર મનુષ્યમાં ગુણદોષોની વ્યાખ્યા કરવી સર્વથા ઉચિત છે. પુનર્જન્મનો સિદ્ધાંત આગામી ભવની ચિંતા અથવા આસક્તિ કરવાનું શીખવાડતો નથી, પરંતુ આ જન્મને સફળ અને સુંદર બનાવવાની પ્રેરણા આપે છે. જેથી આગામી જન્મ સારો બની શકે. આ સિવાય પણ પુનર્જન્મથી પરોક્ષ પ્રેરણા પણ મળે છે કે મનુષ્ય એવો અનાસક્ત અને વિવેકયુક્ત બની જીવન વિતાવે કે જેનાથી પાપકર્મોનો બંધ ન થાય અથવા પૂર્વે બાંધેલાં કર્મોનો ક્ષય થઈ જાય. ભગવતી સૂત્રમાં કહ્યું છે કે, “જ્ઞાન પોતાના પૂરતું છે અને પર પૂરતું પણ છે, તથા આગામી જન્મોમાં સાથે ચાલવાવાળું પણ છે. એટલે કે નાના બાળકોમાં ઉદીત થતી પ્રતિભા અને વિલક્ષણતાનું સમાધાન પૂર્વજન્મ અને પુનર્જન્મને માન્યા વગર ક્યારેય ન થઈ શકે.
આ પૂર્વજન્મ અને પુનર્જન્મની ઘટના કર્મના અસ્તિત્વને સિદ્ધ કરે છે. જન્મજન્માંતરથી ચાલ્યા આવતા કર્મ પ્રવાહને તથા કર્મફળને સમજાવવાની પ્રેરણા આપે છે. આ વાતને જો યાદ રાખવામાં આવે તો આત્માના વિકાસમાં આળસ અથવા પ્રમાદની મનોવૃત્તિ ઊભી નહીં થાય.
આ પૂર્વજન્મનું જ્ઞાન-જાતિસ્મરણજ્ઞાન હાલમાં પણ થઈ શકે છે. મતિની નિર્મળતાએ આ શક્ય બનતું હોય છે.
(૧૭ર) (૧) તીર્થકરે આજ્ઞા ન આપી હોય અને જીવ પોતાના સિવાય પરવસ્તુનું જે કાંઈ ગ્રહણ કરે તે પારકું લીધેલું, ને તે અદત્ત ગણાય. તે અદત્તમાંથી તીર્થકરે પરવસ્તુ જેટલી ગ્રહણ કરવાની છૂટ આપી છે, તેટલાને અદત્ત ગણવામાં નથી આવતું. (૨) ગુરુની આજ્ઞા પ્રમાણે કરેલા વર્તનના સંબંધે અદત્ત ગણવામાં આવતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org