________________
૧૬૮
સ્વાધ્યાય સુધા
તથા આહાર પચાવવાનું કામ કરે છે. શરીરનાં અમુક અમુક અંગ ઘસવાથી ગરમ જણાય છે, તે તૈજસના કારણથી જણાય છે. માથા ઉપર વૃતાદિ મૂકી તે શરીરની પરીક્ષા કરવાની રૂઢિ છે. તેનો અર્થ એ કે તે શરીર સ્કૂલ શરીરમાં છે કે શી રીતે ? અર્થાત્ સ્કૂલ શરીરમાં જીવની માફક તે આખા શરીરમાં રહે છે.
(૧૭૬) તેમ જ કાર્મણ શરીર પણ છે; જે તેજસ કરતાં સૂક્ષ્મ છે, તે પણ તેજસની માફક રહે છે. સ્થૂલ શરીરની અંદર પીડા થાય છે, અથવા ક્રોધાદિ થાય છે તે જ કામણ શરીર છે. કાર્મણથી ક્રોધાદિ થઈ તેજોલેશ્યાદિ ઉત્પન્ન થાય છે. વેદનાનો અનુભવ જીવ કરે છે, પરંતુ વેદના કાર્મણ શરીરને લઈને થાય છે. કાર્પણ શરીર એ જીવનું અવલંબન છે.
પરમાણુમાં રહેલા ગુણસ્વભાવાદિ જેમના તેમ રહે છે તેની સ્પષ્ટતા અહીં કરેલી છે તેમજ તૈજસ અને કાર્મણ શરીર સ્કૂલ દેહ પ્રમાણે છે અને તેના કાર્યો શું છે. તેની સમજણ આપી છે.
(૧૭૭) ઉપર જણાવેલ ચાર અનુયોગનું તથા તેના સૂક્ષ્મ ભાવોનું જે સ્વરૂપ, તે જીવે વારંવાર વિચારવા યોગ્ય છે, જાણવા યોગ્ય છે. તે પરિણામે નિર્જરાનો હેતુ થાય છે, વા નિર્જરા થાય છે. ચિત્તની સ્થિરતા કરવા માટે સઘળું કહેવામાં આવ્યું છે, કારણ કે એ સૂમમાં સૂક્ષ્મ
સ્વરૂપ જીવે જો કાંઈ જાણ્યું હોય તો તેને વાતે વારંવાર વિચાર કરવાનું બને છે અને તેવા વિચારથી જીવની બાહ્યવૃત્તિ નહીં થતાં અંદરની અંદર વિચારતાં સુધી સમાયેલી રહે છે.
(૧૭૮) અંતરવિચારનું સાધન ન હોય તો જીવની બાહ્યવસ્તુ ઉપર વૃત્તિ જઈ અનેક જાતના ઘાટ ઘડાય છે. જીવને અવલંબન જોઈએ છે. તેને નવરો બેસી રહેવાનું ઠીક પડતું નથી. એવી જ ટેવ પડી ગઈ છે; તેથી જો ઉપલા પદાર્થનું જાણપણું થયું હોય તો તેના વિચારને લીધે સચિવૃત્તિ બહાર નીકળવાને બદલે અંદર સમાયેલી રહે છે, અને તેમ થવાથી નિર્જરા થાય છે.
આંક (૧૭૩)માં ચાર અનુયોગની જે વાત કરી છે તે, તેના સૂક્ષ્મ ભાવોનું જીવે વારંવાર ચિંતન કરવાથી નિર્જરાનો હેતુ થઈ પડે છે કે નિર્જરા થાય છે અને વૃત્તિઓ અંદરમાં સ્થિર કરવું સહેલું પડે છે.
આંતિરક સુવિચારણાનું સાધન હાથવગું ન હોય તો જીવની વૃત્તિ બાહ્ય તરફ જાય છે, અને અનેક પ્રકારના સાંસરિક ઘાટ ઘડ્યા કરે છે. મન નવરું પડ્યું તો તે નખ્ખોદ વાળી નાંખે છે. તેથી ચાર અનુયોગની સમજણ યથાર્થ થઈ જાય તો તેના ચિંતનમાં મન રોકી દેવાથી વૃત્તિઓ પણ બહાર જતી રોકાઈ જાય છે.
(૧૭૯) પુદ્ગલ, પરમાણુ અને તેના પર્યાયાદિનું સૂક્ષ્મપણું છે, તે જેટલું વાણીગોચર થઈ શકે તેટલું કહેવામાં આવ્યું છે. તે એટલા સારુ કે એ પદાર્થો મૂર્તિમાન છે, અમૂર્તિમાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org