________________
સ્વાધ્યાય સુધા
૧૪૧
નુકસાન થાય છે. જે ધર્મક્રિયાઓ તીવ્ર રાગદ્વેષની સ્થિતિમાં કરવામાં આવે છે. તેનું સત્વ નાશ પામી જાય છે. દા.ત. ભગવાન મહાવીરના જીવે વિશ્વભૂતિના જન્મમાં માસખમણની તપસ્યા દરમ્યાન પોતાના કાકાના દીકરા ભાઈ વિશાખાનંદીને મારવાના હેતુરૂપ તીવ્ર દ્વેષથી નિદાન કર્યું હતું. તેથી તેમની તે તપસ્યા કર્મમુક્તિના હેતુરૂપ બની શકી નહિ અને સમ્યગ્દર્શનથી પડવામાં નિમિત્તભૂત બની ગઈ.
પ્રશસ્ત રાગદ્વેષ :- રાગદ્વેષનો સર્વથા ત્યાગ ન થઈ શકે ત્યાં સુધી અપ્રશસ્ત રાગદ્વષનો ત્યાગ કરીને પ્રશસ્ત રાગદ્વેષને અપનાવવો જોઈએ. નિયમસાર’માં ‘પ્રશસ્ત’ અને અપ્રશસ્ત’ રાગદ્વેષ બતાવવામાં આવ્યા છે.
શુભહેતુ, શુભાશય અથવા પ્રશસ્ત સંકલ્પ બુદ્ધિથી કરવામાં આવેલ રાગદ્વેષ કથંચિત ઈષ્ટ છે. જેમ કે અરિહંત દેવ, નિગ્રંથ ગુરુ અને શુદ્ધ ધર્મના પ્રત્યે આત્મકલ્યાણની દૃષ્ટિથી કરવામાં આવેલ રાગ પ્રશસ્ત છે. દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે પવિત્ર ભાવનાથી અનુરાગ રાખવો અને પ્રશસ્ત ભાવથી ભક્તિ કરવી પ્રશસ્ત રાગ છે. મોક્ષ મેળવવાની ભાવના રાખવી તે પ્રશસ્ત રાગ છે.
વીતરાગ દેવ પ્રતિ પ્રશસ્ત રાગ :- “પ્રવચનસારમાં કહ્યું છે કે, પ્રશસ્ત રાગ જ્યારે સદેવ-ગુરુ-ધર્મ પ્રત્યે હોય ત્યારે કષાયમાં વૃદ્ધિ થતી નથી. દા.ત. ગૌતમ સ્વામીનો ભ.મહાવીર પ્રત્યે પ્રશસ્ત રાગ હતો જેમાં ફક્ત પોતાનું આત્મકલ્યાણ અને મોક્ષ પ્રાપ્તિની ઇચ્છા જ હતી, પણ એ પ્રશસ્ત રાગ ભગવાન પ્રત્યે (દેહ પ્રત્યે) થોડોક પણ રહેલો હતો તેથી કેવળજ્ઞાનમાં બાધક બન્યો હતો. પણ ભગવાનનાં નિર્વાણ પછી પોતાની ભૂલ સમજાતાં એ પ્રકારનો રાગ દૂર થયો અને કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયું.
નિગ્રંથ ગુરુ પ્રત્યે :- જે રાગભાવ હોય છે તે પ્રશસ્ત પ્રકારનો રાગ હોવો જોઈએ. પણ ગુરુભક્તિના બદલામાં પોતાનો સ્વાર્થ સાધવાનો અથવા પ્રસિદ્ધિ પામવાનો હોય તો તે અપ્રશસ્ત બની જાય છે. ગુરુભક્તિમાં અંધ થવાથી બીજા નિગ્રંથ જ્ઞાનીઓની નિંદા કે બદનામી થવાથી તે રાગ અપ્રશસ્ત બની જાય છે. દા.ત. જંબૂસ્વામીને પોતાના ગુરુ સુધર્માસ્વામી પર પ્રશસ્ત રાગ હતો પણ જંબૂ સ્વામીનો તે રાગ આસક્તિ રૂપ ન હતો તેથી તે ભવમાં જ મોક્ષ ગયા.
સધર્મ પ્રત્યે પ્રશસ્ત રાગ :- સતધર્મનો અર્થ છે શ્રુત અને ચારિત્રરૂપ ધર્મ અથવા રત્નત્રય પ્રત્યે અથવા દશ લક્ષણા ધર્મ પ્રત્યે કલ્યાણની કામનાથી પ્રેરાઈને શ્રદ્ધા-ભક્તિ અને અનુરાગ રાખવો. તે પ્રશસ્ત રાગ છે.
હાલના સમયમાં સદેવ-ગુરુ-ધર્મ, પ્રત્યેનો પ્રશસ્ત રાગ વિકૃત થઈ રહ્યો છે. સામ્પ્રદાયિક કટ્ટરતા, ધર્માધતા, શુદ્ધ ધર્મ પ્રત્યે પણ દંભ, દેખાવ, પ્રશંસા, પ્રતિસ્પર્ધા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org