________________
૧૪૪
સ્વાધ્યાય સુધા - કર્મ બાંધતી વખતે જેવો પણ શુભાશુભ તેમજ કોમળ-કૂર પરિણામ હતું તે અનુસાર કર્મબંધ થયો અને કર્મ સત્તામાં પડ્યું રહ્યું. જ્યાં સુધી કર્મ ઉદયમાં નથી આવ્યું તે દરમ્યાન તેના ભાવોમાં તીવ્ર અથવા મંદ જેવું પણ શુભાશુભ પરિવર્તન થશે તે પ્રમાણે બંધની સ્થિતિ અને રસમાં પરિણમન થશે. તેથી કર્મ ઉદયમાં આવ્યા પહેલાં જેવી બંધની સ્થિતિ રહી હોય તે પ્રમાણે ફળ મળે છે. જો કર્મબંધની પૂર્વ સ્થિતિ અનુસાર ફળ મળે છે તો શુભ કર્મ કરીને જીવને આગળ વધવાનો અવસર જ નહીં પ્રાપ્ત થાય. જેમ કે સિંહ અને સર્પ જેવા ક્રૂર પ્રાણી પણ નમ્ર અને અહિંસક બની શકે છે તો મનુષ્ય કરૂણાવાળો અને નમ્ર કેમ ન બની શકે ? બની જ શકે.
આ સંબંધમાં રમણ મહર્ષિની એક વાત પ્રસિદ્ધ છે-તે જે ગુફામાં આત્મસાધના કરી રહ્યા હતા ત્યાં સાપ, ઝેરી જીવજંતુઓ પણ રહેતા હતા, પરંતુ રમણ મહર્ષિનો તેમના પ્રત્યે કોઈ દુર્ભાવ ન હતો અથવા હિંસાનો ભાવ ન હતો, એટલે તેઓ તેમના શરીર ઉપર ફરતા, ચોંટી જતા પણ કોઈએ તેમને ડંખ દીધો ન હતો. સ્પષ્ટ છે કે “અહિંસક ભાવોનો પ્રભાવ ક્રૂર જીવો પર પણ થઈ શકે છે. - સૂક્ષ્મ કાર્મણ શરીરમાં નવા કાર્યણ પરમાણુ આવતા રહે છે અને જુના કર્મો પોતાનો સમય પૂરો થવાથી ખરી જાય છે, નીકળી જાય છે. આ પ્રક્રિયા સતત ચાલતી જ રહે છે. કર્મબંધના ઉદયમાં દુઃખી થવું અને દુઃખી થઈને ફરીથી નવા કર્મ બાંધવા. આ કારણથી કેટલાક લોકોની એવી ભ્રાંતિ થઈ ગઈ છે કે-કર્મથી છૂટકારો મેળવવો વાસ્તવમાં મુશ્કેલ-કઠિન છે. આ પ્રકારની જે ભ્રાંતિ છે, તે સમજણ નહી હોવાથી ઊભી થયેલી છે. કર્મબંધ થયા પછી જો વ્યક્તિ તેનો ક્ષય કરવા માટે, તે ઉદયમાં આવ્યા પહેલાં, ત્યાગ-પ્રત્યાખ્યાન કે તપ-સંયમ દ્વારા કષાયભાવોને શાંત કરી દે છે તો કર્મબંધની હારમાળ તૂટી પણ શકે છે. લાંબા કાળનો બંધ ઓછા સમયમાં અને તીવ્રરસ મંદરસમાં પરિણમી શકે છે. જો આત્મામાં તીવ્ર સંવેગ, તીવ્ર પશ્ચાતાપ અથવા ઉત્કૃષ્ટ વૈરાગ્યના પરિણામ જાગૃત થઈ જાય તો ઘાતકર્મોને પણ થોડીક પળોમાં નાશ પમાડી શકાય છે.
બંધથી માંડી કર્મફળની પ્રાપ્તિ સુધી વિવિધ અવસ્થાઓનું વર્ણન કર્મવિજ્ઞાનમાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આ અવસ્થાઓ કર્મબંધના સંયોગ અને વિયોગથી સંબંધિત છે. આ હેતુથી જ સર્વજ્ઞોએ કર્મબંધથી મુક્તિ મેળવવા માટે ક્રમિક ઉપાયો દ્વારા કર્મબંધની દશ અવસ્થાઓની પ્રરૂપણા કરી છે. આ અવસ્થાઓ કર્મોન બંધ થયા પછી થવા વાળી દસ મુખ્ય ક્રિયાઓ છે. જેને જૈન પરિભાષામાં “કરણ” (સાધન) પણ કહેવામાં આવે છે. તે આ પ્રમાણે છે. (૧) બંધ (૨) સત્તા (૩) ઉદય (૪) ઉદીરણા (૫) ઉદ્વર્તના-ઉત્કર્ષ, (૬) અપવર્તના-અપકર્ષ (૭) સંક્રમણ (૮) ઉપશમન (૯) નિધત્ત અને (૧૦) નિકાચિત .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org