________________
૧૫૧
સ્વાધ્યાય સુધા
આવે છે. તેમાં કોઈ પુરુષાર્થની જરૂર જ નથી, પણ ઉદ્દીરણા માટે નવા પુરુષાર્થની જરૂર છે. ઉદીરણા દ્વારા કર્મોની સ્થિતિને તેના સમય પહેલાં ઉદયમાં લાવવામાં આવે છે એટલા માટે તેમાં વિશેષ પુરુષાર્થ જાગૃતપણે દ્રષ્ટા રહેવાનો-કરવાની આવશ્યકતા છે.
ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામીના પ્રશ્નના જવાબમાં ભગવાન મહાવીરે ઉદ્દીરણા બાબતમાં આ પ્રમાણે કહ્યું છે :- હે ગૌતમ ! જીવ ઉદયમાં આવેલા કર્મની ઉદ્દીરણા નથી કરતો, અને ઉદયમાં નથી આવ્યા તેની પણ ઉદ્દીરણા કરતો નથી. પરંતુ જે ઉદયમાં નથી આવ્યા અને ઉદ્દીરણા યોગ્ય હોય તેની જ ઉદ્દીરણા કરે છે; પરંતુ ઉદય થયા પછી કરેલા કર્મની જીવ ઉદીરણા કરતો નથી.
આનું તાત્પર્ય એ છે કે, જે કર્મ પુદ્ગલ વર્તમાનમાં ઉદયમાં નથી પણ ઉદીરણા કરવાને માટે યોગ્ય છે તેની જ ઉદ્દીરણા થાય છે. આવા કર્મની ઉદ્દીરણા કરવામાં પુરુષાર્થ સફળ થાય છે. આથી સ્પષ્ટ છે કે પુરુષાર્થ દ્વારા ઉદીરણા કરીને બંધાયેલા કર્મોમાં પરિવર્તન કરી શકાય છે.
ઉદ્દીરણાનો હેતુ અને રહસ્ય ઃ- પ્રત્યેક બંધાયેલું કર્મ નિશ્ચિતપણે ઉદયમાં આવશે એવો કોઈ નિયમ નથી. કર્મ બાંધ્યા પછી કર્મની આલોચના-પ્રતિક્રમણ, પશ્ચાતાપ, પ્રાયશ્ચિત, તપ, ત્યાગ આદિ કરવાથી કર્મ ક્ષય કરી શકાય છે. જો આમ બને તો પછી તેને ઉદયમાં આવવાનો પ્રશ્ન જ નથી રહેતો. બંધાયેલા કર્મોની કાળ-મર્યાદા પૂર્ણ થતાં પહેલાં જો તે કર્મને જલ્દી ક્ષય કરવાની ઈચ્છા હોય તો સ્વેચ્છાથી ક્ષમા-સમતા ભાવમાં રહી તીવ્ર વેદના અથવા અશાતાદિ સહન કરી લેવાથી ઉદયનો સમય પાક્યો નથી એવા કર્મોની ઉદ્દીરણા કરી શકાય છે. ઉદ્દીરણા દ્વારા કર્મોને ખેંચીને ઉદયમાં લાવી શકાય છે. ઉદ્દીરણાનું રહસ્ય એ થયું કે, જે બંધાયેલા કર્મોનો ઉદય નથી થયો તેને સમ્યક્ પુરુષાર્થ દ્વારા બળપૂર્વક નિશ્ચિત સમય પહેલાં ફળ દેવા યોગ્ય બનાવી દેવા તે ઉદ્દીરણા અવસ્થા છે. અર્થાત્ જે કર્મ સમયાનુસાર ઉદયમાં આવી ફળ દેવાવાળા છે, તેને વિશેષ પુરુષાર્થથી કે કોઈ નિમિત્તથી સમય પહેલાં ઉદયમાં લાવી નાશ કરવો તે ઉદ્દીરણા છે.
જે કર્મનો વિપાક નિશ્ચિત સમય પહેલાં સ્વાભાવિક રૂપથી અચાનક થઈ જાય તેને સ્વયં ઉદીરણા કહે છે. એના માટે અપવર્તનના દ્વારા પહેલાં કર્મની સ્થિતિ ઓછી કરવામાં આવે છે. સ્થિતિ ઓછી થતાં કર્મ નિશ્ચિત સમય પહેલા ઉદયમાં આવી જાય છે. દા.ત. જ્યારે મનુષ્ય પોતાનું આયુષ્ય પૂર્ણ રૂપથી ક્રમપૂર્વક ભોગવ્યા વિના, સમય પૂર્વે મૃત્યુ પામે છે તો લોકો તેને અકાળ મૃત્યુ કહે છે, પરંતુ કર્મ વિજ્ઞાનની ભાષામાં આમ થવું, તેનું કારણ આયુષ્ય કર્મની ઉદીરણા થઈ છે તેમ કહેવાય.
આત્મામાં સ્થિત કર્મોની ગથિઓને તપ-સાધનાદિ પ્રયત્નો દ્વારા સમયથી પહેલાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org