________________
૧૪૨
સ્વાધ્યાય સુધા આદિ વિકૃતિઓમાં વધારો કરવાનું જ કાર્ય કર્યું છે. એટલા માટે પ્રશસ્ત રાગની વાતમાં બહુ સાવધાની રાખવાની જરૂર છે.
અપ્રશસ્ત રાગનો ત્યાગ :- સદૈવ-ગુરુ-ધર્મ પ્રત્યે પ્રશસ્ત રાગ લાવતાં પહેલાં અપ્રશસ્તરાગથી બચવાનો પ્રયત્ન કરવો પડશે. તે માટે (૧) રાગીને ત્યાગ (૨) રાગનો ત્યાગ (૩) નિગ્રંથ ત્યાગી પ્રત્યે રાગ (૪) તેના ત્યાગ પ્રત્યે રાગનું અનુસરણ કરવું પડશે. મોક્ષ પ્રત્યે પ્રશસ્ત રાગ પ્રગટાવવા માટે સ્વાર્થ યુક્ત કામનાઓ અને પ્રતિષ્ઠાયુક્ત રાગને ઘટાડવો પડશે. વીતરાગ પ્રત્યે પ્રશસ્ત રાગ પ્રગટાવવા માટે પ્રતિષ્ઠાયુક્ત રાગને ઘટાડવો પડશે. વીતરાગ પ્રત્યે પ્રશસ્ત રાગ પ્રગટાવવા માટે સગા-સંબંધી ધન-પરિવાર આદિનો સાંસારિક રાગ ક્ષય કરવો પડશે. નહીંતર પ્રશસ્ત રાગ લાવી શકાશે નહિ. ભગવતી આરાધનામાં પારમાર્થિક સાધકો માટે ચાર પ્રકારનો અનુરાગ બતાવેલ છે. (૧) ભાવાનુરાગ (૨) પ્રેમાનુરાગ (૩) મજ્જાનુરાગ અને (૪) ધર્માનુરાગ.
(૧) તત્ત્વનું સ્વરૂપ જાણતા ન હોવા છતાં પણ વીતરાગ કથિત તત્ત્વ સ્વરૂપ ક્યારેય ખોટા નથી હોતા. એવી શ્રદ્ધાને ભાવાનુરાગ કહે છે.
(૨) જેના ઉપર પ્રેમ અને વાત્સલ્ય છે, તેને તત્ત્વ તેમજ સન્માર્ગની મહત્તા સમજાવીને સન્માર્ગ પ્રત્યે જોડવા તે પ્રેમાનુરાગ છે.
(૩) મજાનુરાગ :- જેની રગ-રગમાં, હાડકાંઓમાં અને મજ્જા-તંતુમાં સધર્મ પ્રત્યે રાગ છે. તેઓ ધર્મ 1 વિપરીત આચરણ ક્યારેય નથી કરતાં. અહિંસાદિ ધર્મ પોતાના પ્રાણોથી પણ પ્રિય હોય, તેને મજજાનુરાગ કહે છે.
(૪) ધર્માનુરાગ :- સાધર્મિઓ પ્રત્યે વાત્સલ્ય, ગુણીજનો પ્રત્યે પ્રેમ અને ત્યાગીઓ પ્રત્યે ભક્તિભાવ રાખવો તે ધર્માનુરાગ છે.
પ્રશસ્ત દ્વેષનું સ્વરૂપ :- દા.ત. કોઈ શિષ્ય દ્વારા ભૂલ, અપરાધ કે દોષ થઈ જાય ત્યારે ગુરુ તેને સારણા, વારણા, ચોયણા, પડિચોયણા દ્વારા સુધારવાનો પ્રયત્ન કરે છે. ત્યારે તેમનો શિષ્ય પ્રત્યેનો રોષ કે દ્વેષ છે તે અપ્રશસ્ત નથી કહેવાતો કારણ કે તેમાં શિષ્યનું કલ્યાણ સમાયેલું છે, એટલે એ પ્રશસ્ત દ્વેષ છે. માતા-બાળકને ખોટા આચરણથી બચાવવા વઢે છે, પણ તે વૈષ પાછળ તેની કલ્યાણની ભાવના કામ કરી હોય છે, તેથી તે પ્રશસ્ત વૈષ છે. - યથાર્થપણે જોઈએ તો અપ્રશસ્ત રાગ-દ્વેષ વ્યક્તિના શુભાશુભ અધ્યવસાયો ઉપર નિર્ભર છે. પ્રશસ્ત રાગ કે પ્રશસ્ત દ્વેષને અપનાવતાં પહેલાં જાગૃત રહેવું જરૂરી છે. પ્રશસ્ત રાગને બદલે આસક્તિ અથવા પ્રશસ્ત હૈષના બદલે આવેશયુક્ત આચરણ અથવા રૌદ્રધ્યાન આદિની વૃત્તિ તો પોષણ નથી પામી રહીને, તે જોવું જરૂરી છે. | સર્વથા રાગ-દ્વેષ રહિત થઈને વીતરાગ બનવાનું છે, પરંતુ વર્તમાનમાં સંપૂર્ણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org