________________
૧૪૬
સ્વાધ્યાય સુધા
જ સાતમી નરકમાં જવા જેટલા કર્મા ભેગા કર્યા, પણ પોતાની સ્થિતિનો ખ્યાલ આવતાં કષાયી પરિણામોમાંથી પાછા ફરતા અને શ્રેણીએ ચઢતાં નિર્વાણને પ્રાપ્ત કરી લીધું.
કેટલાક જીવાત્માઓના યોગોની ચપળતા બહુ જ જોવામાં આવે છે, પરંતુ કષાયની પરિણતિ વધારે હોતી નથી. જયારે કેટલાક જીવાત્માઓના યોગોની અલ્પતા હોય છે પણ કષાયભાવમાં તીવ્રતા અંદરમાં ઘણી હોય છે. આ કષાયની મંદતા કે તીવ્રતાના પ્રમાણે જ કર્મનો સ્થિતિબંધ અને અનુભાગ બંધ ઓછો કે વધારે અનુક્રમે થાય છે.
બંધના પ્રકાર :- બંધના બે પ્રકાર છે : દ્રવ્યબંધ અને ભાવ બંધ. કર્મ પુદ્ગલોનું આત્મપ્રદેશો સાથે જોડાવું તે દ્રવ્યબંધ છે તથા આત્માના શુભા શુભ ભાવોનું બાહ્ય દ્રવ્યોની સાથેનું જોડાણ તે ભાવ બંધ છે એટલે કે ઉદય ને અનુસરી પોતાના ભાવોમાં ચંચળતા આવવી તે ભાવબંધ છે. જેમકે કોઈ જીવાત્માના ક્રોધાદિભાવો જોઈને ભય આદિ ઊભા થવા તે ભાવબંધનું કારણ બને છે. અથવા પદાર્થોને જોતાં ઇષ્ટ-અનિષ્ટતાના ભાવો ઊભા થાય છે તે પણ ભાવબંધ છે. પદાર્થો પ્રત્યે સ્વામીત્વ, કર્તૃત્વ અને ભોસ્તૃત્વના ભાવ પણ ભાવબંધનું જ સ્વરૂપ છે.
બંધ અવસ્થાની પ્રેરણા :- જો આત્મા જાગૃત થઈ જાય તો કર્મની સ્થિતિ અને અનુભાગની શક્તિની તાકાત સમજીને અનેક કર્મોથી મુક્ત થઈ શકે છે. આ સમજવા માટે બંધ આદિ અવસ્થાઓને જાણવી જરૂરી છે. બંધ અવસ્થાના માધ્યમ દ્વારા બંધના કારણોથી બચવાનો સંદેશ આપવામાં આવ્યો છે, કે જેથી આત્મા યોગોની પ્રવૃત્તિના સમયે રાગદ્વેષથી પર થઈ જ્ઞાતા-દ્રષ્ટા બની જાય. જેટલા પ્રમાણમાં રાગદ્વેષની પ્રવૃત્તિ થશે એટલા પ્રમાણમાં કર્મોનું બંધન થતું રહેશે. તેથી વ્યક્તિએ કર્મ બંધથી બચવા માટે રાગદ્વેષથી દૂર રહેવું જોઈએ.
આત્મા દ્વારા ગ્રહણ કરેલા શુભકર્મો આત્માને સંસારમાંથી છૂટવામાં મદદરૂપ બની શકે છે અને અશુભ કાર્યો સંસારમાં દુઃખ દાયક ફળ રૂપે મળે છે. માટે જીવાત્મા એ સૌ પ્રથમ અશુભ ભાવોથી બચવાનો પુરૂષાર્થ કરવાનો છે. ત્યારબાદ શુભ કર્મોથી પણ છુટકારો મોળવવાનો રહે છે.
(૨) કર્મ સત્તા :- કર્મબંધની બીજી અવસ્થા સત્તા છે. સત્તાનો સામાન્ય અર્થ છે. હોવાપણું અસ્તિત્વ. કર્મ બંધાયા પછી જયાં સુધી ઉદયમાં નથી આવતું ત્યાં સુધી તે સત્તામાં પડ્યું રહે છે અર્થાત્ એટલા સમય સુધી બંધાયેલાં કર્મો પોતાનું ફળ આપવા તૈયાર નથી હોતા. તે સમયે કર્મોનો અનુભાગ બંધ સુષુપ્તાવસ્થામાં રહે છે. આ જ સત્તા કહેવાય છે. એનો અર્થ એ છે કે પૂર્વે બંધાયેલા કર્મો આત્મા સાથે રહે છે તે “સત્તા છે. જ્યાં સુધી કર્મો સત્તામાં રહે છે ત્યાં સુધી તે આત્માને બાધા પહોંચાડી શકતા નથી. એટલે સુખ-દુ:ખનું કારણ ઉદય છે, સત્તામાં રહેલા કર્મો નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org