________________
૧૫૯
સ્વાધ્યાય સુધા
કર્મબંધની આ અવસ્થા, અગ્નિમાં તપાવેલી સોયોની જેમ એટલા ગાઢ બંધાય છે કે એટલા પ્રગાઢ થઈ જાય છે કે તેની સ્થિતિ અને રસમાં ઘટાડો-વધારો કરવો સંભવિત છે, પરંતુ તેમાં સંક્રમણ, ઉદીરણા તથા આમૂલ પરિવર્તનનો સંભવ નથી થઈ શકતો. તેને નિધત્તિકરણ કહેવાય છે. જેમાં ઉદ્વર્તન અને અપવર્તન સિવાયના બાકીના કિરણો (સાધના)ને માટે કર્મ અક્ષમ બની જાય છે. એટલે કે નિધત્ત અવસ્થાવાળા કર્મોમાં પોતાના અવાંતર (સજાતીય) ભેદોમાં રૂપાંતરિત નથી થઈ શકતા અને પોતાનું ફળ એ જ રૂપમાં આપે છે, પરંતુ બંધાયેલા કર્મોની સ્થિતિ અને રસ-વિપાકને તીવ્ર અથવા મંદ કરી શકાય છે. નિધત્તના પણ ચાર પ્રકાર છે : (૧) પ્રકૃતિ નિધત્ત (૨) સ્થિતિ નિધત્ત (૩) અનુભાગ નિધત્ત અને (૪) પ્રદેશ નિધત્ત.
બંધાયેલા કર્મોની આ નિધત્ત અવસ્થા કોઈ વૃત્તિ, પ્રવૃત્તિ અથવા પ્રકૃતિમાં વારંવાર અધિકપણે રસ લેવાથી તથા તે વૃત્તિ-પ્રવૃત્તિની પુનરાવૃત્તિ કરવાથી થાય છે. જે ક્રિયામાં મન-વચન-કાયાની પ્રવૃત્તિ એટલી વધારે થાય કે તેની પુનરાવૃત્તિ વારંવાર થયા કરે, સાથે જો તેમાં રાગદ્વેષનું પ્રમાણ વધી જાય તો કર્મની આવી અવસ્થાનો બંધ થઈ જાય છે, જેમાં કેટલીક વધ-ઘટ થઈ શકે છે, પરંતુ તેનું રૂપાંતરણ તથા અન્ય પ્રકૃતિનાં રૂપમાં પરિવર્તન નથી થઈ શકતું. જેના ફળને ભોગવવું જ પડે છે, તે નિધત્ત અવસ્થા છે. આ કર્મબંધની કઠોર અવસ્થા છે કે જે ઉદીરણા કે સંક્રમણ આદિથી પર રહેલી છે. આનું ફક્ત ઉદ્વર્તન કે અપવર્તન થઈ શકે છે.
(૧૦) નિકાચિત અવસ્થા :- કર્મની જે અવસ્થામાં, તેનું ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ અને ઉદીરણાનો સંભવ ન હોય તેને નિકાચિત કહે છે. આ અવસ્થામાં કર્મોનો બંધ એટલો પ્રગાઢ હોય છે કે તેની સ્થિતિ અને અનુભાગની તીવ્રતામાં કોઈ પરિવર્તન થઈ શકતું નથી તેમજ સમય પહેલાં ભોગવી પણ શકાતું નથી. આ એવી અવસ્થા છે કે જે પ્રકારે બંધાયેલું છે, તે જ પ્રકારમાં અનિવાર્યપણે ભોગવવું જ પડે છે. ભોગવ્યા વગર તેની નિર્જરા થઈ શકતી નથી. આ કર્મનું બીજું નામ નિયતિ પણ છે. આમાં જીવાત્માની ઈચ્છા શક્તિનો સર્વથા અભાવ રહે છે. આ કર્મમાં કોઈપણ પ્રકારે ફેરફાર કરી શકાતો નથી. આ પ્રકારના કર્મબંધનમાં, કોઈ પ્રવૃત્તિમાં અત્યંત આસક્તિ, તીવ્ર મૂચ્છ અને પ્રબળ લાલસા કારણભૂત છે. પાપ-પ્રવૃત્તિઓનું પ્રાયશ્ચિત ન કરીને મન સુખનો અનુભવ કરે અથવા અહંકારગ્રસ્ત થઈ પાપ-કાર્યોની વારંવાર અનુમોદના કરે ત્યારે નિકાચિત કર્મનું બંધન થાય છે.
જે કર્મ એટલું ગાઢ બંધાઈ જાય કે તેના ખરાબ ફળથી બચવું કઠિન બની જાય | અને તેને ભોગવ્યા વિના છૂટો ન શકાય તે અવસ્થા નિકાચિત સ્થિતિ છે. પ્રવૃત્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org