________________
સ્વાધ્યાય સુધા
૧૪૭
સત્તાનું કાર્ય :- આત્માની સાથે બંધાયેલા કર્મ પોતાનું ફળ તુરત નથી આપતા, થોડા સમય પછી ફળ મળે છે, ત્યાં સુધી તે સત્તામાં પડ્યા રહે છે અર્થાત્ આત્માની સાથે કેવળ અસ્તિત્વના રૂપમાં રહે છે. બંધાયેલા કર્મો જયાં સુધી સત્તામાં રહે છે, તે સમયને અબાધાકાળ કહેવામાં આવે છે. સમય પાકતાં જ તે ઉદયમાં આવે છે. બંધાયેલા કર્મો આત્માની તિજોરીમાં પડ્યા રહે છે, એનું જ નામ સત્તા છે. દા.ત. ભગવાન મહાવીરના આત્માએ મરીચિના ભવમાં નીચ ગોત્ર કર્મ બાંધ્યું હતું. જેના કારણે તેમને સાતવાર નીચ ગોત્રમાં જન્મ લેવો પડ્યો અને યાચક કુળમાં જન્મવું પડ્યું. તે પછી પણ તે નીચ ગોત્રકર્મ સત્તામાં છુપાયેલું રહ્યું અને છેલ્લા ભવમાં પાછું ઉદયમાં આવ્યા બાદ તે નાશ પામ્યું.
સત્તામાં પડેલા કર્મનું પરિવર્તન :- કોઈપણ કર્મ એક સમયમાં બંધાય છે, પણ તેનું ફળ અનેક સમયમાં મળતું રહે છે. અત્યારે બંધાયેલા કેટલાક કર્મોનું ફળ તુરત મળે છે, જયારે કેટલાકનું ફળ જન્મ-જન્માંતરમાં મળે છે, ત્યાં સુધી તે કર્મ સત્તામાં પડ્યું રહે છે. આનો આશય એ છે કે, એક સમયમાં રાગદ્વેષથી જેટલા કર્મ, કામણ શરીરમાં બંધાય છે-ભેગા થાય છે, તે બધા એક સમયમાં ફળ આપતા નથી. કેટલાકમાંથી થોડો ભાગ ફળ આપીને રોકાઈ જાય છે અને બાકીનો ભાગ સત્તામાં રહી જાય છે.
કર્મ જ્યાં સુધી સત્તામાં પડ્યું રહે છે ત્યાં સુધીમાં તેની શક્તિમાં ફેરફાર કરી શકાય છે. તેની ફળ આપવાની શક્તિ અને પ્રકાર બન્નેમાં ફેરફાર થઈ શકે છે. જ્યાં સુધી કર્મ સત્તામાં પડ્યું રહે છે, ત્યાં સુધી તે કર્મની સત્તામાં ફેરફાર કરવા માટે આત્મા સ્વતંત્ર છે. પણ કર્મ ઉદયમાં આવી ગયા પછી ફેરફાર કરી શકતો નથી.
કર્મની સત્તા અવસ્થામાં કર્મની રેખા બદલવાનું સામર્થ્ય આત્મામાં રહેલું છે. સત્તા અવસ્થામાં જ કર્મની અલ્પ સ્થિતિને ઉત્કર્ષણ દ્વારા તેમાં વૃદ્ધિ કરી શકે છે કે અપકર્ષણ દ્વારા તેને ઘટાડી શકે છે. ઉદયરૂપ ન થાય ત્યાં સુધી કર્મમાં આત્માના યોગ અને કષાયના નિમિત્તથી પરિવર્તન કરી શકાય છે. જે આત્મા કર્મની રચના અને તેના પરિવર્તનના સ્વરૂપને યથાર્થપણે સમજી લે છે તે સત્તા દરમ્યાન મનોયોગ દ્વારા તેને ઈચ્છિત સ્વરૂપમાં બદલી શકે છે.
આ સત્ય વાત છે કે જે કર્મ સત્તામાં પડ્યા છે, તેનું જ્ઞાન છમસ્થ જીવોને પ્રાય: નથી હોતું અને કર્મ એકવાર ઉદયમાં આવી જાય તો તેમાં ફેરબદલ કરવાની સત્તા આત્માના હાથમાં રહેતી નથી. આ કારણથી એક જ ઉપાય રહે છે કે જ્ઞાતા-દ્રષ્ટા બનીને આત્મીયભાવથી મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરવી જોઈએ તથા તે કર્મ ઉદયમાં આવી જાય ત્યારે સમભાવપૂર્વક તેનું ફળ ભોગવવું જોઈએ. આ સત્તા અવસ્થા એ પ્રેરણા આપે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org