________________
૧૫૫
સ્વાધ્યાય સુધા વધારે ખરાબ કાર્યો કરવાનું ચાલુ કર્યું તો અશુભ પરિણામોમાં વધારો થવાથી અશુભ કર્મોની સ્થિતિ અને અનુભાગ બંધમાં વૃદ્ધિ થઈ જાય છે અને સાથે જ અશુભ પરિણામોની પ્રબળતાથી શુભકર્મોની સ્થિતિ અને અનુભાગ મંદ થઈ જાય છે.
ઉદ્વર્તનમાં-સંકલેશ પરિણામોની તીવ્રતાના નિમિત્તથી આયુષ્ય કર્મ જે ઉદયમાં છે, તેના સિવાયના બાકીના કર્મોની પ્રકૃતિઓની સ્થિતિ વધી જાય છે તથા અનુભાગમાં વધારો થઈ જાય છે. તેમજ શુભભાવોથી, વિશુદ્ધિથી કે વધારો થવાથી પુણ્ય પ્રકૃતિઓનો અનુભાગ અને સ્થિતિમાં વૃદ્ધિ થાય છે.
અપવર્તનમાં સંકલેશ પરિણામોની મંદતા અને શુભભાવોની વૃદ્ધિ થવાથી પૂર્વે બંધાયેલી પાપ પ્રકૃતિઓના રસમાં અને સ્થિતિમાં ઘટાડો થઈ જાય છે તથા કષાયની વૃદ્ધિથી પુણ્ય પ્રકૃતિઓની સ્થિતિ તથા અનુભાગમાં ઘટાડો થઈ જાય છે.
ઉદ્વર્તન અને અપવર્તનાના પ્રકાર :- બે પ્રકાર છે : (૧) અવ્યાઘાત ઉદ્વર્તનાઅપવર્તન અને (૨) વ્યાઘાત ઉદ્વર્તના-અપવર્તન. સામાન્ય રૂપથી જીવનમાં દરરોજ થવાવાળા આંશિક ઉદ્વર્તન અથવા અપવર્તન આવ્યાઘાત કહેવાય છે. દા.ત. પોતાની આદતો સુધરી જવી અથવા વ્યસનનો ત્યાગ થવો કે સ્વાધ્યાય-સત્સંગનો નિત્યક્રમ બની જવો.
વ્યાઘાત ઉદ્વર્તના-અપવર્તના આધ્યાત્મિક સાધકોમાં થવાવાળા પૂર્ણ ઉત્કર્ષણ અથવા અપકર્ષણ છે. વાસ્તવિક રીતે વ્યાઘાત-અપકર્ષણ જ મોક્ષમાર્ગમાં ઉપયોગી છે. તેના દ્વારા સાધક પ્રતિક્ષણ હજારો-લાખો, કરોડો વર્ષની સ્થિતિનો ઘાત અને અનુભાગનો ઘાત કરતો, થોડા જ સમયમાં કર્મબંધથી મુક્ત થઈ જાય છે.
(૭) ર્મબંધનું સંક્રમણ અને (૮) ઉપશમન (૭) એક કર્મ પ્રકૃતિનું અન્ય સજાતીય (ઉત્તર) કર્મ પ્રકૃતિમાં પરિણમન થઈ જવું તેને સંક્રમણ કહે છે. સંક્રમણ કોઈ એક કર્મની મૂળ પ્રકૃતિની ઉત્તર પ્રવૃતિઓમાં થાય છે, બીજા મૂળ કર્મની પ્રકૃતિમાં નથી થતું. અર્થાત્ આ સંક્રમણ આઠ મૂળ કર્મ ભેદ છે તેમાં નથી થતું. દરેકની ઉત્તર પ્રકૃતિમાં સજાતીય હોવાથી થઈ શકે છે. જે પ્રયત્ન કરવાથી એક કર્મ પોતાના સ્વરૂપને છોડી બીજા સજાતીય સ્વરૂપને મેળવી લે છે, તો આ પ્રયત્નનું નામ સંક્રમણ છે. દા.ત. પૂર્વે બાંધેલી પુણ્ય પ્રકૃતિઓ, પછી પાપનો પુરુષાર્થ થવાથી તે પાપકર્મની પ્રકૃતિઓમાં બદલાઈ જાય છે. જે પુણ્યના રૂપમાં સુખ દેવાવાળા કર્મ પાપના રૂપમાં એટલે દુઃખ દેવાવાળા સ્વરૂપમાં સંક્રમિત થઈ જાય છે. એ જ પ્રકારે પૂર્વે બાંધેલા પાપકર્મમાં કાળાન્તરે દીર્ઘ તપથી, પરિષહ સહન કરવાથી, ઉપસર્ગ ઉપર વિજય મેળવવાથી, ચારિત્રામાં સ્થિતિ કરવાથી પુણ્યરૂપમાં પરિણમી જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org