________________
૧૧૪
સ્વાધ્યાય સુધા આંક ૮૮ થી ૯૧ સુધીનું વર્ણન ભેદજ્ઞાનની ભૂમિકાવાળાને ચિંતન માટે ખૂબ જ ઉપયોગી છે. માટે પોતે જ તેને ચિંતનમાં-પોતાની રીતે વિસ્તાર કરવાનો પ્રયત્ન કરવો. જીવ માટે અત્યંત લાભનું-હિતનું કારણ બની શકે તેમ છે.
૯૨. જીવ પોતાને જે અલ્પજ્ઞાન હોય છે તેના વડે મોટો એવો જે શેયપદાર્થ તેનું સ્વરૂપ જાણવા ઈચ્છે છે, તે ક્યાંથી થઈ શકે? અર્થાત્ ન થઈ શકે. શેયપદાર્થનું સ્વરૂપ જાણવાનું ન થઈ શકે ત્યાં આગળ પોતાના અલ્પજ્ઞપણાથી ન સમજાયાનું કારણ ન માનતાં તેથી મોટો
યપદાર્થ તેને વિષે દોષ કાઢે છે, પરંતુ સવળીએ આવી પોતાના અલ્પજ્ઞપણાથી ન સમજાયા વિષેનું કારણ માનતો નથી.
અહીંયા પોતાનું જે સમજણરૂપી જ્ઞાન છે તે અલ્પ રહેલું છે અને જે જોયપદાર્થ છે તેને જાણવાનો પ્રયત્ન કરે તો સંપૂર્ણપણે જાણપણું કરી શકે નહી. ત્યાં આગળ પોત એમ સમજે કે મને સમજાતું નથી. તેનું કારણ મારું જે જ્ઞાન અલ્પ છે તેથી નથી સમજાતું. આમ જો માને તો ક્યારેક પણ જ્ઞાનની તારતમ્યતા વધતા તેને જાણી શકવા સમર્થ બની જાય. પણ પોતાના જ્ઞાનની અલ્પજ્ઞતાનો વિચાર નહિ કરતાં એ પદાર્થ આવો ન હોઈ શકે કે તેનું આવું સામર્થ્ય ન હોઈ શકે તેમ માની જ્ઞાનીના વચન ઉપર પગ મૂકે છે જેથી આશાતનાનું કર્મ લાગે છે, જે તેને શેયપદાર્થને સમજવા માટે બાધારૂપ બની જાય છે.
૯૩. જીવ પોતાનું સ્વરૂપ જાણી શકતો નથી; તો પછી પરનું સ્વરૂપ જાણવા ઈચ્છે તે તેનાથી શી રીતે જાણી, સમજી શકાય? અને જ્યાં સુધી ન સમજવામાં આવે ત્યાં સુધી ત્યાં રહી ગૂંચાઈ ડહોળાયા કરે છે. શ્રેયકારી એવું જે નિજસ્વરૂપનું જ્ઞાન તે જ્યાં સુધી પ્રગટ નથી કર્યું, ત્યાં સુધી પરદ્રવ્યનું ગમે તેટલું જ્ઞાન મેળવે તોપણ તે કશા કામનું નથી; માટે ઉત્તમ રસ્તો એ છે કે બીજી બધી વાતો મૂકી દઈ પોતાના આત્માને ઓળખવા પ્રયત્ન કરવો. જે સારભૂત છે તે જોવા સારુ આ “આત્મા સભાવવાળો છે', “તે કર્મનો કર્તા છે', અને તેથી (કર્મથી) તેને બંધ થાય છે, તે બંધ શી રીતે થાય છે?” “તે બંધ કેવી રીતે નિવૃત્ત થાય ?' અને તે બંધથી નિવૃત્ત થવું એ મોક્ષ છે' એ આદિ સંબંધી વારંવાર, અને ક્ષણેક્ષણે વિચાર કરવો યોગ્ય છે; અને એ પ્રમાણે વારંવાર વિચાર કરવાથી વિચાર વૃદ્ધિને પામે છે; ને તેને લીધે નિજસ્વરૂપનો અંશેઅંશે અનુભવ થાય છે. જેમ જેમ નિજસ્વરૂપનો અનુભવ થાય છે, તેમ તેમ દ્રવ્યનું જે અચિંત્ય સામર્થ્ય તે તેના અનુભવમાં આવતું જાય છે. તેને લઈને ઉપર બતાવેલી એવી જે શંકાઓ (જેવી કે, થોડા આકાશમાં અનંત જીવનું સમાવું, અથવા અનંત પુદ્ગલ પરમાણુનું સમાવું)નું કરવાપણું રહેતું નથી; અને તે યથાર્થ છે એમ સમજાય છે. તે છતાં પણ જો માનવામાં ન આવતું હોય તો અથવા શંકા કરવાનું કારણ રહેતું હોય તો જ્ઞાની કહે છે કે ઉપર બતાવેલો પુરુષાર્થ કરવામાં આવ્યથી અનુભવસિદ્ધ થશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org