________________
૧૫૬
સ્વાધ્યાય સુધા સ્થાનાંગસૂત્ર (ઠાણાંગ સૂટા)માં આ આશયને સ્પષ્ટ કરવા માટે એક ચૌભંગી આપવામાં આવી છે. (૧) શુભકર્મ ઉપર વિપાર્ક અશુભ થાય છે. (૨) અશુભકર્મ ઉપર વિપાક શુભ થાય છે. (૩) શુભનો વિપાક શુભ થવો. (૪) અશુભનો વિપાક અશુભ થવો. આ પ્રમાણે કર્મ પ્રકૃતિઓની અદલા-બદલી થવી તેને સંક્રમણ કહે છે.
સંક્રમણના પ્રકાર :- સ્થાનાંગ સૂત્રામાં સંક્રમણ ચાર પ્રકારનું બતાવેલ છે. (૧) પ્રકૃતિ સંક્રમણ (૨) સ્થિતિ સંક્રમણ . (૩) અનુભાગ સંક્રમણ (૪) પ્રદેશ સંક્રમણ.
(૧) પ્રકૃતિ સંક્રમણ :- કર્મ બાંધતી વખતે મતિ જ્ઞાનાવરણીય કર્મનો બંધ કર્યો હતો પરંતુ ફળ દેતી વખતે તે શ્રુત જ્ઞાનાવરણીયના રૂપમાં થઈ શકે છે. અથવા શાતા વેદનીય અશાતા વેદનીયનું રૂપ લઈ લે છે અને તે પ્રમાણે ફળ આપે છે.
જો કે સંક્રમણમાં પહેલાં બંધાયેલી પ્રકૃતિ વર્તમાનમાં બંધાવાવાળી સજાતીય પ્રકૃતિના રૂપમાં બદલાઈ જાય છે, પરંતુ તેમાં આયુષ્ય અને મોહનીય કર્મ અપવાદરૂપ છે. ચાર પ્રકારના આયુષ્યમાં પરસ્પર સંક્રમણ નથી થતું તેમજ દર્શન મોહનીયની પ્રકૃતિઓનું ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓમાં સંક્રમણ થતું નથી કે ચારિત્ર મોહનીય પ્રકૃતિનું દર્શન મોહનીયની પ્રકૃતિમાં સંક્રમણ થતું નથી.
(૨) સ્થિતિ સંક્રમણ :- કર્મોની સ્થિતિમાં પરસ્પર સંક્રમણ થવું તે સ્થિતિ સંક્રમણ (પરિવર્તન) છે. આ સ્થિતિ સંક્રમણ ત્રણ અવસ્થાઓ પર અવલંબેલ છે. (અ) અપવર્તના (બ) ઉદ્વર્તનો (ક) કર્મ પ્રકૃતિની સ્થિતિનું સમાન જાતીય અન્ય પ્રકૃતિની સ્થિતિમાં પરિવર્તન થવું એ પણ સંક્રમણ છે. ઉદ્વર્તન અને અપવર્તના દ્વારા કર્મોની મૂળ અને ઉત્તર પ્રવૃતિઓમાં સ્થિતિ સંબંધી પરિવર્તન થાય છે, તે પરિવર્તનને સ્થિતિ સંક્રમણ કહે છે. જેમાં કર્મોની કાળ સ્થિતિ (મર્યાદા)માં ન્યૂનાધિકતા થાય છે.
(૩) અનુભાગ સંક્રમણ :- આત્માના ભાવોમાં પરિવર્તન થવું તે અનુભાગ સંક્રમણ છે, અર્થાત્ કર્મોની ફળ આપવાની તીવ્ર-મંદ શક્તિમાં પરિવર્તન થવું. આ અનુભાગ સંક્રમણ પણ સ્થિતિ સંક્રમણની જેમ ત્રણ પ્રકારે છે : (અ) અપવર્તન (બ) ઉદ્વર્તના અને (ક) પર પ્રકૃતિરૂપ પરિણમન.
(૪) પ્રદેશ સંક્રમણ :- આત્મપ્રદેશોની સાથે બંધાયેલા કર્મ પુદ્ગલોનું અન્ય પ્રકૃતિરૂપ થઈ જવું એ પ્રદેશ સંક્રમણ છે. આનો સામાન્ય નિયમ એ છે કે, જે પ્રકૃતિનો જયાં સુધી બંધ થાય છે, તે પ્રકૃતિની સજાતીય પ્રકૃતિમાં ત્યાં સુધી જ સંક્રમણ થાય છે. દા.ત. અશાતાવેદનીયનો બંધ છઠ્ઠા ગુણસ્થાનક સુધી થાય છે એટલે શાતા વેદનીયનું અશાતા વેદનીયના રૂપમાં પણ છઠ્ઠા ગુણસ્થાનક સુધી થાય છે.
વસ્તુતઃ સંક્રમણના આ ચાર પ્રકારોનો સંબંધ સંકલેશિત અને વિશુદ્ધિ પરિણામો પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org