________________
૧૫૪
સ્વાધ્યાય સુધા
ઉદ્વર્તન તેમજ અપવર્તના દ્વારા જેટલો ફેરફાર સ્થિતિમાં પડે છે, તેટલો જ ફેરફાર તેના ઉદયકાળમાં પણ પડે છે. આ પ્રક્રિયા વડે એક ક્ષણમાં કરોડો-અબજો વર્ષોની સ્થિતિ ઘટી કે વધી જાય છે. સ્થિતિના ઉદ્વર્તન-અપવર્તનની જેમ જ સમાન અનુભાગનું પણ ઉદ્વર્તન અને અપવર્તન થાય છે અર્થાત્ સ્થિતિમાં ઉત્કર્ષણ-અપકર્ષણ દ્વારા કર્મોના ઉદયકાળમાં ફેરફાર થાય છે, જ્યારે ઉત્કર્ષણ-અપકર્ષણ દ્વારા તેની અનુભાગ શક્તિમાં ફેરફાર થાય છે.
ઉદ્વર્તના અને અપવર્તનનું રહસ્ય :- બંધાયેલા કર્મનો સ્થિતિ અને અનુભાગનો નિર્ણય કર્મબંધ થતી વખતે હાજર કષાયની તીવ્રતા-મંદતા અનુસાર થાય છે. પરંતુ આ નિયમ પણ એકાંત રૂપથી નથી. સમ્યક્ પુરુષાર્થી જીવાત્મા નવા કર્મોને બંધ કરતી વખતે પૂર્વે બંધાયેલા કર્મોની સ્થિતિ અર્થાત્ કાળ-મર્યાદા અને અનુભાગ-રસની તીવ્રતામાં વધારો કે ઘટાડો કરી શકે છે. - અશુભ કર્મનો બંધ થયા પછી જો આત્મા શુભ અધ્યવસાય, સદ્ગુરુ અથવા સત્કર્મથી, સત્સંગથી અથવા સન્શાસ્ત્રોના સ્વાધ્યાય વડે સત્કાર્ય કરે છે, તો પૂર્વે બંધાયેલા કર્મોની સ્થિતિ અને અનુભાગ શક્તિ ઘટાડી શકે છે. આ અપવર્તનાકરણ છે. અર્થાત્ પોતાના દુષ્કર્મોની નિંદા, ગ, પશ્ચાતાપ આદિથી બાંધેલા કર્મોની શક્તિને ઘટાડી શકાય છે.
સ્થિતિનું અપકર્ષણ થવાથી, પૂર્વે બંધાયેલા કર્મો વહેલા ઉદયમાં આવીને ખરી જાય છે અથવા તેનું ઉત્કર્ષણ થવાથી તે કર્મ પોતાના ઉદયકાળમાં આવવાનો સમય વધારી દે છે અને મોડેથી ઉદયમાં આવે છે. અર્થાત્ અપકર્ષણ-ઉત્કર્ષણ દ્વારા જેની સ્થિતિમાં ફેર પડે છે, તેના ઉદયકાળમાં પણ ફેર પડે છે. અપવર્તન દ્વારા તીવ્રતમ શક્તિવાળા કર્મો એક ક્ષણમાં મંદતમ થઈ જાય છે અને ઉત્કર્ષણ દ્વારા મંદતમ શક્તિવાળુ કર્મ એક ક્ષણમાં તીવ્રતમ થઈ જાય છે.
અપવર્તના-અપકર્ષણનો ચમત્કાર :- જેમણે નરકમાં જવા યોગ્ય અશુભતર કર્મોનો બંધ કરી લીધો હતો એવા પાપાત્માઓ પણ એક દિવસ પવિત્ર-આત્મા બની જાય છે અને પોતાના ચારિત્ર્ય બળ વડે મોક્ષ માર્ગ પર આરુઢ થઈ જાય છે. તેમની સાધનાના પ્રભાવથી પ્રગાઢ પાપકર્મો પણ અલ્પકાળમાં ઉદયમાં આવી નાશ પામી જાય છે અને તે સાધકો પરમાત્મ પદને પ્રાપ્ત કરવામાં સમર્થ બની જાય છે. દા.ત. ચિલાતીપુત્ર, અર્જુનમાળી, દ્રઢપ્રહારી જેવા પાપાત્માઓ અપવર્તના દ્વારા મહાત્મા અને મહાત્મામાંથી પરમાત્મા બની શક્યા હતા.
ઉદ્વર્તના-ઉત્કર્ષણનો ચમત્કાર :- ઉદ્વર્તના-ઉત્કર્ષણથી પૂર્વે બંધાયેલા સ્થિતિ-અનુભાગ બંધમાં વધારો થાય છે. જેમ કે કાઈ જીવે અલ્પસ્થિતિવાળુ અશુભ કર્મ બાંધ્યું. ત્યારબાદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org