________________
સ્વાધ્યાય સુધા
૧૬૩ (૧) “ચૈતન્ય અને જડ” એ બે ઓળખવાને માટે તે બન્ને વચ્ચે જે ભિન્ન ધર્મ છે તે પ્રથમ ઓળખાવો જોઈએ; અને તે ભિન્ન ધર્મમાં પણ મુખ્ય ભિન્ન ધર્મ જે ઓળખવાનો છે તે આ છે કે, “ચેતન્ય’માં “ઉપયોગ' (કોઈ પણ વસ્તુનો જે વડે બોધ થાય તે વસ્તુ) રહ્યો છે અને જડ'માં તે નથી. અહીં કદાપિ આમ કોઈ નિર્ણય કરવા ઈચ્છે કે, “જડ'માં “શબ્દ”, “સ્પર્શ', “રૂપ', “રસ' અને “ગંધ' એ શક્તિઓ રહી છે; અને ચૈતન્યમાં તે નથી; પણ એ ભિન્નતા આકાશની અપેક્ષા લેતાં ન સમજાય તેવી છે, કારણ તેવા કેટલાક ગુણો આકાશમાં પણ રહ્યા છે, જેવા કે, નિરંજન, નિરાકાર, અરૂપી ઈ, તે તે આત્માની સદેશ ગણી શકાય; કારણ ભિન્ન ધર્મ ન રહ્યા, પરંતુ ભિન્ન ધર્મ ‘ઉપયોગ' નામનો આગળ કહેલો ગુણ તે દર્શાવે છે, અને પછીથી જડ ચેતન્યનુ સ્વરૂપ સમજવું સુગમ પડે છે.
() જીવનો મુખ્ય ગુણ ના લક્ષણ છે તે “ઉપયોગ' (કોઈ પણ વસ્તુસંબંધી લાગણી, બોધ, જ્ઞાન). અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જેને રહ્યો છે તે જીવ-વ્યવહારની અપેક્ષાએ'આત્મા સ્વસ્વરૂપે પરમાત્મા જ છે, પણ જ્યાં સુધી સ્વસ્વરૂપ યથાર્થ સમજ્યો નથી ત્યાં સુધી (આત્મા) છદ્મસ્થ જીવ છે-પરમાત્મદશામાં આવ્યો નથી. શુદ્ધ અને સંપૂર્ણ યથાર્થ ઉપયોગ જેને રહ્યો છે તે પરમાત્મદશાને પ્રાપ્ત થયેલો આત્મા ગણાય. અશુદ્ધ ઉપયોગી હોવાથી જ આત્મા કલ્પિતજ્ઞાન (અજ્ઞાન)ને સમ્યકજ્ઞાન માની રહ્યો છે, અને સમ્યકજ્ઞાન વિના પુનર્જન્મનો નિશ્ચય કોઈ અંશે પણ યથાર્થ થતો નથી, અશુદ્ધ ઉપયોગ થવાનું કંઈ પણ નિમિત્ત હોવું જોઈએ. તે નિમિત્ત અનુપૂર્વીએ ચાલ્યાં આવતાં બાહ્યભાવે ગ્રહેલાં કર્મપુલ છે. (તે કર્મનું યથાર્થ સ્વરૂપ સૂક્ષ્મતાથી સમજવા જેવું છે, કારણ આત્માને આવી દશા કાંઈ પણ નિમિત્તથી જ હોવી જોઈએ; અને તે નિમિત્ત જ્યાં સુધી જે પ્રકારે છે તે પ્રકારે ન સમજાય ત્યાં સુધી જે વાટે જવું છે તે વાટની નિકટતા ન થાય.) જેનું પરિણામ વિપર્યય હોય તેનો પ્રારંભ અશુદ્ધ ઉપયોગ વિના ન થાય, અને અશુદ્ધ ઉપયોગ ભૂતકાળના કંઈ પણ સંલગ્ન વિના ન થાય. વર્તમાનકાળથી આપણે એકેકી પળ બાદ કરતા જઈએ અને તપાસતા જઈએ, તો પ્રત્યેક પળ ભિન્ન ભિન્ન સ્વરૂપે ગઈ જણાશે. (તે ભિન્ન ભિન્ન થવાનું કારણ કંઈ હોય જ.) એક માણસે એવો દઢ સંકલ્પ કર્યો કે, ચાવજીવનકાળ સ્ત્રીનું ચિંતવન પણ મારે ન કરવું, છતાં પાંચ પળ ન જાય, અને ચિંતવન થયું તો પછી તેનું કારણ જોઈએ. મને જે શાસ્ત્ર સંબંધી અલ્પ બોધ થયો છે તેથી એમ કહી શકું છું કે, તે પૂર્વકર્મનો કોઈ પણ અંશે ઉદય જોઈએ. કેવા કર્મનો ? તો કહી શકીશ કે, મોહનીય કર્મનો; કઈ તેની પ્રકૃતિનો ? તો કહી શકીશ કે, પુરુષવેદનો. (પુરુષવેદની પંદર પ્રકૃતિ છે.) પુરુષવેદનો ઉદય દઢ સંકલ્પ રોક્યો છતાં થયો તેનું કારણ હવે કહી શકાશે કે, કંઈ ભૂતકાળનું હોવું જોઈએ; અને અનુપૂર્વીએ તેનું સ્વરૂપ વિચારતાં પુનર્જન્મ સિદ્ધ થશે. આ સ્થળે બહુ દષ્ટાંતોથી કહેવાની મારી ઈચ્છા હતી; પણ ધાર્યા કરતા કહેવું વધી ગયું છે. તેમ આત્માને જે બોધ થયો તે મન યથાર્થ ન જાણી શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org