________________
સ્વાધ્યાય સુધા
૧૫૩
બંધાયેલી સ્થિતિ અને અનુભાગને વર્તમાનમાં તીવ્ર કષાય કરીને તે જ કાર્યને વારંવાર કરે છે, તો તે પોતાના તીવ્ર કષાયના કારણે તે કર્મની સ્થિતિ અને અનુભાગ વધી જાય છે તેને ઉત્કર્ષણ કે ઉર્તના કહે છે.
આ જ પ્રકારે લોભ અથવા રાગદ્વેષના કારણે પૂર્વે બંધાયેલા કર્મોને યારે તીવ્ર લોભથી અથવા તીવ્ર રાગદ્વેષના કષાયથી અધિકાધિક નિમિત્ત મળવાથી તેની તે સંબંધી કર્મોની સ્થિતિ અને અનુભાગની શક્તિ વધી જાય છે. આ ઉર્તના કહેવાય છે. આ ઉર્તના અપ્રશસ્ત રાગ અથવા કષાયની વૃદ્ધિથી આયુષ્ય કર્મને છોડીને સાત કર્મોની બધી જ અશુભ કર્મ પ્રકૃતિઓની સ્થિતિ અને અનુભાગ-રસમાં વૃદ્ધિ કરે છે. આ જ પ્રકારે કષાયની મંદતાને કારણે પ્રશસ્ત રાગ અથવા શુભ ભાવોની વિશુદ્ધિથી અને પુણ્ય પ્રકૃતિઓના રસમાં વૃદ્ધિથી પણ ઉર્તના થાય છે.
આ કર્મના ઉદ્વર્તનાની ક્રિયાનો સાર એ છે કે, કષાયની વૃદ્ધિથી પૂર્વે બંધાયેલા પાપકર્મોના રસમાં ઉર્તન થાય છે અને શુભ ભાવોથી પુણ્ય પ્રકૃતિઓના અનુભાગમાં ઉર્તના થાય છે.
અપવર્તના-અપકર્ષણ :-પૂર્વે બંધાયેલા કર્મની સ્થિતિ અને અનુભાગ-રસને વર્તમાનમાં નવો કર્મ બંધ કરતાં સ્થિતિ અને અનુભાગ ઘટાડવો તેને અપવર્તના-અપકર્ષણ કહે છે. ‘ગોમ્મટસાર’માં આનું લક્ષણ આપતા કહ્યું છે કે, પૂર્વે સંચિત થયેલા કર્મોની સ્થિતિ અને અનુભાગને સમ્યગ્ દર્શન આદિથી ક્ષીણ કરવી-ઘટાડવી તે અપવર્તના છે. દા.ત. શ્રેણિક રાજાએ શરૂઆતના જીવનમાં તીવ્ર રસથી ક્રૂર કર્મ કરીને સાતમા નરક સુધી જઈ શકાય તેવા કર્મ બાંધ્યા હતા, પણ તેઓ જ્યારે ભગવાન મહાવીરના શરણમાં આવ્યા અને ભગવાનની પર્વપાસના કરવાથી તેમને ક્ષાયિક સમ્યગ્દર્શન પ્રગટ થયું. ત્યારબાદ પોતાના કરેલા કર્મોનો તેઓને પશ્ચાતાપ કરવાથી શુભ ભાવોના પ્રભાવથી સાતમી નરકના આયુષ્યનું અપવર્તન થઈને તે પ્રથમ નરક સુધી રહી ગયું.
અશુભ કર્મનો બંધ થયા પછી જો આત્મા તે દુષ્કર્મ પ્રતિ સંવર ભાવ તથા તપ કરે છે તો પૂર્વબદ્ધ કર્મોની સ્થિતિ અને અનુભાગ ઘટી જાય છે. આ અપવર્તન છે. જો કોઈ વ્યક્તિ શુભ કર્મ કરીને દેવગતિનું આયુષ્ય બાંધી લે છે, પરંતુ પછી ઉદય આવ્યા પહેલા, તેના શુભ ભાવોમાં ઘટાડો આવી જાય તો તેનો આયુષ્ય બંધ હલકી ગતિના દેવલોકનો થઈ જાય છે-તેની શુભતાની શક્તિ ઘટી જાય છે.
આ વાત ઉપરથી નિષ્કર્ષ એ નીકળે છે કે-પોતાનો આત્મા જ પૂર્વે બંધાયેલા કર્મોના ફળમાં, પોતાના પુરુષાર્થથી શુભાશુભ ભાવોની તીવ્રતા કે મંદતાની સ્થિતિ અને અનુભાગ બંધમાં ઘટાડો-વધારો કરી શકે છે. તેને કર્મોની અપવર્તના અથવા ઉર્તના કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org