________________
૧૫૮
સ્વાધ્યાય સુધા અવસ્થાઓ ઉદયમાં નહીં આવેલા કર્મોમાં થાય છે. ઉદય અવસ્થામાં આવેલા કર્મોમાં આ ચારેય વડે કોઈ પરિવર્તન કરી શકાતું નથી.
(૮) ઉપશમન :- કર્મોની સંપૂર્ણપણે અનુદયની સ્થિતિને ઉપશમન કહેવાય છે. કર્મોના ઉદય, ઉદીરણા, નિધત અને નિકાચિત-આ ચારેય ક્રિયાઓને નકામી કરી દેવી. તેને ઉપશમ અવસ્થા કહે છે. કર્મોનું ઉપશમન થોડાક સમય માટે ફળ દેવાની શક્તિને કેટલાક સમય માટે દબાવી દે છે. અથવા તેને થોડાક સમય માટે ફળ દેવા માટે બિન અસરકારક બનાવી દે છે. આ અવસ્થામાં પ્રદેશોદય કે વિપાકોદય પ્રકારનો ઉદય નથી રહેતો. ઉપશમન ફક્ત મોહનીય કર્મનું જ થઈ શકે છે. ઉપશમ અવસ્થા રાખ વળી ગયેલા અગ્નિ સાથે સરખાવવામાં આવે છે એટલે કે કર્મોના ઉદય-ઉદીરણાને રોકી દેવા અથવા દબાવી દેવા તે ઉપશમ છે. ઉપશમ અવસ્થામાં નિમિત્ત મળતાં જ તે કર્મ ઉદયમાં આવીને ફળ આપે છે. ઉપશમમાં કર્મોની સત્તા નાશ નથી પામતી પણ થોડા સમય માટે ફળ આપતા નથી. કેટલાક સમય માટે નિશ્ચલ થઈને દઢતાપૂર્વક સમતા, શમ આદિની સાધના કરવાથી કર્મમળ થોડા સમય માટે અંતઃકરણમાં શાંત થઈને બેસી જાય છે. જેટલા સમય સુધી આ પ્રકારે કર્મો સુષુપ્ત અવસ્થામાં રહે છે. એટલો સમય આત્માના ભાવ પૂર્ણતઃ શુદ્ધ તેમજ નિર્મળ બની જાય છે. પણ કર્મોનો સુષુપ્ત કાળ પૂરો થતાં, તે કર્મ ફરીને સચેષ્ટ (સચેતન) થઈને આત્માના પરિણામ ઉપર પોતાનો પ્રભાવ બતાવે છે.
આત્માને કર્મબંધમાંથી કર્મમુક્તિ તરફ લઈ જવામાં ઉપશમનું મહત્વ રહેલું છે. કારણ કે જેટલો સમય કર્મમળ ઉપશમ અવસ્થામાં શાંત રહે છે, તેટલો સમય આત્મા સો ટકા નિર્મળ અને શુદ્ધ રહે છે. એટલા સમય માટે રાગદ્વેષ કે કષાયના ભાવ ઊભા થતા નથી. એટલા સમય માટે આત્મામાં પર્ણપણે ઉપશમ, શમ બન્યા રહે છે. ઉપશમનો સમય પૂરો થતાં, ભલે કર્મ ઉદયમાં આવી જાય અને તેના પ્રભાવમાં જીવ પુનઃ વિકલ્પ તેમજ કષાયમાં જાગૃત થઈ જાય, પરંતુ ઉપશમ સમયમાં તો તે પૂર્ણપણે નિર્વિકલ્પ અને વીતરાગ બની રહે છે. કર્મોને શ્રુતજ્ઞાન અથવા સંયમના બળથી દબાવી દેવાથી તેનું ફળ મળવું બંધ થાય છે. ઉપશમથી મોહનીય કર્મની પ્રકૃતિઓના વિપરીત ફળને શમાવવામાં આવે છે, ઉપશમાવવામાં આવે છે. આમ થવાથી કર્મની સ્થિતિ, અનુભાગ અને પ્રદેશબંધ ઘટવાની સંભાવના ઊભી થાય છે. આ વિધિથી ઉપશમ આત્મશાંતિ તથા આત્મશક્તિને પ્રગટાવવામાં સહાયક બને છે.
(૯) નિધત્ત અને (૧૦) નિન્નચિત કર્મબંધ (૯) નિધત્ત :- જે કર્મમાં ઉદીરણા અથવા સંક્રમણ નથી થઈ શકતું પરંતુ ઉદ્વર્તન અને અપવર્તન થઈ શકે છે. એટલે કે બંધાયેલા કર્મોની સ્થિતિ (સમય) અને રસની તીવ્રતાને ઘટાડી-વધારી શકાય છે. (જૂનાધિક કરી શકાય છે).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org