________________
૧૬)
સ્વાધ્યાય સુધા
કરવામાં અત્યંતિક આસક્તિ જ એનું મૂળ કારણ છે. કર્મબંધની આ નિકાચિત અવસ્થા કઠોરતમ અને ઘાતક અવસ્થા છે. આનાથી ત્યારે જ બચી શકાય કે કોઈપણ પ્રવૃત્તિમાં અત્યંત રાગદ્વેષ અથવા આસક્તિ ન કરવામાં આવે. ઈર્ષ્યા, ધૃણા અથવા વૈર-વિરોધ ન કરવામાં આવે. | નિકાચિત અવસ્થા પણ ચાર પ્રકારે છે : (૧) પ્રકૃતિ-સ્થિતિ-અનુભાગ-પ્રદેશ-નિકાચિત.
કર્મબંધની નિધત્ત અને નિકાચિત આ બન્ને અવસ્થાઓ અસાધ્ય રોગની સમાન છે. એમાં પણ નિધત્ત કરતાં નિકાચિત વધારે દુઃખ આપનાર, અપ્રીતિકર અને પ્રબળતર છે. સાધકે આનાથી બચવું એ જ શ્રેયસ્કર છે.
ઉપસંહાર :- કર્મબંધ તથા પરિવર્તનીય અવસ્થા તેમજ અપરિવર્તનીય અવસ્થામાં બચવા માટે જ્ઞાનીઓએ સાવધાન કરતાં કહ્યું છે કે :- કર્મબંધનું કારણ મોહ છે. મોહનો મૂળ સ્રોત રાગદ્વેષ છે. તેથી સાધકે દરરોજના પોતાના કાર્ય કરતાં મોહભાવથી બચતા રહેવું જોઈએ. મોહનીય કર્મનો ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમનો પુરુષાર્થ ઉત્સાહિત પરિણામોથી કરવો પડશે.
એક વાર બંધાયેલું કર્મ બદલી શકાતું નથી અથવા તેની સ્થિતિ, અનુભાગમાં ક્યારેય પરિવર્તન નથી થઈ શકતું-આ ભ્રાંતિને તોડવા માટે તથા પુરુષાર્થવાદનો સંદેશ આપવા માટે કર્મના જાણકાર જ્ઞાનીઓએ કર્મબંધની દશ મુખ્ય અવસ્થાઓનું વિવેચન કર્યું છે. આ દસેય અવસ્થાઓ જુદી જુદી રીતે બંધાયેલા કર્મોનો ક્ષય કરવા માટે હિંમત નહીં હારવાનો સંદેશ આપે છે. તેમાંથી બંધ, ઉદય, ઉદ્વર્તન, નિધત્ત અને નિકાચિતના સમયે બહુ જ સાવધાન રહેવાનો સંકેત આપેલ છે. તથા અપવર્તન, સત્તા, ઉદીરણા, સંક્રમણ અને ઉપશમન અવસ્થાઓમાં સાધકને તે કર્મબંધ બદલવા, ભોગવીને ક્ષય-કરવા, રૂપાંતર કરવા તથા તે ઉદયને શાંત કરવા માટે સતત પુરુષાર્થ કરવાની પ્રેરણા મળે છે.
કર્મબંધની જાળ એટલી વિચિત્ર છે કે કર્મ-સિદ્ધાંતથી અજાણ માનવી એનાથી બચી શકતો નથી. આત્માને બંધથી લઈને ઉદય સુધી આવવામાં અવકાશ રહે છે. તેમાં તે પોતાના ભાવો દ્વારા તેમાં પરિવર્તન કરી શકે છે અથવા નાશ પણ કરી શકે છે. બંધાયેલા કર્મોના બે રૂપ કહેવામાં આવ્યા છે. એક નિકાચિત અને બીજુ દલિત. નિકાચિતમાં વિપાકમાં ફેરફાર થતો નથી. એ જે પ્રમાણે બંધાયો છે તે પ્રમાણે ભોગવવો પડે છે. દલિત કર્મને અન્યથા થઈ શકે છે. પ્રથમને નિરુપક્રમ અને પાછળવાળાને સોપક્રમ પણ કહેવાય છે. નિરુપક્રમ એટલે તેનો પ્રતિકાર ન થઈ શકે અને સીપક્રમનો ઉપચાર કરી શકાય છે. નિકાચિત કર્મોના ઉદયની અપેક્ષાએ જીવ બિલકુલ કર્માધીન બની જાય છે. પરંતુ દલિત-સોપક્રમ કર્મની અપેક્ષા એ બે વાતો છે. (૧) જેમાં જીવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org