________________
૧ ૧૬
સ્વાધ્યાય સુધા ‘તે બંધ શી રીતે થાય છે?” “તે બંધ કેવી રીતે નિવૃત્ત થાય?'
આપણી અંદર જે અજ્ઞાન રહેલું છે એના કારણે રાગદ્વેષ ઊભા થાય છે અને તેથી કર્મ બંધાય છે. પ.કૃ.દેવ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહ્યું છે કે :
રાગદ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ;
થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ.” અહીં તો ત્રણ વસ્તુ કાઢવાની કહી, અજ્ઞાન, રાગ તેમજ વૈષ. બાકીના બધા જે કર્મ-૧૫૮ પ્રકૃતિ કહી કે કર્મના અનંત પ્રકાર કહ્યા તે બધા રાગદ્વેષમાંથી ઊભા થાય છે. તો પહેલાં અજ્ઞાન-મિથ્યાત્વ-ભ્રાંતિ-ઊંધી સમજણ અને રાગદ્વેષ જે સાધન વડે નીકળેજાય એ જ મોક્ષનો માર્ગ. એ સાધનોનો આશ્રય લઈ અજ્ઞાન અને રાગદ્વેષ કાઢે તો તે કર્મબંધથી નિવૃત્ત થઈ શકે છે.
અને “તે બંધથી નિવૃત્ત થવું એ મોક્ષ છે.” રાગદ્વેષના બંધથી નિવૃત્ત થઈ જવું, કર્મબંધથી છૂટવું એ મોક્ષ.
એ આદિ સંબંધી વારંવાર અને ક્ષણે ક્ષણે વિચાર કરવો યોગ્ય છે; અને એ પ્રમાણે વારંવાર વિચાર કરવાથી વિચાર વૃદ્ધિને પામે છે; ને તેને લીધે નિજસ્વરૂપનો અંશે અંશે અનુભવ થાય છે.”
આત્મા છે, આત્મા નિત્ય છે, તે કર્મનો કર્તા છે. એનો વિચાર કરવો. વળી બીજા અને ત્રીજા પ્રકારના કર્તાપણામાં મારે જવાનું નથી. એ કાર્યો, કાર્યો, ક્ષણે ક્ષણે વિચારવું તો જ અટકશે. તો પછી આશ્રવ શું છે ? સંવર શું છે ? નિર્જરા કેવી રીતે થઈ શકે ? કર્મબંધથી નિવૃત્ત કેમ થવાય ? આ બધી જ વાત નો વિચાર વારંવાર કરવાથી વિચાર વૃદ્ધિને પામે છે. કપાળુદેવ એક જગ્યાએ કહે છે કે વિચારણા અહોરાત્ર કરવી. તો ૨૪ કલાક કેવી રીતે થાય ? આપણે ઊંઘી તો જઈએ છીએ, જે કાંઈપણ જાગૃત રહેવાનો સમય છે તે સમયમાં આત્માનાં લક્ષે જ વિચારણા જો કરી હોય તો એ ૨૪ કલાકમાં ફેરવાઈ થઈ જાય. પછી એ રાતના સૂઈ જાય તો એને સ્વ. પણ એના જ આવે. બીજા કોઈ સ્વપ્ર એને ન આવે.
જેમ જેમ નિજસ્વરૂપનો અનુભવ થાય છે, તેમ તેમ દ્રવ્યનું જે અચિંત્ય સામર્થ્ય તે તેના અનુભવમાં આવતું જાય છે.
જે નિજસ્વરૂપનો અનુભવ થયો, તેના અંશો જેમ જેમ ખીલતાં જાય છે તેમ તેમ | આત્માની અંદર જે અચિંત્ય શક્તિ-જે ચિંતવી ન શકાય તેવી શક્તિ અંદર રહેલી છે એનો પોતાને અનુભવ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org